gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘આદિત્ય પટેલ’ બનીને યુવતીઓને ફસાવનાર કરીમ સામે વધુ એક ફરિયાદ: લગ્નના બહાને દુષ્કર્મ આચરી માંગી હતી ખ…

G METRO NEWS by G METRO NEWS
June 17, 2026
in GUJARAT
0 0
0
‘આદિત્ય પટેલ’ બનીને યુવતીઓને ફસાવનાર કરીમ સામે વધુ એક ફરિયાદ: લગ્નના બહાને દુષ્કર્મ આચરી માંગી હતી ખ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Karim Sipai Matrimonial Fraud Case: કડીમાં રહેતા કરીમ સિપાઇએ મેટ્રિમોનિયલ સાઇટ પર ‘આદિત્ય પટેલ’ નામે નકલી પ્રોફાઇલ બનાવી અનેક મહિલાઓને ફસાવી છે. ત્યારે આજે બુધવારે વધુ એક યુવતીએ કરીમ સામે અમદાવાદ મહિલા ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પીડિતાની ઓળખ છુપાવવા અને સુરક્ષિત રાખવા માટે FIRને ‘સંવેદનશીલ’ રાખવામાં આવી છે. ભોગ બનનાર બીજી મહિલાને પણ મેટ્રિમોનિયલ સાઇટ પર ખોટી ઓળખ આપી શિકાર બનાવવામાં આવી છે. જેમાં કરીમે પોતે બિઝનેસમેન હોવાનું કહી લગ્નના ખોટા વાયદા આપી પ્રેમજાળમાં ફસાવ્યા બાદ દુષ્કર્મ આચર્યું હતું બાદમાં ખંડણી માંગી હતી. ફરિયાદના આધારે પોલીસે ગંભીર કલમો લગાવીને તપાસ હાથ ધરી છે.

100થી વધુ મહિલાઓ અને યુવતીઓને ફસાવી હોવાની શંકા

ઉલ્લેખનીય છે કે પોલીસને આશંકા છે કે આરોપી કરીમ આ વીડિયો એડલ્ટ વેબસાઇટોને ઊંચી કિંમતે વેચતો હતો. પ્રાથમિક તપાસમાં તેણે 100થી વધુ મહિલાઓ અને યુવતીઓને ફસાવી હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. પોલીસે આ કેસમાં તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ હાથ ધરી છે, જેમાં આગામી દિવસોમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે.

ખાસ કામ-ધંધો ન હોવા છતાં કરીમ મેટ્રિમોનિયલ એપ પર વ્યસ્ત રહેતો

કડીના સરઘાતાની ઘાટીમાં રહેતા કરીમ સિપાઇએ ‘જીવનસાથી મેટ્રિમોનિયલ’ સાઇટ પર આદિત્ય પટેલના નામે પ્રોફાઇલ બનાવી હતી. તેમાં તેણે ભોગ બનનાર પ્રથમ મહિલાને પોતાની ઓળખ પ્લાસ્ટિક મટીરિયલ્સના મોટા વેપારી તરીકે આપી હતી. આ નકલી ઓળખ દ્વારા તેણે વિધવા અને ત્યક્તા (છૂટાછેડા થયેલી યુવતી) મહિલાઓ સાથે સંબંધો કેળવ્યા હતા. લગ્નનું બહાનું આપીને તે મહિલાઓ સાથે આપત્તિજનક સ્થિતિમાં વીડિયો કોલ કરતો અને તેનું સ્ક્રીન રેકોર્ડિંગ કરી લેતો હતો.

મહિલાઓના આપત્તિજનક રેકોર્ડેડ વીડિયો કોલ મળ્યા

પોલીસને કરીમના મોબાઇલ ફોનમાંથી 8,000થી વધુ ફોટો અને વીડિયો મળી આવ્યા છે. જેમાં 8 જેટલી મહિલાઓના નામના અલગ ફોલ્ડર હતા, જેમાં તે મહિલાઓના આપત્તિજનક રેકોર્ડેડ વીડિયો કોલ રાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત, તેણે પૂર્વઆયોજિત કાવતરાના ભાગરૂપે આદિત્ય પટેલના નામના નકલી દસ્તાવેજો અને તેની પત્નીના મરણનું ખોટું સર્ટિફિકેટ પણ બનાવડાવ્યું હતું.

મહિલા ક્રાઇમ બ્રાન્ચે શું કહ્યું?

આ કેસની તપાસ કરી રહેલા મહિલા ક્રાઇમ બ્રાન્ચના ACPએ જણાવ્યું કે, કરીમ સિપાઇએ નકલી પ્રોફાઇલ દ્વારા અનેક મહિલાઓને છેતરી હોવાની આશંકા છે. આથી ‘જીવનસાથી મેટ્રિમોનિયલ’ પાસેથી કરીમની પ્રોફાઇલની વિગતો મંગાવવામાં આવી છે, જેથી જાણી શકાય કે તેણે કઈ-કઈ મહિલાઓ કે યુવતીઓ સાથે વાતચીત કરી હતી. આ ઉપરાંત આરોપીની કોલ ડિટેઇલ્સ (CDR) અને સોશિયલ મીડિયા પર થયેલી વાતચીત તેમજ ચેટ હિસ્ટ્રી રિકવર કરવામાં આવશે. મોબાઈલમાંથી મળી આવેલા વાંધાજનક વીડિયો કોલના સ્ક્રીન રેકોર્ડિંગ્સ તે એડલ્ટ વેબસાઇટ્સ પર વેચતો હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી. આ એક મોટું કૌભાંડ હોવાની આશંકાને પગલે પોલીસ તમામ દિશાઓમાં તપાસ કરી રહી છે. તેના મોબાઇલ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મના ડેટા એનાલિસિસ કરવાની સાથે તેના બેંક એકાઉન્ટની વિગતો પણ ચકાસવામાં આવી રહી છે.

