gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આગળ ઉનાળો આકરો છે, પાણી સાચવીને વાપરજો, ગરમીના આરંભે અમદાવાદમાં પાણીની માંગમાં ધરખમ વધારો | Summer i…

G METRO NEWS by G METRO NEWS
March 18, 2026
in GUJARAT
0 0
0
આગળ ઉનાળો આકરો છે, પાણી સાચવીને વાપરજો, ગરમીના આરંભે અમદાવાદમાં પાણીની માંગમાં ધરખમ વધારો | Summer i…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,મંગળવાર,17
માર્ચ,2026

અમદાવાદમાં ગરમીના આરંભે જ પાણીની માંગમાં ધરખમ વધારો થવા
પામ્યો છે.માથા દીઠ ૨૦૦ લીટરથી પણ વધુ પાણી વાપરનારા દરેક નાગરિકે પાણી સાચવીને
વાપરવુ પડશે.કેમકે આગળ આકરો ઉનાળો છે. ફેબુ્આરી મહિનામા શહેરના ૪૮ વોર્ડમાં
૧૭૫૨.૫૧ મિલીયન લીટર પાણી સપ્લાય આપવામા આવ્યો હતો
.જેની તુલનામા માર્ચ મહિનાના મધ્યભાગ સુધીમાં ૧૭૯૬.૦૫ મિલીયન
લીટર પાણી રહેણાંક અને કોમર્શિયલ સહિતની તમામ મિલકતોને કોર્પોરેશન દ્વારા પુરુ
પડાયુ છે.અંદાજે ૪૪ એમ.એલ.ડી.પાણીનો વપરાશ વધે એ પણ ગરમીની શરુઆતમા એ વધુ હોવાનુ
આધારભૂતસૂત્રો તરફથી જાણવા મળ્યુ છે.

અમદાવાદને કોતરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઉપરાંત જાસપુર
અને રાસ્કા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ મારફત ૨૩૫ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન સુધી
દૈનિક ૧૭૯૬.૦૫ એમ.એલ.ડી.પાણી પુરુ પાડવામા આવી રહયુ છે.પાણી સપ્લાય માટે નિયત
કરેલી મર્યાદા મુજબ માથાદીઠ દૈનિક ૧૫૦ લીટર પાણી આપવાનુ હોય છે. આમ છતાં શહેરના
નદીપારના કેટલાક વિસ્તારોમાં તો માથાદીઠ ૨૦૦ લીટરથી પણ વધુ પાણી વાપરવામા આવે
છે.કોર્પોરેશન તરફથી રોજ જે પાણી સપ્લાય આપવામા આવે છે.તેમાં પાણીના કલોરીનેશન અને
પ્યુરીફિકેશન સહિતની પ્રક્રીયા કરી ૨૩૫ 
વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન સુધી પાણી પહોંચાડવાનો વાર્ષિક રુપિયા ૭૨૫
કરોડનો ખર્ચ છે.જેની સામે શહેરમાં ૧૯ લાખથી વધુ રહેણાંક મિલકત તથા ૬.૫૩ લાખ
કોમર્શિયલ મિલકતમાંથી વાર્ષિક રુપિયા ૨૬૪.૭૯ કરોડની વોટર ટેકસની આવક છે.કોર્પોરેશન
તરફથી રોજ આપવામા આવતા પાણી સપ્લાયની સામે થતા પાણીના વેડફાટને રોકવા પાંચ વર્ષમાં
ભાજપના ખાડિયાના એક માત્ર કોર્પોરેટર પંકજ બી ભટ્ટે પ્રયાસ કર્યા હતા. આ સિવાય
ભાજપના ૧૫૯
, કોંગ્રેસના
૨૩
, એમ.આઈ.એમ.ના
૭ અને એક અપક્ષ કોર્પોરેટરે સતત પાંચ વર્ષ કયારેય પાણી બચાવવા પ્રયાસ કર્યા નથી.

