![]()
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં આજથી એફવાયના વિદ્યાર્થીઓની ઈન્ટરનલ પરીક્ષાનો પ્રારંભ થયો હતો અને પહેલા જ દિવસે બેઠક વ્યવસ્થાને લઈને હંગામો મચી ગયો હતો.
ફેકલ્ટી સત્તાધીશોએ ઈન્ટરનલ પરીક્ષા લેવાની મોટાભાગની જવાબદારી જે તે વિભાગને સોંપી દીધી છે.ફેકલ્ટીમાં ૨૧ વિભાગો છે.આજે પરીક્ષાના પહેલા દિવસે મોટાભાગના વિભાગોએ પાટલીઓ પર વિદ્યાર્થીઓના બેઠક નંબરો લખ્યા નહોતા.બેઠક નંબરો નહીં જોતા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મૂકાયા હતા.વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી ત્યારે અધ્યાપકોએ વિદ્યાર્થીઓને બેઠક નંબરો વગર જ અલગ અલગ રુમોમાં બેસી જવાની સૂચના આપી હતી.
કેટલીક જગ્યાએ પ્રશ્નપત્રો ખૂટયા હોવાની ફરિયાદો પણ ઉઠી હતી.જ્યાં છેલ્લી ઘડીએ વધારાની ફોટોકોપી કરવાની વિદ્યાર્થીઓને પ્રશ્નપત્રો આપવામાં આવ્યા હતા.નવી શિક્ષણ નીતિમાં ઈન્ટરનલ પરીક્ષાનું વેઈટેજ વધીને ૫૦ માર્કનું થઈ ગયું છે.પરંતુ ફેકલ્ટી સત્તાધીશો પરીક્ષાના સંચાલનમાં જોઈએ તેવી ગંભીરતા દાખવી રહ્યા નથી.










