
Second Pran Pratishtha at Ram Mandir : ઉત્તર પ્રદેશના અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં ભગવાન રામના બાળસ્વરૂપના વિગ્રહની 22મી જાન્યુઆરી, 2024ના રોજ પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. હવે આ જ મંદિરમાં બીજી વખત પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ થવા જઈ રહ્યો છે. ભગવાન રામને રાજા સ્વરૂપે વિરાજમાન કરવામાં આવશે. રામ મંદિરના મુખ્ય ગર્ભગૃહમાં બાળસ્વરૂપની પૂજા થઈ રહી છે, હવે પહેલા માળે ‘રામ દરબાર’ના દર્શન થશે.
રામ દરબારમાં ભગવાન રામની માતા સીતા, હનુમાનજી તથા લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નના પણ દર્શન થશે.










