વડોદરા,દંતેશ્વરમાં રહેતા અને ડ્રાઇવિંગ કરતા બે સંતાનોના પિતાએ આર્થિક તંગીથી કંટાળીને આપઘાત કરી લીધો હતો. જે અંગે મકરપુરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દંતેશ્વર અંબિકા નગરમાં રહેતા ૩૮ વર્ષના રંજનભાઇ નાગેન્દ્રભાઇ શાહ ડ્રાઇવિંગ કરે છે. પત્ની અને બે બાળકો સાથે રહેતા રંજનભાઇ છેલ્લા કેટલાક સમયથી આર્થિક તંગીમાં હતા. જેના કારણે તેઓ ટેન્શનમાં રહેતા હતા.ગઇકાલે રાતે ઘરે ગળા ફાંસો ખાઇ લીધો હતો. રાતે તેમના પત્ની જાગ્યા ત્યારે તેઓને જાણ થતા આજુબાજુના લોકોને બોલાવી નીચે ઉતારી સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.પરંતુ, તેઓનું મોત થયું હતું. જે અંગે મકરપુરા પોલીસ સ્ટેશનના
અન્ય એક બનાવની વિગત એવી છે કે, વડસર ગામ લવકુશ નગરીમાં રહેતા અક્ષય રામસિંગભાઇ બારિયાના પત્ની પૂજાબેનને નવા કપડા લેવાના હતા. પરંતુ, તેમણે બે દિવસ પછી કપડા લેવાનું કહેતા પૂજાબેનને લાગી આવતા તેમણે ઘરે પંખા પર દુપટ્ટા વડે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જે અંગે માંજલપુર પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. કિરણસિંહે વધુ તપાસ હાથ ધરી છે.










