gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

“અમારી બહેનો આતંકવાદી નથી!”: 4 મહિનાથી ઇન્સેન્ટિવ ન મળતા આશા વર્કરોનો આક્રોશ, પોલિયો કામગીરીનો બહિષ્…

G METRO NEWS by G METRO NEWS
June 22, 2026
in GUJARAT
0 0
0
“અમારી બહેનો આતંકવાદી નથી!”: 4 મહિનાથી ઇન્સેન્ટિવ ન મળતા આશા વર્કરોનો આક્રોશ, પોલિયો કામગીરીનો બહિષ્…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Asha Worker Strike 2026: ગુજરાતમાં પોલિયો નાબૂદીના અભિયાનમાં વર્ષોથી સંપૂર્ણ નિષ્ઠા અને ઈમાનદારીપૂર્વક ફરજ બજાવતી આશા વર્કર બહેનો આજે સરકારની ઉદાસીનતા અને શોષણ નીતિ સામે આરપારના મૂડમાં આવી ગઈ છે. છેલ્લા 4 મહિનાથી હક્કનું માસિક ઇન્સેન્ટિવ ન મળવાને કારણે અને આકાશને આંબતી મોંઘવારી વચ્ચે પણ ભથ્થામાં કોઈ જ વધારો ન થતાં, ‘ગુજરાત આશા વર્કર યુનિયન’ દ્વારા વાવ થરાદ કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે. આ સાથે જ આગામી પોલિયો કામગીરીનો સંપૂર્ણ બહિષ્કાર કરી 3 દિવસની હડતાળ પર ઉતરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

માત્ર 100 રૂપિયામાં 10 કલાક વૈતરૂં

યુનિયનના પ્રમુખ પિંકીબેન કે. પરમારે આવેદન પત્રમાં ઉગ્ર આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, શરૂઆતના વર્ષોમાં માત્ર 75 રૂપિયા જેટલા નજીવા ઇન્સેન્ટિવથી કામ શરૂ કરીને આશા બહેનોએ ગુજરાતના લાખો બાળકોના ભવિષ્યને સુરક્ષિત રાખ્યું છે. તેમણે ગામડે-ગામડે, ઘેર-ઘેર અને અંતરિયાળ વિસ્તારોમાં ભટકીને તેમજ સ્થળાંતર કરતા પરિવારોના બાળકોને શોધી શોધીને પોલિયોની રસી પીવડાવી છે. આશા બહેનોની આ અથાક મહેનતનું જ પરિણામ છે કે આજે ગુજરાત સંપૂર્ણપણે પોલિયો મુક્ત બનવાનું ગૌરવ પ્રાપ્ત કરી શક્યું છે. પરંતુ અત્યંત દુઃખ સાથે જણાવવું પડે છે કે આ ગૌરવ અપાવનાર બહેનોની ફિક્સ વેતન કે લઘુત્તમ વેતન લાગુ કરવાની વર્ષો જૂની પડતર માંગણીઓ પર સરકારે પાણી ફેરવી દીધું છે. હાલના સમયમાં આશા બહેનો પાસે સવારે 7:00 વાગ્યાથી સાંજના 5:00 વાગ્યા સુધી સતત 10 કલાક પોલિયોની કપરી કામગીરી કરાવવામાં આવે છે, જેના બદલામાં માત્ર 100 રૂપિયા જેવી મામૂલી રકમ ચૂકવાય છે. એક તરફ રાંધણગેસ, ખાદ્યતેલ, દાળ-શાકભાજી, કઠોળ અને દૂધના ભાવ આસમાને પહોંચ્યા છે, ત્યારે દિવસના માત્ર 100 રૂપિયાના ઇન્સેન્ટિવમાં આટલી સખત કામગીરી કરાવવી એ સદંતર અન્યાયી અને શોષણયુક્ત છે.

ચાર મહિનાથી ઇન્સેન્ટિવ બાકી: આશા વર્કર યુનિયન

તેમાં પણ પડતા પર પાટું એ છે કે આ મામૂલી માસિક ઇન્સેન્ટિવ પણ છેલ્લા 4 મહિનાથી ચૂકવવામાં આવ્યું નથી, જેના કારણે ગરીબ આશા બહેનોના પરિવારોની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે. યુનિયનની માંગ છે કે છેલ્લા 4 મહિનાથી અટકાવી રાખવામાં આવેલ તમામ માસિક ઇન્સેન્ટિવની તુરંત અને સમયસર ચૂકવણી કરવામાં આવે. તેમજ વધતી જતી અસહ્ય મોંઘવારીને ધ્યાનમાં રાખીને પોલિયો સહિતની આરોગ્યલક્ષી તમામ કામગીરીના ઇન્સેન્ટિવમાં સન્માનજનક અને યોગ્ય વધારો કરવામાં આવે. 