મધ્યઝોન પાસે સ્ટોરેજની વ્યવસ્થાનો અભાવ

શહેરના સાત ઝોન પૈકી મધ્યઝોન એક એવો ઝોન છે કે  જયાં મોટાભાગે પોળો અને ચાલી વિસ્તાર વધુ
પ્રમાણમા આવેલો છે. પાણીની કટોકટી સર્જાય એવા સંજોગોમા સૌથી વધુ પાણીની તકલીફ
મધ્યઝોનમા પડે કેમકે આ ઝોનમા પાણી સ્ટોરેજની કોઈ વ્યવસ્થા નથી. અન્ય ઝોનમાં કદાચ
પાણી ના આવે તો એક કે બે દિવસ ચાલે એટલા પાણીનો સંગ્રહ કરી શકાય એવી અંડરગ્રાઉન્ડ
કે ઓવરહેડ પાણીની ટાંકીની વ્યવસ્થા છે.

અમદાવાદમાં ઝોન દીઠ પાણી સપ્લાય કયાં-કેટલી માંગ વધી?

ઝોન    ૧૨ ફેબુ્(એમએલડી)    ૧૨ માર્ચ(એમએલડી)

દક્ષિણ  ૨૮૯.૦૬               ૨૯૨.૭૬

ઉત્તર   ૨૫૯.૮૦               ૨૭૦.૭૦

ઉ.પ.   ૨૫૫.૧૨               ૨૫૭.૧૨

મધ્ય   ૧૬૬.૩૨               ૧૭૨.૩૬

દ.પ.   ૧૨૫.૭૭               ૧૨૯.૨૫

પશ્ચિમ  ૩૩૯.૨૮               ૩૪૨.૧૨

પૂર્વ    ૩૧૭.૧૬               ૩૩૧.૭૪

કુલ     ૧૭૫૨.૫૧             ૧૭૯૬.૦૫

વોટર મીટર લગાવવાથી ૫૦ ટકા સુધી વપરાશ ઘટી શકે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૧૪ વર્ષ પહેલા જોધપુર
અને સ્ટેડિયમ આ બે વોર્ડમાં પાણી સપ્લાય માટે વોટર મીટર લગાવવામા આવ્યા હતા.પરંતુ
જે તે સમયે વોટર મીટર ચોરાઈ જવાથી લઈ અન્ય કેટલાક વિવાદ થતા  આખા શહેરમા પાણી માટે વોટર મીટર લગાવવાનુ આયોજન
પડતુ મુકવુ પડયુ હતુ. વોટર મીટર લગાવાથી ૫૦ ટકા સુધી પાણીનો વપરાશ ઘટી શકે અને
કોર્પોરેશનની નવી ટર્મમા પાણી બચાવવા માટે વોટર મીટર લગાવવાની દરખાસ્ત ફરીથી
લાવવામા આવે એવી પ્રબળ સંભાવના વ્યકત કરવામા આવી છે.

શહેરમાં ઝોન અને માથા દીઠ 
દૈનિક પાણી વપરાશ કેટલો
?

ઝોન    વોટર સ્ટેશન   વપરાશ(લીટરમાં)    

મધ્ય   ૧૯                     ૨૨૦

પશ્ચિમ  ૪૨                     ૨૭૦

ઉત્તર   ૩૨                     ૨૧૩

દ.પ.   ૨૫                     ૨૧૭

ઉ.પ.   ૩૨                     ૩૦૯

દક્ષિણ  ૪૫                     ૨૩૩

પૂર્વ    ૪૦                     ૨૩૮

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગિરનાર પર પૂર્વ મહંતના અનુયાયીઓ દ્વારા જ દારૂ-નોનવેજની પાર્ટી કરાઈ હતી, 3 FIR દાખલ | Girnar Ambaji T…
GUJARAT

ગિરનાર પર પૂર્વ મહંતના અનુયાયીઓ દ્વારા જ દારૂ-નોનવેજની પાર્ટી કરાઈ હતી, 3 FIR દાખલ | Girnar Ambaji T…

