gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

આંધી સાથે હિમવર્ષા : કાશ્મીર અને હિમાચલ પર સફેદ ચાદર પથરાઈ | Snowfall with thunderstorm: Kashmir and…

G METRO NEWS by G METRO NEWS
January 24, 2026
in INDIA
0 0
0
આંધી સાથે હિમવર્ષા : કાશ્મીર અને હિમાચલ પર સફેદ ચાદર પથરાઈ | Snowfall with thunderstorm: Kashmir and…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– શ્રીનગરમાં તમામ ફ્લાઈટો રદ, પ્રવાસીઓ રઝળી પડયા

– જમ્મુમાં 100થી વધુ પ્રવાસી ફસાયા, વૃક્ષો, થાંભલા, વીજળીના તાર પડી જતા વીજળી ગુલ : વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વાતાવરણ પલટાયું

– જમ્મુ-કાશ્મીરના છ જિલ્લામાં હિમપ્રપાતની હવામાન વિભાગની ચેતવણી, ઉત્તરાખંડમાં ઓરેન્જ એલર્ટ

નવી દિલ્હી : જમ્મુમાં શુક્રવારે વિશ્વવિખ્યાત માતા વૈષ્ણોદેવી મંદિર સહિત ઊંચાણવાળા વિસ્તારોમાં મધ્યમથી ભારે હિમવર્ષા પડી હતી. આ સાથે વસંત પંચમીના દિવસે ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં વાતાવરણ બદલાયં  હતું. જમ્મુ-કાશ્મીરથી હિમાચલ પ્રદેશ સુધીના વિસ્તારોમાં આંધી-તોફાન સાથે ભારે હિમવર્ષાના કારણે જનજીવન ખોરવાયું હતું. ખરાબ વાતાવરણના કારણે હવાઈ અને રેલવે સેવાઓ પણ ખોરવાઈ હતી. પૂંચમાં ૧૦૦થી વધુ પ્રવાસીઓ ફસાયા હતા. જમ્મુ-કાશ્મીરમાં બધી જ ફ્લાઈટ રદ કરી દેવાઈ હતી જ્યારે શિમલામાં સ્કૂલોમાં રજા જાહેર કરી દેવાઈ હતી. જોકે, પર્વતીય વિસ્તારોમાં બરફની સફેદ ચાદર છવાતા પ્રવાસીઓ ખુશખુશાલ થઈ ગયા હતા. 

ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાથી જમ્મુ-કાશ્મીરથી હિમાચલ પ્રદેશ સુધીના પર્વતીય વિસ્તારોમાં આંધી-તોફાન સાથે ભારે હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો, જેના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું. જમ્મુ-કાશ્મીરમાં તાપમાન શૂન્યથી નીચે ગયું હતું જ્યારે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના અનેક વિસ્તારોમાં તાપમાન શૂન્ય નજીક પહોંચી ગયું હતું. પૂંછમાં પ્રતિ કલાક ૮૦ અને અનંતનાગમાં પ્રતિ કલાક ૬૦ કિ.મી.ની ગતિએ પવન ફૂંકાયો હતો જ્યારે અન્ય વિસ્તારોમાં પણ ભારે પવન ફૂંકાતા વૃક્ષો, થાંભલા અને વીજળીના તાર પડી ગયા હતા. વાતાવરણમાં આવેલા અચાનક પરિવર્તનથી અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. હવામાનની સ્થિતિ જતાં પૂંછમાં ૨૮ જાન્યુઆરી સુધી સ્વાસ્થ્ય કર્મચારીઓની રજાઓ રદ કરી દેવાઈ છે. હવામાન વિભાગે જણાવ્યું કે, જમ્મુ-કાશ્મીરના લગભગ બધા જ ભાગોમાં વરસાદ અને હિમવર્ષા થયા છે. પૂંચ અને ઉધમપરુ જિલ્લાઓમાં બરફાચ્છાદિત વિસ્તારોમાં ૧૦૦થી વધુ પ્રવાસીઓ ફસાયા હતા જ્યારે મેદાની વિસ્તારોમાં મધ્યમ વરસાદના પગલે લગભગ બે મહિના કરતાં વધુ સમય સુધી ચાલેલો ડ્રાય સ્પેલ પૂરો થયો હતો. 

એક પોલીસ અધિકારીએ કહ્યું કે, પૂંચ જિલ્લાના મેન્ધાર વિસ્તારમાં તોતાગાલિમાં ૭૦ લોકો ફસાયા હતા. તેમને વિપરિત હવામાન છતાં બચાવી લેવાયા હતા. ભારે હિમવર્ષાના કારણે કૃષ્ણા ઘાટીમાં અન્ય ૩૦થી વધુ પ્રવાસીઓ ફસાયા હતા. હિમવર્ષના કારણે ભારત અને કાશ્મીર ખીણને જોડતો એકમાત્ર જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પણ બંધ કરી દેવાયો હતો, જેના પગલે હજારો વાહનો રસ્તામાં ફસાયા હતા. બીજીબાજુ કાશ્મીરમાં શુક્રવારે ભારે હિમવર્ષાના કારણે બધી જ ૨૦ ફ્લાઈટ રદ કરી દેવાઈ હતી, જેથી હવાઈ ટ્રાફિક ખોરવાયો હતો. હિમવર્ષાના પગેલ વિમાનો માટે રનવે અસલામત થઈ ગયો હતો.

