gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

અમેરિકાના એફ-35 વિમાનો ભારત નહીં ખરીદે . | India will not buy American F 35 aircraft

G METRO NEWS by G METRO NEWS
August 2, 2025
in INDIA
0 0
0
અમેરિકાના એફ-35 વિમાનો ભારત નહીં ખરીદે . | India will not buy American F 35 aircraft
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ટ્રમ્પે 25 ટકા ટેરિફ નાંખ્યો તો ભારતે ઇંટનો જવાબ પથ્થરથી આપ્યો

– દુનિયાના અત્યાધુનિક ફાઈટર જેટ એફ-35 ખૂબ જ મોંઘા, ખર્ચાળ મેઈન્ટેનન્સ, ભારતીય જરૂરિયાતોને અનુરૂપ નહીં હોવાનો દાવો

– ભારત માટે એફ-35ની ખરીદી અંગે અમેરિકા સાથે હજુ સુધી સત્તાવાર કોઈ ચર્ચા જ થઈ નથી : વિદેશ મંત્રાલય

નવી દિલ્હી : અમેરિનક પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા સાથે સંબંધો બદલ ભારત પર ૨૫ ટકા ટેરિફ અને દંડ નાંખવાની જાહેરાત કરી હતી, પરંતુ ટેરિફના દબાણની વાસ્તવિક હકીકત હવે જાહેર થઈ છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને દુનિયાના સૌથી અત્યાધુનિક અને મોંઘા તથા ખર્ચાળ ફાઈટર જેટ એફ-૩૫ ખરીદવા ઓફર કરી હતી, પરંતુ ભારતે આ વિમાનો ખરીદવા અમેરિકાને ઈનકાર કરી દીધો છે. એટલું જ નહીં ભારતે હાલ અમેરિકા સાથે અન્ય કોઈ સંરક્ષણ સોદા કરવાની ઓફર પણ ફગાવી દીધી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફેબુ્રઆરી ૨૦૨૫માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વોશિંગ્ટન મુલાકાત વખતે કહ્યું હતું કે, અમેરિકા આ વર્ષે ભારત તરફ અબજો ડોલરના સંરક્ષણ સોદા માટે હાથ લંબાવશે. આ સંરક્ષણ સોદામાં લોકહીડ માર્ટીને બનાવેલા પાંચમી પેઢીના એફ-૩૫ સ્ટિલ્થ ફાઈટર જેટનો પણ સમાવેશ થાય છે. આ વિમાન દુનિયાના સૌથી અત્યાધુનિક ફાઈટર જેટ છે. જોકે, તે સમયે પીએમ મોદીએ આ વિમાનો ખરીદવામાં કોઈ રસ બતાવ્યો નહતો.

એક મીડિયા અહેવાલ મુજબ ભારતે જુલાઈમાં એક બેઠકમાં અમેરિકાને એફ-૩૫ ફાઈટર જેટ ખરીદવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. એફ-૩૫ સ્ટીલ્થ ફાઈટર જેટ દુનિયાના સૌથી આધુનિક ફાઈટર વિમાન છે, જે દુશ્મનના રડારથી બચી શકે છે. અનેક પ્રકારના હુમલા કરી શકે છે.

ફેબુ્રઆરીમાં પીએમ મોદીની વોશિંગ્ટન મુલાકાત પછી ભારતીય એરફોર્સના પ્રમુખ એર માર્શલ એપી સિંહને આ અંગે સવાલ કરાતા તેમણે કહ્યું હતું કે, એફ-૩૫ ખરીદતા પહેલાં તેની કિંમત અને તેની જરૂરિયાતો અંગે સમજવું પડશે. સંરક્ષણ વિભાગના સૂત્રો મુજબ એફ-૩૫ નહીં ખરીદવા માટે ભારતના પોતાના કારણો છે. સૌથી મહત્વનું એક એફ-૩૫ની કિંમત ૮૦ મિલિયન ડોલર એટલે કે અંદાજે રૂ. ૬૭૦ કરોડ છે. સાથે જ તેનો મેઈન્ટેનન્સ ખર્ચ પણ ઊંચો હોય છે. વધુમાં અમેરિકા એફ-૩૫નું સંપૂર્ણ ટેકનિકલ નિયંત્રણ ભારતને સોંપવા માગતું નથી. અન્ય એક મહત્વનું કારણ એ પણ છે કે હવે ડ્રોનના યુગમાં ભારતને પાયલટવાળા ફાઈટર જેટની ખરીદી માથે પડી શકે છે.

સૂત્રોએ જણાવ્યું કે, ભારત માટે એફ-૩૫ ખરીદવામાં અન્ય મોટો પડકાર એ છે કે ભારતીય એરફોર્સના પાયલટોએ અમેરિકન વિમાનો ક્યારેય ઉડાવ્યા નથી. ભારતીય એરફોર્સમાં રશિયન, ફ્રેન્ચ વિમાનો છે, જેની સાથે અમેરિકન વિમાનનો તાલમેલ બેસાડવો મુશ્કેલ છે. વધુમાં તેની જટિલતાઓના કારણે અનેક નિષ્ણાતો મુજબ આ ફાઈટર જેટ ભારત માટે યોગ્ય નથી.

