gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘આંદોલન સમેટી લો, પ્રજાના પૈસા નાગરિકોની સુખાકારીમાં વપરાવા જોઈએ’, કરોડોના તાયફા કરતી સરકારની સૂફિયા…

G METRO NEWS by G METRO NEWS
March 20, 2025
in GUJARAT
0 0
0
‘આંદોલન સમેટી લો, પ્રજાના પૈસા નાગરિકોની સુખાકારીમાં વપરાવા જોઈએ’, કરોડોના તાયફા કરતી સરકારની સૂફિયા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Health Workers Strike : ગુજરાતમાં આરોગ્ય કર્મીઓની હડતાળને લઈને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આંદોલન કરનારાને હડતાળ સમેટી લેવા ચીમકી આપી છે. આ ચીમકીમાં તેમણે ઘણી બધી સૂફિયાણી વાતો કરી, પરંતુ બે વાત ઘણી મહત્ત્વની છે. આરોગ્ય કર્મીઓની વિવિધ માગ મુદ્દે ઋષિકેશ પટેલનું કહેવું છે કે, ‘આરોગ્ય કર્મીઓની બધી માગ વહીવટનો વિચાર કર્યા વગર સ્વીકારી ના લેવાય, ટેક્સનો પૈસો રાજ્યની તિજોરીમાં આવતો હોય ત્યારે લોકોની સુખાકારીમાં અને લોકોની સગવડો માટે એ પૈસો વપરાવવો જોઈએ.’ તેમનો બીજો મુદ્દો એ છે કે, ‘આરોગ્યકર્મીઓની હડતાળથી નાગરિકો મુશ્કેલીમાં મુકાય છે’. 

આ બંને મુદ્દા એવા છે, જે સાંભળીને એક ગુજરાતી કહેવત યાદ આવી જાય છે. તમે સમજી ગયા હશો…

'આંદોલન સમેટી લો, પ્રજાના પૈસા નાગરિકોની સુખાકારીમાં વપરાવા જોઈએ', કરોડોના તાયફા કરતી સરકારની સૂફિયાણી સલાહ 2 - image

તાયફા પાછળ કરોડોના ખર્ચ વિશે પણ કંઈ બોલો 

ઋષિકેશ પટેલના નિવેદન પછી એવી ચર્ચા થવા લાગી છે કે પ્રજાના પરસેવાના ટેક્સના નાણા વાપરવાને લઈને સરકાર ખરેખર આટલી ચિંતિત છે ખરી? કરણી અને કથનીમાં વિરોધાભાસ જેવી આ વાત લોકોને ગળે ઉતરે તેવી નથી કારણ કે, સરકાર લાખો, કરોડોના ખર્ચ કરીને તાયફા કરે છે એ નાણા કોના હોય છે? વડાપ્રધાન ગુજરાત આવે કે કોઈ મોટા નેતા કે વીવીઆઈપી આવે ત્યારે તેમના કાર્યક્રમ પાછળ પણ સરકાર ધૂમ ખર્ચ કરે છે. રસ્તા પર મોટા હોર્ડિગ્સ, બેનરો લગાવાય છે, એકસાથે અનેક બસો દોડાવાય છે, બેરિકેડ્સ ઊભા કરાય છે, દીવાલો પર રંગરોગાન કરાય છે, તાબડતોબ સાફસફાઈ કરાય છે, રાતોરાત નવા રસ્તા બનાવાય છે અને પ્રજાના કામમાંથી પોલીસ જવાનોને છૂટા કરીને સરકારી જવાબદારી સોંપી દેવાય છે. આ બધી દિવાળી કોના પૈસે? શું એ નાણા પ્રજાના ટેક્સના નથી હોતા? 

'આંદોલન સમેટી લો, પ્રજાના પૈસા નાગરિકોની સુખાકારીમાં વપરાવા જોઈએ', કરોડોના તાયફા કરતી સરકારની સૂફિયાણી સલાહ 3 - image

