![]()
– 45 હજારથી વધુની મત્તા જપ્ત
– જીટોડિયા ગામના ખેતરમાં અને સારોલના કૃષ્ણનગર વિસ્તારમાં ખૂલ્લામાં જુગાર રમાતો હતો
આણંદ : આણંદના જીટોડિયા ગામે ખેતરમાંથી ૧૦ અને બોરસદના સારોલ ગામમાંથી ૮ જુગારીઓને આણંદ એલસીબી પોલીસે ઝડપી પાડયા હતા. બંને દરોડામાં ૪૫ હજારથી વધુની રોકડ જપ્ત કરી ૧૮ જુગારીઓ વિરૂદ્ધ ગુનો દાખલ કરાયો હતો.
આણંદ પાસેના જીટોડિયા ગામના અવની બંગ્લોઝ નજીક આવેલા ખેતરમાં આણંદ એલસીબી પોલીસે છાપો મારીને જુગાર રમી રહેલા જયેશભાઈ વિઠ્ઠલભાઈ ઠાકોર રહે. જીટોડીયા, કનુભાઈ હાથીભાઈ ઠાકોર રહે. સુરકુવા, જગદીશભાઈ જશભાઈ પટેલ રહે. ચાવડાપુરા, ધર્મેશભાઈ રૂપસિંગ સરગરા રહે. બાકરોલ, રમેશભાઈ ગણેશભાઈ સરગરા રહે. લાવેલ, મેહુલભાઈ પ્રમોદભાઈ બારોટ રહે. આણંદ, મિતુલકુમાર રમણભાઈ પટેલ રહે. આશી, અમિતભાઈ કરસનભાઈ રબારી રહે. આશી, કૃણાલકુમાર દિપસિંગભાઈ ઠાકોર રહે. સુરકુવા અને રસિકભાઈ રમણભાઈ ડાભી રહે. આશીને રૂપિયા ૨૭,૬૦૦ સાથે ઝડપી પાડયા હતા. તમામને આણંદ ગ્રામ્ય પોલીસના હવાલે કર્યા હતા.
બીજા બનાવમાં બોરસદ તાલુકાના સારોલ ગામના કૃષ્ણનગર વિસ્તારમાં એલસીબી પોલીસે છાપો મારી જુગાર રમતા અર્જુનભાઈ જયંતીભાઈ જાદવ રહે. અમદાવાદ, રાજેશભાઈ રમણભાઈ જાદવ, લાલજીભાઈ રામસિંગ જાદવ, જગદીશભાઈ પુનમભાઈ જાદવ, અર્જુનભાઈ રાવજીભાઈ જાદવ, સોમાભાઈ મેલાભાઈ જાદવ, લાલજીભાઈ ખુમાનસિંહ જાદવ અને રાવજીભાઈ ચંદ્રસિંહ જાદવ તમામ રહે. સારોલવાળાને રોકડા ૧૭,૮૦૦ સાથે ઝડપી ગુનો દાખલ કરાયો હતો.










