
Indian Railway news : હોલિવૂડની ફિલ્મ ટર્મિનેટર આવી હતી. તેમા હીરો મસલમેન હીરો આર્નોલ્ડ શ્વાર્ઝનેગર ટ્રકના ડ્રાઇવરને કહે છે કે હવે ટ્રક હું ચલાવીશ. બસ આવા જ દ્રશ્યનું સર્જન મધ્યપ્રદેશના ગ્વાલિયર સ્ટેશનમાં થયું હતું. તેમા સ્ટેશન પર ઊભેલી ટ્રેનના એન્જિનમાં કોઈ સુનકી ઘૂસી ગયો હતો અને જાહેરાત કરી દીધી હતી કે હવે આ ટ્રેન તારો ભાઈ ચલાવશે.
મધ્યપ્રદેશના ગ્વાલિયર રેલ્વે સ્ટેશન પર બનેલી ઘટનાએ બધાને આશ્ચર્યચકિત કરી દીધા અને કર્મચારીઓને હેરાનપરેશન કરી નાખ્યા.










