gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શનમાં ‘ઓપરેશન હેલ્થ’ અંતર્ગત ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ર…

G METRO NEWS by G METRO NEWS
November 26, 2026
in GUJARAT
0 0
0
આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શનમાં ‘ઓપરેશન હેલ્થ’ અંતર્ગત ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ર…
0
VIEWS
Share on FacebookShare on Twitter

રાજ્યની ૬૯૧ મુખ્ય હાઈવે હોટેલોમાં તપાસ: ગંદકી અને અનહાઈજીનિક ફૂડ બદલ ૧૭૫ હોટેલોને નોટિસ;  આરોગ્ય મંત્રીશ્રી

રાજ્યમાં આઈસ્ક્રીમના નામે ફ્રોઝન ડેઝર્ટ વેચનારાઓ સામે આરોગ્ય મંત્રીશ્રીની લાલ આંખ

રાજ્યમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બનશે તો હોટેલ સંચાલકની સીધી જવાબદારી રહેશે :- આરોગ્ય મંત્રીશ્રી

રાજ્યના નાગરિકોને શુદ્ધ અને આરોગ્યપ્રદ ખોરાક મળી રહે તે માટે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગના ફૂડ એન્ડ ડ્રગ્સ તંત્ર દ્વારા ‘ઓપરેશન હેલ્થ’ હેઠળ રાજ્યવ્યાપી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ વિશેષ અભિયાન અંતર્ગત આઈસ્ક્રીમ-ફ્રોઝન ડેઝર્ટના એકમો તથા મુખ્ય હાઈવે હોટેલો મળીને રાજ્યભરમાં કુલ ૧,૪૭૭ સ્થળોએ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટની કામગીરી ઝુંબેશ અંગે વધુ માહિતી આપતા આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટની તપાસ હેઠળના કુલ ૭૮૬ એકમો પૈકી ૫૯૦ એકમોમાં માત્ર આઈસ્ક્રીમ, ૩૨ એકમોમાં ફક્ત ફ્રોઝન ડેઝર્ટ અને ૧૬૪ એકમોમાં બંનેનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું હતું.

આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાના નિર્દેશ બાદ ગ્રાહક હિતના રક્ષણ અને સ્પષ્ટ જાણકારી માટે સંબંધિત આઈસ્ક્રીમના એકમોમાં ફરજિયાત બોર્ડ લગાવવાની કામગીરી શરૂ કરાઈ છે, જેથી આઈસ્ક્રીમના નામે ફ્રોઝન ડેઝર્ટ આપીને ગ્રાહકોને ગેરમાર્ગે દોરી ન શકાય.

વધુમાં, મંત્રી શ્રી પાનશેરીયાએ જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્ય હાઈવે પરની કુલ ૬૯૧ હોટેલોની તપાસમાં ૧૭૫ હોટેલોમાં રસોડાની અસ્વચ્છતા, ગંદકી અને બિનઆરોગ્યપ્રદ રીતે ખોરાક પીરસાતો હોવાનું સામે આવ્યું હતું. આ તમામ એકમોને નોટિસ ફટકારાતા સંચાલકોએ સ્વયંભૂ બંધ રાખીને સફાઈ કરી  ફૂડ સેફ્ટીના કાયદામાં જણાવ્યા મુજબ સુધારા કર્યા હતા, જ્યારે સંતોષકારક સ્થિતિ ધરાવતી અન્ય ૫૧૬ હોટેલોને પણ વધુ સુધારા માટે સૂચના અપાઈ હતી.

વધુમાં, તપાસ દરમિયાન ૧૪ હોટેલોમાંથી શંકાસ્પદ અને બિનઆરોગ્યપ્રદ ખાદ્ય જથ્થો મળી આવતા તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે અને તેના નમૂના લઈને લેબોરેટરીમાં પૃથક્કરણ અર્થે મોકલી આપવામાં આવ્યા છે. જો પૃથક્કરણ રિપોર્ટમાં નમૂના નિષ્ફળ જશે કે કોઈ ગંભીર ખામી જણાશે, તો સંબંધિત હોટેલ સંચાલકો સામે નામદાર કોર્ટમાં કેસ દાખલ કરવાની તેમજ એકમને કાયમી ધોરણે સીલ કરવા સુધીની કડક કાર્યવાહી કરવા અધિકારીઓને આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ સ્પષ્ટ સૂચના આપી છે.

આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ કડક શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે, મહાનગરપાલિકા વિસ્તાર હોય કે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ હેઠળનો વિસ્તાર, દરેક હોટેલ, રેસ્ટોરન્ટ તેમજ વિદ્યાર્થીઓની હોસ્ટેલના રસોડામાં સ્વચ્છતા જાળવવી અનિવાર્ય છે. ખાણીપીણીના એકમોના સ્ટાફ અને વેઈટર્સે ફરજિયાતપણે હેન્ડ ગ્લોવ્ઝ, માથા પર કેપ પહેરવા જ પડશે અને સ્વચ્છતા અંગેની તમામ જોગવાઇઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

મંત્રીશ્રીએ નાગરિકોને જાગૃત રહેવા અપીલ કરતા વધુમાં ઉમેર્યું હતું કે, શુદ્ધ અને સાત્વિક ખોરાક મેળવવો એ દરેક ગ્રાહકનો મૂળભૂત અધિકાર છે. રાજ્યમાં શરૂ કરાયેલું ‘ઓપરેશન હેલ્થ’ અભિયાન આગામી સમયમાં પણ નિરંતર ચાલુ રહેશે. હવે પછી જો કોઈ હોટેલ કે એકમમાં બિનઆરોગ્યપ્રદ ખોરાક પીરસાશે કે ફૂડ પોઈઝનિંગ જેવી ઘટના બનશે, તો તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત સંચાલકની રહેશે. નાગરિકો પણ જાગૃત બનીને હોટેલના રસોડાની સ્વચ્છતા અને ખુલ્લા ખોરાક અંગે સવાલ ઉઠાવે. જો ક્યાંય પણ ગંદકી કે બેદરકારી જણાય તો તુરંત આરોગ્ય વિભાગ હસ્તકના ખોરાક અને ઔષધ નિયમન તંત્રની જિલ્લા કચેરીને ફરિયાદ કરે, તંત્ર દ્વારા તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા વધુમાં જણાવ્યું હતું.

રિપોર્ટર પાયલ ગોરસિયા સુરત

G METRO NEWS

G METRO NEWS

Related Posts

अरविंद अकेला कल्लू और यामिनी सिंह की रोमांटिक केमिस्ट्री ने बढ़ाया ‘सरक जाता पेट से पिया’ का क्रेज, …
GUJARAT

अरविंद अकेला कल्लू और यामिनी सिंह की रोमांटिक केमिस्ट्री ने बढ़ाया ‘सरक जाता पेट से पिया’ का क्रेज, …

November 25, 2026
भारत के मुख्य न्यायाधीश जस्टिस सूर्यकांत से मिले देश के सबसे युवा निर्माता और अंतरराष्ट्रीय शख्सियत …
GUJARAT

भारत के मुख्य न्यायाधीश जस्टिस सूर्यकांत से मिले देश के सबसे युवा निर्माता और अंतरराष्ट्रीय शख्सियत …

November 24, 2026
Golubhai Badalia Returns to Pitch To Get Rich Season 2 Alongside Malaika Arora, Akshay Kumar and Ash…
GUJARAT

Golubhai Badalia Returns to Pitch To Get Rich Season 2 Alongside Malaika Arora, Akshay Kumar and Ash…

November 24, 2026

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સગાઇ તોડી નાંખતા મંગેતરના મિત્રએ આડેધડ ચાકુના ઘા મારતા યુવક સારવાર હેઠળ | Ekkewe polis lon Bapunagar…

સગાઇ તોડી નાંખતા મંગેતરના મિત્રએ આડેધડ ચાકુના ઘા મારતા યુવક સારવાર હેઠળ | Ekkewe polis lon Bapunagar…

1 year ago
નસવાડીમાં ડીઝલ માટે ‘પડાપડી’: કાળઝાળ ગરમીમાં ખેડૂતો 5-5 કલાક લાઈનમાં ઊભા રહેવા મજબૂર | naswadi diese…

નસવાડીમાં ડીઝલ માટે ‘પડાપડી’: કાળઝાળ ગરમીમાં ખેડૂતો 5-5 કલાક લાઈનમાં ઊભા રહેવા મજબૂર | naswadi diese…

6 months ago
દવા પર એક્સપેરિમેન્ટ VSમાં કર્યા, નાણાં પ્રયોગ કરનારની પત્નીના ખાતાંમાં જમા થયા | V S Hospital scam

દવા પર એક્સપેરિમેન્ટ VSમાં કર્યા, નાણાં પ્રયોગ કરનારની પત્નીના ખાતાંમાં જમા થયા | V S Hospital scam

10 months ago
બાપુનગરમાં માનતા પુરી કરવા ક્રૂરતા પૂર્વક પશુની બલિ ચઢાવી

બાપુનગરમાં માનતા પુરી કરવા ક્રૂરતા પૂર્વક પશુની બલિ ચઢાવી

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News