gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આવકવેરા પોર્ટલના ધાંધિયા વધતા રિટર્નની ડેટ લંબાવવાની માગણી કરવામાં આવી | demand for postponement of …

G METRO NEWS by G METRO NEWS
August 14, 2025
in GUJARAT
0 0
0
આવકવેરા પોર્ટલના ધાંધિયા વધતા રિટર્નની ડેટ લંબાવવાની માગણી કરવામાં આવી | demand for postponement of …
0
VIEWS
Share on FacebookShare on Twitter

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,બુધવાર

આવકવેરાના રિટર્ન ફાઈલ કરવાના ફોર્મ ઇશ્યૂ કરવામાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસે વિલંબ કર્યા પછી આવકવેરાના રિટર્ન ફાઈલ કરવા માટેના પોર્ટલના કેટલાક વિભાગો ખૂલતા જ ન હોવાથી આવકવેરાનું રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ લંબાવી આપવાની માગણી કરવામાં આવી રહી છે. વેરાના નિષ્ણાતોનું કહેવું છે કે અત્યારે આવકવેરાના પોર્ટલ પર રિટર્ન ફાઈલ કરવા જાય ત્યારે ટીડીએસની વિગતોનો વિભાગ પોર્ટલ અપડેશનને કારણે ઠપ થઈ જાય છે. તેને પરિણામે ટીડીએસની વિગતો મળી શકતી નથી. આ જ રીતે કેટલીકવાર એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ અને ટેક્સ પેયર્સ ઇન્ફોર્મેસન સમરીનો વિભાગ પણ ઠપ થઈ જતો હોવાથી રિટર્ન ફાઈલ કરવા માટેની માહિતી ઉપલબ્ધ બનતી નથી.  ફોર્મ ૨૬એએસમાં પણ અનિયમિતતાઓ જોવા મળી રહી હોવાથી રિટર્ન ફાઈલ કરવા તકલીફદાયક બની રહ્યા છે. પરિણામે ફોર્મમાંની વિગતો અને ચોપડાના હિસાબોનું મેળવણું થઈ શકતું નથી. 

આવકવેરાનું રિટર્ન ફાઈલ કરતી વેળાએ પોર્ટલમાં એરર-ભૂલ આવતી હોવાનું જોવા મળે છે. ઓડિટ રિપોર્ટ પણ અપલોડ થતાં નથી. ટેક્સ ઓડિટ રિપોર્ટ ૩ સીડી ફોર્મમાં અપલોડ કરવા પડે છે. એક જ પાનકાર્ડ નંબર ધારકના એન્યુએલ સ્ટેટમેન્ટની વિગતો અને ટેક્સ પેયર્સ ઇન્ફોર્મેશન સમરીમાં મિસમેચ જોવા મળી રહ્યા છે. આ વિગતો મેળવવા માટે વારંવાર પ્રયાસ કરવામાં આવતા હોવા છતાંય તે મળી શકતા નથી.

આવકવેરાનું રિટર્ન ફાઈલ કરવા માટેના ફોર્મ નંબર ૬ અને ૭ આજની તારીખે જાહેર થયેલા ન હોવાનું જણાવતા ગુજરાત ચેમ્બરની ટેક્સેશન કમિટીના ચેરમેન જૈનિક વકીલનું કહેવું છે કે આઈટીઆર ૧, ૨, ૩ અને ૪ ૩૦મી જુલાઈએ, આઈટીઆર-૫ આઠમી ઓગસ્ટે બહાર પાડવામાં આવ્યા છે. ફોર્મ નંબર ૩ સીએ અને ૩ સીડી તથા ફોર્મ નંબર ૩ સીબી અને ૩ સીડીની જાહેરાત ૨૯મી એપ્રિલે કરવામાં આવી છે.  સામાન્ય રીતે આ ફોર્મની જાહેરાત એપ્રિલ માસમાં  જ કરી દેવામાં આવે છે. આ વખતે આ ફોર્મ જાહેર કરવામાં સાડા ત્રણ મહિનાથી વધુનો વિલંબ કરવામાં આવ્યો છે. બીજીતરફ ફોર્મ નંબર ૫ તો આઠમી ઓગસ્ટે જાહેર કરવામાં આવ્યું છે. તેની સામે ફોર્મ નંબર ૬ અને ૭ની જાહેરાત તો આજે પણ કરવામાં આવેલી નથી. 