મોટા ઉપાડે જાહેર કરેલી યોજનાઓમાં કરોડોનો દુરુપયોગ

  • વિદ્યાર્થીઓને સાઈકલ આપવા જેવી વિવિધ યોજનાઓ બહાર પાડવામાં આવે છે, પરંતુ અનેક જિલ્લામાં આ સાઈકલો તો ભંગાર થઈ ગઈ છે. શું તે નાણાનો વ્યય નથી? 
  • અનેક સરકારી આવાસો બનીને તૈયાર થઈ જાય છે પણ ફાળવણી નથી કરાતી, આખરે તે મકાનોમાંથી બારી-બારણા સહિતનો સામાન ચોરાઈ જાય છે, મકાનો ખંડેર બની જાય છે તો શું એ નાણાનો વ્યય નથી? 
  • સરકારી પુસ્તકો, કે સ્કૂલ ડ્રેસની જાહેરાતો થાય છે પરંતુ તે શાળાનું સત્ર પૂર્ણ થવા આવે ત્યારે પણ તે માંડ વિદ્યાર્થીઓને મળે છે, જ્યારે અમુકવાર તો મળતા જ નથી. સ્કૂલ ડ્રેસ, સ્કૂલ બેગની ગુણવત્તા પર હંમેશા સવાલો ઉઠતા રહ્યા છે. શું આ પ્રજાના ટેક્સના નાણાનો વ્યય નથી?
  • ગરીબ વિદ્યાર્થીઓ માટે મધ્યાહન ભોજન યોજના ચાલે છે, પરંતુ તેમને પૌષ્ટિક ભોજન સુદ્ધાં મળતું નથી. 
  • સરકારી હોસ્પિટલોમાં લોકોને ભ્રષ્ટાચારના કારણે સેવા નથી મળતી. અનેક લોકો સારવાર વિના કમોતે મરે છે. અનેક જિલ્લામાં રોજ નવજાત શિશુઓ અને સગર્ભાઓ મોતને ભેટે છે. 

ત્યારે સામાન્ય લોકોને સવાલ થાય છે કે, પ્રજાની સુખાકારી માટે યોગ્ય દિશામાં પૈસા વાપરવામાં સરકાર આટલી બધી ચિંતિત છે, તો પણ નાગરિકોના હાલ બેહાલ કેમ છે? 

'આંદોલન સમેટી લો, પ્રજાના પૈસા નાગરિકોની સુખાકારીમાં વપરાવા જોઈએ', કરોડોના તાયફા કરતી સરકારની સૂફિયાણી સલાહ 4 - image

આ પણ વાંચો : ‘હડતાળ ગેરવ્યાજબી, વહેલી તકે સમેટી લો નહીંતર…’ ઋષિકેશ પટેલની આરોગ્ય કર્મીઓને ચેતવણી!

સરકારી હોસ્પિટલોમાં હજારોની ભરતી બાકી છે, તેનું શું?   

આરોગ્ય મંત્રીનું કહેવું છે કે, ‘આરોગ્યકર્મીઓની હડતાળથી નાગરિકો મુશ્કેલીમાં મૂકાય છે’. ત્યારે સવાલ થાય કે જો ફક્ત આરોગ્યકર્મીઓની એક દિવસની હડતાળથી જ નાગરિકોને આરોગ્ય સેવાને અસર પડતી હોય, તો પછી સરકારી હોસ્પિટલોમાં હજારોનો સ્ટાફ ખાલી છે તેનું શું? સરકારી હોસ્પિટલોમાં ડોક્ટરો, નર્સ સહિત વર્ગ ત્રણ-ચારની ઘણી જગ્યા વર્ષોથી ખાલી છે. આ ભરતી કરવામાં સરકાર ઝડપ કેમ નથી બતાવતી?

હાલમાં આરોગ્ય મંત્રીએ જ વિધાનસભામાં આંકડા આપ્યા હતા કે, રાજ્યની મહત્ત્વની હોસ્પિટલોમાં અને સરકારી દવાખાનામાં કેટલી જગ્યાઓ ખાલી છે. ભરતીના અભાવે લોકોને આરોગ્ય સેવા નથી મળતી, ત્યારે તેમને નાગરિકોના આરોગ્યની ચિંતા કેમ નથી થતી? 

વગર વિચાર્યે કરેલા આયોજનોમાં પણ કરોડોનો વેડફાટ 

અમદાવાદના ઘાટલોડિયા જેવા અનેક વિસ્તારમાં શાકની લારીઓને કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી. એટલે તંત્રએ કરોડોના ખર્ચે વેજિટેબલ માર્કેટ ઊભું કરી દીધું, પરંતુ આ માર્કેટમાં કાગડા ઉડી રહ્યા છે. એકેય શાકની લારીવાળા તેનો ઉપયોગ કરતા નથી અને લોકો રોજ સવારે આવીને ત્યાં ચણ નાખી જાય છે. આવા તો રાજ્યના અનેક જિલ્લામાં અમલી અનેક યોજના માટે આવા દાખલા આપી શકાય. તો શું આ કરોડોનો ખર્ચ કરાયો તે પ્રજાના ટેક્સના નાણા નથી? યાદી ઘણી લાંબી છે. ત્યારે ચર્ચા એવી ચાલે છે છે કે, સરકાર કેમ ‘દીવા તળે અંધારા’ જેવી વાત કરે છે? પહેલા પોતે પોતાના ખોટા ખર્ચ બંધ કરે, પછી સલાહ આપે.

