![]()
– આધેડ નારી ગામથી ઈકો કારમાં સવાર થયા હતા
– આધેડ પાસેથી 5 ઈસમે રોકડ રકમ અને મોબાઈલ મળી રૂા. 70 હજાર લૂંટી લીધા
ભાવનગર : મૂળ નારી ગામના વતની અને હાલ નાસિક ખાતે રહેતા આધેડ પિતાના મૃત્યુનો કારણ જ પૂર્ણ કરી પોતાના ગામ નાસિક ઇકો કારમાં બેસીને જતા હતા તે દરમિયાન કારમાં સવાર પાંચ ઈસમે છરી બતાવી રોકડા રૂપિયા અને મોબાઈલ મળી રૂ.૭૦ હજારની લૂંટ ચલાવી કાર લઈને હતા.
મૂળ નારી ગામના વતની અને હાલ નાસિક ખાતે રહેતા ભનુભાઈ જાદવભાઈ સોલંકીના પુત્ર પ્રકાશભાઈ ,રોહિતભાઈ,મનીષભાઈ અને ઘરના સભ્યો પિતાનું મૃત્યુ થતા લૌકિક કામ અર્થે મોટાભાઈ મનજીભાઈ જાદવભાઈ સોલંકી ના ઘરે નારી ગામે આવ્યા હતા.બન્ને પુત્ર પરિવાર સાથે અગાઉ નાસિક જતા રહ્યા હતા.દરમિયાનમાં ભનુભાઈ જાદવભાઈ સોલંકી નારી ગામથી પોતાને ગામ નારી ગામથી એક ઈકો કારમાં સવાર થયા હતા.અને કારમાં પહેલેથીજ પાંચ ઇસમો બેઠા હતા.કારમાં બેસેલ પાંચ ઈસમોએ ગુન્હાહીત કાવતરૂ રચી ડ્રાઈવરની બાજુમા બેઠેલ ઈસમે ભનુભાઈને સુરત સુધી લઈ જવાનુ જણાવી તેની પાછળની શીટમા બેસાડી બેસાડયા હતા.દરમિયાનમાં આંબળી ગામ નજીક આવેલ સર્કલ પાસે પહોંચતા ભનુભાઈની આજુબાજુ બેઠેલ બંન્ને ઇસમોએ છરી બતાવી જે હોય તે કાઢી દે નહીતર છરી મારવામાં વાર લાગશે નહી તેમ કહી મારા પેન્ટના ખીસ્સામા રહેલ રોકડ રૂ.૬૦,૦૦૦ તેમજ મોબાઈલ ફોન કિ.રૂ.૧૦,૦૦૦ મળી કુલ કી.રૂ.૭૦,૦૦૦ ની લુંટ ચલાવી જાનથી મારી નાખવાની ધમકી આપી ભાનુભાઈને ત્યાજ ઉતારી નાસી છૂટયા હતા.આ બનાવ સંદર્ભે ભનુભાઈએ અજાણ્યા ઇસમો વિરૂધ્ધ ધોલેરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ભાગમાં આવેલી રોકડ રકમ લઈ આધેડ નાસિક જતા હતા
ભનુભાઈના પિતાના મૃત્યુ થયા બાદ પિતાનું ઘરેણું હોય વેચીને ભાઈઓ વચ્ચે ભાગ પડયા હતા અને ભનુભાઈના ભાગમાં રૂ.૬૦ હજાર આવ્યા હતા.અને ભનુભાઈ રોકડ રકમ લઈને નાસિક જવા માટે રવાના થયા હતા.