હવામાન વિભાગે જમ્મુ-કાશ્મીરના છ જિલ્લામાં હિમપ્રપાતની ચેતવણી આપી હતી. આગામી ૨૪ કલાકમાં ગંદરબલ જિલ્લામાં ૨,૩૦૦ મીટરથી ઉપરના ઊંચાણવાળા વિસ્તારમાં હિમપ્રપાતનું જોખમ છે. ઉત્તરાખંડમાં પણ સિઝનની પહેલી હિમવર્ષા થઈ હતી. જોકે, હવામાન વિભાગે અનેક વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરી છે.

દરમિયાન જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલથી દિલ્હી સુધીના વિસ્તારોમાં પ્રવાસીઓમાં હિમવર્ષાથી ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. હિમાચલ પ્રદેશમાં શુક્રવારે આ સિઝનની પહેલી હિમવર્ષા થઈ હતી, જેથી ત્રણ મહિના લાંબા ડ્રાય સ્પેલનો અંત આવ્યો હતો અને હિલ સ્ટેશનો પર પ્રવાસીઓ ખુશીથી ઝુમી ઊઠયા હતા. હિમવર્ષાથી ખેડૂતો અને બાગાયતી પાકના ઉત્પાદકોને પણ રાહત થઈ હતી. જોકે, ભારે હિમવર્ષાના કારણે શીમલામાં સ્કૂલો બંધ કરવી પડી હતી. વાતાવરણ બદલાતા દિલ્હીમાં મધ્યમ વરસાદ પડયો હતો, જેને પગલે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા, જેથી ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્રીય કેબિનેટમાં ગુજરાતના આ હાઇવે અંગે મોટો નિર્ણય, શહેરો માટે રૂ. 1 લાખ કરોડની જાહેરાત | union …
INDIA

કેન્દ્રીય કેબિનેટમાં ગુજરાતના આ હાઇવે અંગે મોટો નિર્ણય, શહેરો માટે રૂ. 1 લાખ કરોડની જાહેરાત | union …

February 14, 2026
ઈન્દોરમાં MBA ભણતી વિદ્યાર્થિનીની હત્યા, નગ્ન હાલતમાં લાશ મળી, ફરાર આરોપી મુંબઈથી પકડાયો | indore cl…
INDIA

ઈન્દોરમાં MBA ભણતી વિદ્યાર્થિનીની હત્યા, નગ્ન હાલતમાં લાશ મળી, ફરાર આરોપી મુંબઈથી પકડાયો | indore cl…

February 14, 2026
બહેનનાં લગ્નમાંથી પરત ફરતા 5 મિત્રોને કાળ ભરખી ગયો, આખું ગામ હિબકે ચડ્યું | gohana accident 5 youths…
INDIA

બહેનનાં લગ્નમાંથી પરત ફરતા 5 મિત્રોને કાળ ભરખી ગયો, આખું ગામ હિબકે ચડ્યું | gohana accident 5 youths…

February 14, 2026
Next Post
સાંકડાસર નં.- 2 ના પાટિયા પાસે અકસ્માતમાં એકનું મોત | One killed in accident near Sankadarsar No 2

સાંકડાસર નં.- 2 ના પાટિયા પાસે અકસ્માતમાં એકનું મોત | One killed in accident near Sankadarsar No 2

લિક્વિડિટી ખેંચ અનુભવતા નાના જ્વેલર્સ | Small jewelers facing liquidity crunch

લિક્વિડિટી ખેંચ અનુભવતા નાના જ્વેલર્સ | Small jewelers facing liquidity crunch

બોલાદ ગામ નજીક પિકઅપની ટક્કરે બાઈક સવાર દંપતીમાંથી પતિનું મોત | Husband of a couple riding a bike di…

બોલાદ ગામ નજીક પિકઅપની ટક્કરે બાઈક સવાર દંપતીમાંથી પતિનું મોત | Husband of a couple riding a bike di...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બોયફ્રેન્ડ સામે જ યુવતી પર 3 નરાધમોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું, પોલીસે એન્કાઉન્ટર બાદ ધરપકડ કરી | Tam…

બોયફ્રેન્ડ સામે જ યુવતી પર 3 નરાધમોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું, પોલીસે એન્કાઉન્ટર બાદ ધરપકડ કરી | Tam…

3 months ago
કાર વેચાણના 3 લાખ આંગડિયા પેઢીમાં ટ્રાન્સફર કરાવી છેતરપિંડી | Fraud by transferring Rs 3 lakh of car…

કાર વેચાણના 3 લાખ આંગડિયા પેઢીમાં ટ્રાન્સફર કરાવી છેતરપિંડી | Fraud by transferring Rs 3 lakh of car…

4 months ago
વડોદરામાં ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ ઇફેક્ટ : ઠગાઈ કરવા ધુતારા એક્શનમાં, બુકિંગ માટે કોઈ બોગસ લિંકથી ચેત…

વડોદરામાં ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ ઇફેક્ટ : ઠગાઈ કરવા ધુતારા એક્શનમાં, બુકિંગ માટે કોઈ બોગસ લિંકથી ચેત…

2 months ago
ફંડોની ફરી તેજી : સેન્સેક્સ 410 પોઈન્ટ ઉછળીને 81507 | Funds rally again: Sensex jumps 410 points to …

ફંડોની ફરી તેજી : સેન્સેક્સ 410 પોઈન્ટ ઉછળીને 81507 | Funds rally again: Sensex jumps 410 points to …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News