20 નહીં પરંતુ 100 જેટલી યુવતીઓ અને મહિલાઓને ટાર્ગેટ કરી

કરીમ સિપાઇ કોઈ ખાસ કામ-ધંધો કરતો ન હતો અને છેલ્લા થોડા મહિનાઓથી છત્રાલની એક ફેક્ટરીમાં કામ કરતો હતો, જ્યાં તેની આવક ખૂબ મર્યાદિત હતી. છતાં તેના વૈભવી ખર્ચ જોતાં, તે મહિલાઓ પાસેથી નાણાં પડાવતો હોવાની અથવા વાંધાજનક વીડિયો ઊંચી કિંમતે વેચવાનું કૌભાંડ ચલાવતો હોવાની પ્રબળ શક્યતા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે કરીમ સિપાઇએ 20 નહીં પરંતુ 100 જેટલી યુવતીઓ અને મહિલાઓને ટાર્ગેટ કરી હતી. પોલીસ હવે આ ડેટાના આધારે ભોગ બનનાર મહિલાઓનો સંપર્ક કરી રહી છે, જેથી આરોપી વિરુદ્ધ મજબૂત પુરાવા એકઠા કરીને અન્ય ગુના પણ નોંધી શકાય.

આરોપી કરીમ સિપાઈની ધરપકડ

14 જૂનના રોજ આરોપી કરીમ સિપાઈની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા આરોપી સામે છેતરપિંડીની કલમો ઉપરાંત સોશિયલ મીડિયા પર ખોટી ઓળખ ઊભી કરવા બદલ આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ફોનમાંથી મળેલા તમામ ડિજિટલ પુરાવા અને વીડિયોને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)માં મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે અને આ કેસમાં અન્ય કેટલી દીકરીઓ ભોગ બની છે તેની ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…
GUJARAT

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…

September 19, 2026
“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…
GUJARAT

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…

September 19, 2026
Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…
GUJARAT

Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…

September 19, 2026
Next Post
ગુજરાતમાં શિક્ષકોનું રાજ્યવ્યાપી આંદોલન: જૂની પેન્શન યોજના અને TET/TAT મુક્તિની ઉગ્ર માંગ સાથે ધરણા …

ગુજરાતમાં શિક્ષકોનું રાજ્યવ્યાપી આંદોલન: જૂની પેન્શન યોજના અને TET/TAT મુક્તિની ઉગ્ર માંગ સાથે ધરણા ...

ખેડૂત આંદોલન મુદ્દે રાજકારણ: ટ્રેક્ટર રેલીમાં AAPએ છેલ્લી ઘડીએ જોડાઈને રાજકીય સ્ટંટ કર્યાનો કોંગ્રેસ…

ખેડૂત આંદોલન મુદ્દે રાજકારણ: ટ્રેક્ટર રેલીમાં AAPએ છેલ્લી ઘડીએ જોડાઈને રાજકીય સ્ટંટ કર્યાનો કોંગ્રેસ...

‘ભારત પર હુમલો થશે તો અમે યુદ્ધમાં કુદી જઈશું’ G7 સમિટમાં PM મોદીની સામે ટ્રમ્પનું નિવેદન | PM Modi …

‘ભારત પર હુમલો થશે તો અમે યુદ્ધમાં કુદી જઈશું’ G7 સમિટમાં PM મોદીની સામે ટ્રમ્પનું નિવેદન | PM Modi ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આંધ્રપ્રદેશ : રમતા રમતાં કારમાં ઘૂસ્યાં બાળકો, દરવાજો લૉક થતાં ચારેયના ગૂંગળામણથી મોત | Children in …

આંધ્રપ્રદેશ : રમતા રમતાં કારમાં ઘૂસ્યાં બાળકો, દરવાજો લૉક થતાં ચારેયના ગૂંગળામણથી મોત | Children in …

1 year ago
મહેસાણા: હાઈવે પર ખાનગી બસ રોંગ સાઈડમાં ટ્રક સાથે અથડાતા 2નાં મોત, 13 મુસાફરો ઈજાગ્રસ્ત | Mehsana Hi…

મહેસાણા: હાઈવે પર ખાનગી બસ રોંગ સાઈડમાં ટ્રક સાથે અથડાતા 2નાં મોત, 13 મુસાફરો ઈજાગ્રસ્ત | Mehsana Hi…

4 months ago
રાજુલા પાસે ગમખ્વાર અકસ્માત, રોડ પર ઊભેલા બોલેરો સાથે બાઈક અથડાતાં બેના મોત | accident On Bhavnagar …

રાજુલા પાસે ગમખ્વાર અકસ્માત, રોડ પર ઊભેલા બોલેરો સાથે બાઈક અથડાતાં બેના મોત | accident On Bhavnagar …

1 year ago
છેલ્લા 350 વર્ષથી ખુલ્લા પગે અવિરત અતૂટ શ્રદ્ધા સાથે ચાલતા સંઘની પરંપરા આજે પણ યથાવત

છેલ્લા 350 વર્ષથી ખુલ્લા પગે અવિરત અતૂટ શ્રદ્ધા સાથે ચાલતા સંઘની પરંપરા આજે પણ યથાવત

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News