મીડિયા અહેવાલ મુજબ મોદી સરકાર નજીકના ભવિષ્યમાં અમેરિકા સાથે કોઈ નવો સંરક્ષણ સોદો કરવા પણ તૈયાર નથી. વિદેશ મંત્રાલયે પણ શુક્રવારે કહ્યું હતું કે, ભારતને એફ-૩૫ ફાઈટર જેટ વેચવા સંબંધે અમેરિકા સાથે કોઈ સત્તાવાર ચર્ચા થઈ નથી. સૂત્રોના જણાવ્યા મુજબ એફ-૩૫ની ખરીદી નહીં કરવી એ ટ્રમ્પના ટેરિફ પાછળનું મૂળ કારણ હોઈ શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તમિલનાડુમાં CM વિજય માટે “કાંટાળો તાજ”: સત્તા ટકાવવા સામે રહેશે આ 10 મોટા પડકારો | tamil nadu politi…
INDIA

તમિલનાડુમાં CM વિજય માટે “કાંટાળો તાજ”: સત્તા ટકાવવા સામે રહેશે આ 10 મોટા પડકારો | tamil nadu politi…

May 10, 2026
Explainer: શિક્ષિત થયા પણ ‘સંસ્કારી’ નહીં, જાણો ભારતીયોમાં સિવિક સેન્સના અભાવના કારણો શું હોઈ શકે | …
INDIA

Explainer: શિક્ષિત થયા પણ ‘સંસ્કારી’ નહીં, જાણો ભારતીયોમાં સિવિક સેન્સના અભાવના કારણો શું હોઈ શકે | …

May 10, 2026
બંગાળમાં જીત બાદ દેશના બીજા બે રાજ્યમાં પણ સત્તા હાંસલ કરવા ભાજપની તડામાર તૈયારી | bjp now sets its …
INDIA

બંગાળમાં જીત બાદ દેશના બીજા બે રાજ્યમાં પણ સત્તા હાંસલ કરવા ભાજપની તડામાર તૈયારી | bjp now sets its …

May 10, 2026
Next Post
વ્યાજવા લીધેલા રૂપિયાની ઉઘરાણી કરી ત્રણ શખ્સનો યુવાન પર હુમલો | Three men attacked a young man while…

વ્યાજવા લીધેલા રૂપિયાની ઉઘરાણી કરી ત્રણ શખ્સનો યુવાન પર હુમલો | Three men attacked a young man while...

અણિયાદ દૂધ મંડળીની કમિટીને રદ કરવા મુદ્દે જિલ્લા રજિસ્ટ્રાર સામે તપાસનો આદેશ | Order of investigatio…

અણિયાદ દૂધ મંડળીની કમિટીને રદ કરવા મુદ્દે જિલ્લા રજિસ્ટ્રાર સામે તપાસનો આદેશ | Order of investigatio...

ટ્રમ્પના ટેરિફ આતંકના પગલે શેરબજારોમાં ‘બ્લેક ફ્રાઈડે’: સેન્સેક્સ 586 પોઈન્ટ તૂટીને 80599 | ‘Black F…

ટ્રમ્પના ટેરિફ આતંકના પગલે શેરબજારોમાં 'બ્લેક ફ્રાઈડે': સેન્સેક્સ 586 પોઈન્ટ તૂટીને 80599 | 'Black F...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદના કલગી ચાર રસ્તે નબીરાઓનો આતંક, બે કાર વચ્ચે ભયંકર ટક્કર, મહિલા સહિત બેને ઈજા | Ahmedabad Ac…

અમદાવાદના કલગી ચાર રસ્તે નબીરાઓનો આતંક, બે કાર વચ્ચે ભયંકર ટક્કર, મહિલા સહિત બેને ઈજા | Ahmedabad Ac…

2 weeks ago
સિટિ બસ અને એસટી વિભાગ વચ્ચે બસના રૂટને લઈ વિવાદ સર્જાયો | A dispute arose between the city bus and …

સિટિ બસ અને એસટી વિભાગ વચ્ચે બસના રૂટને લઈ વિવાદ સર્જાયો | A dispute arose between the city bus and …

3 weeks ago
સોમનાથ મંદિરે મહાશિવરાત્રિનો મિનિ મેળો : 5 લાખ ભાવિકો ઉમટશે | Mahashivratri mini fair at Somnath tem…

સોમનાથ મંદિરે મહાશિવરાત્રિનો મિનિ મેળો : 5 લાખ ભાવિકો ઉમટશે | Mahashivratri mini fair at Somnath tem…

3 months ago
નડિયાદના વાલ્લા ગામની શેઢી નદીના પટમાં ગેરકાયદે રેતી ખનન કરતા 3 વાહનો ઝડપાયા, ચાલકો ફરાર | 3 vehicle…

નડિયાદના વાલ્લા ગામની શેઢી નદીના પટમાં ગેરકાયદે રેતી ખનન કરતા 3 વાહનો ઝડપાયા, ચાલકો ફરાર | 3 vehicle…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News