આ વિલંબને કારણે કરદાતાઓના રિટર્ન પણ તૈયાર કરી શકાયા નથી. કારણ કે યુટિલિટી એટલે કેે રિટર્ન ફાઈલ કરવા માટેના ફોર્મમાં ફેરફાર કરવામાં તો રિટર્ન ફાઈલકરવાની સંપૂર્ણ કવાયત નવેસરતી કરવી પડે છે. તેમ જ આવકવેરાના પોર્ટલ પર ટ્રાફિક વધી જાય ત્યારે સાઈટ ધીમી પડી જાય છે. કલાકો સુધી રિટર્ન ફાઈલ કરવાની પ્રક્રિયા થતી જ નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિવિધ જિલ્લાઓમાંથી 37,500 ઉમેદવારો વડોદરા આવશે, આજે લોકરક્ષક પરીક્ષા માટે એક્સ્ટ્રા 100 બસો દોડાવાશે…
GUJARAT

વિવિધ જિલ્લાઓમાંથી 37,500 ઉમેદવારો વડોદરા આવશે, આજે લોકરક્ષક પરીક્ષા માટે એક્સ્ટ્રા 100 બસો દોડાવાશે…

June 14, 2026
અમદાવાદ: ઘરની સફાઈમાં વિશ્વાસઘાતનું ક્લિનિંગ! જોધપુરમાં બે યુવકો 3,75,000ના દાગીના ચોરી રફુચક્કર | a…
GUJARAT

અમદાવાદ: ઘરની સફાઈમાં વિશ્વાસઘાતનું ક્લિનિંગ! જોધપુરમાં બે યુવકો 3,75,000ના દાગીના ચોરી રફુચક્કર | a…

June 14, 2026
ખનિજ માફિયાઓ પર તંત્રની તવાઈ: ધોળકા બાદ હવે બાવળામાં ગેરકાયદે ખનન ઝડપાયું, 1 કરોડનો મુદ્દામાલ જપ્ત |…
GUJARAT

ખનિજ માફિયાઓ પર તંત્રની તવાઈ: ધોળકા બાદ હવે બાવળામાં ગેરકાયદે ખનન ઝડપાયું, 1 કરોડનો મુદ્દામાલ જપ્ત |…

June 14, 2026
Next Post
સુરેન્દ્રનગર અને વઢવાણમાં આજથી લોકમેળો ખુલ્લો મુકવામાં આવશે | Public fairs will be opened in Surendr…

સુરેન્દ્રનગર અને વઢવાણમાં આજથી લોકમેળો ખુલ્લો મુકવામાં આવશે | Public fairs will be opened in Surendr...

હૈદરાબાદ IITના સંશોધકોએ ડ્રાઈવરલેસ બસ બનાવી, ભારતમાં પરિવહન ક્ષેત્રે નવી ક્રાંતિ

હૈદરાબાદ IITના સંશોધકોએ ડ્રાઈવરલેસ બસ બનાવી, ભારતમાં પરિવહન ક્ષેત્રે નવી ક્રાંતિ

આજે ટ્રેન તારો ભાઈ ચલાવશે…!!! એન્જિનમાં અજાણ્યો સનકી યુવક ઘૂસી જતાં પેસેન્જરમાં ફફડાટ

આજે ટ્રેન તારો ભાઈ ચલાવશે...!!! એન્જિનમાં અજાણ્યો સનકી યુવક ઘૂસી જતાં પેસેન્જરમાં ફફડાટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અફઘાનિસ્તાનમાં ફરી ભૂકંપ, 5.2ની તીવ્રતા નોંધાઈ, અગાઉના ધરતીકંપમાં 1400ના મોત | Earthquake Strikes Ag…

અફઘાનિસ્તાનમાં ફરી ભૂકંપ, 5.2ની તીવ્રતા નોંધાઈ, અગાઉના ધરતીકંપમાં 1400ના મોત | Earthquake Strikes Ag…

9 months ago
10 એપ્રિલ વિશ્વ હોમિયોપેથી દિવસ : છેલ્લા પાંચ વર્ષમાં હોમિયોપેથી સારવારમાં 60 થી 65 ટકાનો વધારો | Wo…

10 એપ્રિલ વિશ્વ હોમિયોપેથી દિવસ : છેલ્લા પાંચ વર્ષમાં હોમિયોપેથી સારવારમાં 60 થી 65 ટકાનો વધારો | Wo…

2 months ago
દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં કેજરીવાલને ઝટકો, જજ બદલવાની અરજી હાઈકોર્ટે ફગાવી | delhi high court arv…

દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં કેજરીવાલને ઝટકો, જજ બદલવાની અરજી હાઈકોર્ટે ફગાવી | delhi high court arv…

2 months ago
શહેરમાં ભય અને આતંકનું વાતાવરણ ઊભું કરનાર ચૂઇ ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ | A case has been re…

શહેરમાં ભય અને આતંકનું વાતાવરણ ઊભું કરનાર ચૂઇ ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ | A case has been re…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News