Accident Incident In Savarkundla Amreli : અમરેલીના સાવરકુંડલાના સેંજળ પાસે બોલેરો ગાડી પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. પાલિતાણાના ગંઢોળ ગામેથી દીકરીને તેડવા આવેલા પરિવારજનોને પરત ફરતી વખતે અકસ્માત નડ્યો હતો. અકસ્માતના બનાવમાં 1 મહિલાનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે, જ્યારે 23 જેટલાં મુસાફરો ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

સાવરકુંડલાના સેંજળ પાસે બોલેરો પલટી જતાં 1નું મોત
મળતી માહિતી મુજબ, સાવરકુંડલાના સેંજળ ગામેથી દીકરીને તેડીને પાલિતાણા જવા નીકળેલા પરિવારજનોને અકસ્માત નડ્યો હતો. જેમાં સેંજળ પાસે અચાનક બોલેરો ગાડી પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને લઈને સ્થાનિકોએ તાત્કાલિક એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ઘટનાને પગલે સાવરકુંડલા ધારાસભ્ય મહેશ કસવાળા ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ઈજાગ્રસ્તો સારવાર માટે સાવરકુંડલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: અમરેલી: 4 દિવસમાં 3 હુમલા અને 2 મોત બાદ વનવિભાગ સફાળું જાગ્યું, બગસરામાં દીપડાના આંટાફેરાથી ફફડાટ
જ્યારે ઈજાગ્રસ્તોને 4 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. જેમાં 8 જેટલાં ઈજાગ્રસ્તોને વંડા સેન્ટર પર સારવારમાં ખસેડાયા હતા. સાવરકુંડલા સિવિલ હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર આપવામાં આી હતી. જેમાં 6 વ્યક્તિને વધુ સારવાર માટે અમરેલી રિફર કરવામાં આવ્યા હતા.