આ પણ વાંચો: 15 દિવસના વિરામ બાદ આગળ વધ્યું ચોમાસું: રાજસ્થાનમાં કરાં પડ્યા, મેઘાલયમાં આભ ફાટ્યું

મોંઘવારી વધે ત્યારે તેની સામે વેતન પણ વધવું જ જોઈએ એ નારા સાથે યુનિયન દ્વારા રેલીની પણ મજૂરી માંગવામાં આવી હતી પણ તંત્ર દ્વારા તેની પણ મંજૂરી ન મળતા હવે આશા વર્કર યુનિયને ચીમકી ઉચ્ચારી છે કે જો સરકાર દ્વારા આ પડતર માંગણીઓનો તાકીદે ન્યાયી નિકાલ લાવવામાં નહીં આવે, તો આશા બહેનો દ્વારા પોલિયો કામગીરીનો સંપૂર્ણ બહિષ્કાર કરી વિરોધ પ્રદર્શન ચાલુ રાખશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

September 22, 2026
RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત
GUJARAT

RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

September 22, 2026
Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.
GUJARAT

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

September 22, 2026
Next Post
‘હવે મારી પાસે 3 સંજય’, બળવાખોર સાંસદોની શિવસેનામાં સત્તાવાર એન્ટ્રથી શિંદે ખુશ | Six Rebel Shiv Sen…

‘હવે મારી પાસે 3 સંજય’, બળવાખોર સાંસદોની શિવસેનામાં સત્તાવાર એન્ટ્રથી શિંદે ખુશ | Six Rebel Shiv Sen...

સરકાર ન માનતા હવે ખેડૂતો ‘દ્વારકાધીશ’ને કરશે ફરિયાદ: વીજલાઇન વળતર મુદ્દે કિસાન કોંગ્રેસ યોજશે 500 કિ…

સરકાર ન માનતા હવે ખેડૂતો 'દ્વારકાધીશ'ને કરશે ફરિયાદ: વીજલાઇન વળતર મુદ્દે કિસાન કોંગ્રેસ યોજશે 500 કિ...

TMCમાં વધુ એક બળવાખોરી ! 70 કોર્પોરેટર ઝટકો આપવાની તૈયારીમાં, ઋતબ્રત સાથે કરી બેઠક | Another TMC Reb…

TMCમાં વધુ એક બળવાખોરી ! 70 કોર્પોરેટર ઝટકો આપવાની તૈયારીમાં, ઋતબ્રત સાથે કરી બેઠક | Another TMC Reb...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સ્કૂલ વાનમાં દીકરીઓને મોકલતા વાલીઓને લાલબત્તી સમાન કિસ્સો પાલીતાણામાં આવ્યો સામે

સ્કૂલ વાનમાં દીકરીઓને મોકલતા વાલીઓને લાલબત્તી સમાન કિસ્સો પાલીતાણામાં આવ્યો સામે

2 years ago
સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીએ વિદ્યાર્થીના શર્ટ પર બ્લેડ મારી બટન તોડયા | Ekkewe button won an chon…

સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીએ વિદ્યાર્થીના શર્ટ પર બ્લેડ મારી બટન તોડયા | Ekkewe button won an chon…

8 months ago
શહેરામાં આશાવર્કર અને ફેસીલેટર બહેનોએ કામગીરીથી અળગા રહી નોંધાવ્યો વિરોધ, ફિક્સ પગારની માગ સાથે મામલ…

શહેરામાં આશાવર્કર અને ફેસીલેટર બહેનોએ કામગીરીથી અળગા રહી નોંધાવ્યો વિરોધ, ફિક્સ પગારની માગ સાથે મામલ…

1 year ago
શ્રીજીની સવારી પર ઇંડા ફેંકવાની ઘટનામાં વધુ એક આરોપી ઝડપાયો | Another accused arrested in egg throwi…

શ્રીજીની સવારી પર ઇંડા ફેંકવાની ઘટનામાં વધુ એક આરોપી ઝડપાયો | Another accused arrested in egg throwi…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News