March 18, 2026
અમદાવાદના સરખેજમાં એક જ સમાજના બે જૂથ વચ્ચે અથડામણ, એકનું મોત, 3 લોકો ઈજાગ્રસ્ત | Sarkhej Group Clas…
GUJARAT

અમદાવાદના સરખેજમાં એક જ સમાજના બે જૂથ વચ્ચે અથડામણ, એકનું મોત, 3 લોકો ઈજાગ્રસ્ત | Sarkhej Group Clas…

March 18, 2026
ત્યકતા પર સામૂહિક દુષ્કર્મ અંગે બે વૃધ્ધ સહિત છ શખ્સની ધરપકડ | Six people including two elderly arre…
GUJARAT

ત્યકતા પર સામૂહિક દુષ્કર્મ અંગે બે વૃધ્ધ સહિત છ શખ્સની ધરપકડ | Six people including two elderly arre…

March 18, 2026
Next Post
તાલાલાના ગુંદરણ ગામે નકલી દૂધ બનાવતી ફેક્ટરી ઝડપાઈ | Fake milk factory busted in Gundaran village of…

તાલાલાના ગુંદરણ ગામે નકલી દૂધ બનાવતી ફેક્ટરી ઝડપાઈ | Fake milk factory busted in Gundaran village of...

પૂર્વ મહંતના ૬ અનુયાયીઓએ જ ગિરનાર પર જામ ભર્યા’તા, 2 FIR | Only 6 followers of former Mahant blocked…

પૂર્વ મહંતના ૬ અનુયાયીઓએ જ ગિરનાર પર જામ ભર્યા'તા, 2 FIR | Only 6 followers of former Mahant blocked...

ભાણ ખોખરીના પાટિયા પાસે પીકઅપવાન અને કાર અથડાતાં યુવાનનું મોત, બે ઘાયલ | A young man died two injure…

ભાણ ખોખરીના પાટિયા પાસે પીકઅપવાન અને કાર અથડાતાં યુવાનનું મોત, બે ઘાયલ | A young man died two injure...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાંકરદા ગામના ખેતરમાંથી 9.40 લાખનો દારૃ ભરેલી કાર સાથે યુવક પકડાયો,કાર મૂકી જનાર મિત્ર વોન્ટેડ | pol…

સાંકરદા ગામના ખેતરમાંથી 9.40 લાખનો દારૃ ભરેલી કાર સાથે યુવક પકડાયો,કાર મૂકી જનાર મિત્ર વોન્ટેડ | pol…

4 months ago
તારાપુરના ગલિયાણા ગામે બોગસ ડૉક્ટર ઝડપાયો | Fake doctor caught in Galiana village of Tarapur

તારાપુરના ગલિયાણા ગામે બોગસ ડૉક્ટર ઝડપાયો | Fake doctor caught in Galiana village of Tarapur

4 months ago
‘PM ઈઝ કોમ્પ્રોમાઇઝ્ડ…’ અમેરિકા સાથેની ટ્રેડ ડીલ મુદ્દે ગુજરાત વિધાનસભા બહાર કોંગ્રેસનો હલ્લાબોલ |…

‘PM ઈઝ કોમ્પ્રોમાઇઝ્ડ…’ અમેરિકા સાથેની ટ્રેડ ડીલ મુદ્દે ગુજરાત વિધાનસભા બહાર કોંગ્રેસનો હલ્લાબોલ |…

3 weeks ago
વાયદા બજારમાં ઉથલ-પાથલ, ચાંદી ઓલ ટાઈમ હાઈથી 1.44 લાખ સસ્તી, સોનું પણ તૂટ્યું | gold silver price plu…

વાયદા બજારમાં ઉથલ-પાથલ, ચાંદી ઓલ ટાઈમ હાઈથી 1.44 લાખ સસ્તી, સોનું પણ તૂટ્યું | gold silver price plu…

7 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News