આ પણ વાંચો : રાજ્યની મહત્ત્વની ચાર હૉસ્પિટલમાં 5,056 જગ્યા ખાલી, ભરતી અંગેનો સરકારનો જવાબ હાસ્યાસ્પદ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

BPCLએ મૂલ્યવર્ધિત બિટ્યુમેન પોર્ટફોલિયો વિસ્તરણ માટે શેલ અને ટીકી ટાર સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી
GUJARAT

BPCLએ મૂલ્યવર્ધિત બિટ્યુમેન પોર્ટફોલિયો વિસ્તરણ માટે શેલ અને ટીકી ટાર સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી

June 29, 2026
ભાવનગર મંડળના ચાર કર્મચારીઓને ડીઆરએમ સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા સતર્કતા, ફરજનિષ્ઠા અન…
GUJARAT

ભાવનગર મંડળના ચાર કર્મચારીઓને ડીઆરએમ સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા સતર્કતા, ફરજનિષ્ઠા અન…

June 29, 2026
AAP દ્વારા કિસાન સેલ પ્રદેશ પ્રમુખ પદે પ્રવિણ રામની નિમણુક
GUJARAT

AAP દ્વારા કિસાન સેલ પ્રદેશ પ્રમુખ પદે પ્રવિણ રામની નિમણુક

June 29, 2026
Next Post
ચારધામ યાત્રા 2025 માટે આજથી ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ, જાણો નવા નિયમો | char dham yatra 2025 online re…

ચારધામ યાત્રા 2025 માટે આજથી ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ, જાણો નવા નિયમો | char dham yatra 2025 online re...

સાબરમતી ડબલ મર્ડર કેસ: 15 વર્ષથી ફરાર આરોપીઓને પકડવા પોલીસ બની દૂધવાળા-મજૂર | Ahmedabad Crime Branch…

સાબરમતી ડબલ મર્ડર કેસ: 15 વર્ષથી ફરાર આરોપીઓને પકડવા પોલીસ બની દૂધવાળા-મજૂર | Ahmedabad Crime Branch...

પાકિસ્તાન-ચીન સહિત 12 દેશની જેલોમાં 10,152 ભારતીય કેદ, 49 ફાંસીની રાહમાં, જુઓ ડેટા | 10152 Indians E…

પાકિસ્તાન-ચીન સહિત 12 દેશની જેલોમાં 10,152 ભારતીય કેદ, 49 ફાંસીની રાહમાં, જુઓ ડેટા | 10152 Indians E...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હીના CM પર હુમલા મામલે મોટી કાર્યવાહી, આરોપી વિરુદ્ધ હત્યાના પ્રયાસ સહિતની 3 કલમો હેઠળ FIR | FIR…

દિલ્હીના CM પર હુમલા મામલે મોટી કાર્યવાહી, આરોપી વિરુદ્ધ હત્યાના પ્રયાસ સહિતની 3 કલમો હેઠળ FIR | FIR…

10 months ago
LPG ગેસ સિલિન્ડર માટે આધાર કાર્ડ KYC કરાવવું પડશે? કેન્દ્રએ કરી સ્પષ્ટતા | Central Govt Clarifies On…

LPG ગેસ સિલિન્ડર માટે આધાર કાર્ડ KYC કરાવવું પડશે? કેન્દ્રએ કરી સ્પષ્ટતા | Central Govt Clarifies On…

3 months ago
આંચકા બાદ સેન્સેક્સ 322 પોઈન્ટ ઘટીને 76295 | Sensex falls 322 points to 76295 after shock

આંચકા બાદ સેન્સેક્સ 322 પોઈન્ટ ઘટીને 76295 | Sensex falls 322 points to 76295 after shock

1 year ago
કયા કપડાં પહેરું?’ યુવાનો સામાન્ય નિર્ણયો માટે પણ AI પર નિર્ભર, મનોચિકિત્સકોએ વ્યક્ત કરી ચિંતા | Psy…

કયા કપડાં પહેરું?’ યુવાનો સામાન્ય નિર્ણયો માટે પણ AI પર નિર્ભર, મનોચિકિત્સકોએ વ્યક્ત કરી ચિંતા | Psy…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News