gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઇતિહાસમાં અમર વીર દેવાયત બોદર, રા’નવઘણ, વીર ભીમડા વાલ્મિકી અને દાસી વાલબાઈની ગાથાને દર્શાવતા મેમોરિય…

G METRO NEWS by G METRO NEWS
April 10, 2025
in GUJARAT
0 0
0
ઇતિહાસમાં અમર વીર દેવાયત બોદર, રા’નવઘણ, વીર ભીમડા વાલ્મિકી અને દાસી વાલબાઈની ગાથાને દર્શાવતા મેમોરિય…
0
VIEWS
Share on FacebookShare on Twitter

જૂનાગઢ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ઇતિહાસમાં અમર વીર દેવાયત બોદર, રા’નવઘણ, વીર ભીમડા વાલ્મિકી અને દાસી વાલબાઈની ગાથાને દર્શાવતા મેમોરિયલનું પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

રમત ગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકાર પુરાતત્વ અને સંગ્રહાલય ગાંધીનગર દ્વારા ઉપરકોટ ખાતે નિર્માણ પામનાર વીર દેવાયત બોદર, રા’નવઘણ, વીર ભીમડા વાલ્મિકી અને દાસી વાલબાઈના ઇતિહાસને દર્શાવતુ મેમોરિયલ અંદાજે રૂ. ૪ કરોડના ખર્ચે બનશે. આ સ્મારકનું નિર્માણ કાર્ય ૯ -૧૦ મહિનામાં પૂર્ણ કરવામાં આવશે. મંત્રીએ આ પ્રસંગે અધ્યક્ષીય પ્રવચનમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના સૂત્ર વિકાસ ભી વિરાસત ભી મંત્રને સાર્થક કરવા ઐતિહાસિક ધરોહર અને સંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરવા કેન્દ્ર- રાજ્ય સરકાર ઉદાર હાથે બજેટ ફાળવે છે.

તેમણે ઉમેર્યું હતું કે ઉપરકોટ ખાતે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. ત્યારે અહીં આવનાર પ્રવાસીઓ તેમજ આપણી ભાવિ પેઢી સામાજિક સમરસતા, રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રધર્મની પ્રેરણા પ્રાપ્ત કરશે. અને આપણા ઉજ્જવળ વારસાથી માહિતગાર થશે.

ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીના લગ્ન પ્રસંગે યોજાતા માધવપુરના ઘેડના મેળાને વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના પ્રયાસોથી આ મેળો હવે વિશ્વવિખ્યાત બનવા તરફ આગળ વધી રહ્યો છે. માધવપુરના મેળાની ભવ્યતા અને દિવ્યતાથી રાજ્યભરમાં પહોંચે તે માટે આ વખતે પ્રથમ વખત અમદાવાદ, વડોદરા, સુરત અને સોમનાથમાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા.

તેમણે ઉમેર્યુ હતૂં કે, વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્યમાં પ્રવાસનના વિવિધ પ્રોજેક્ટ હાલ પ્રગતિ હેઠળ છે.

ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્ર ચુડાસમાએ કહ્યું કે, ઇતિહાસમાં અમર પાત્રો વીર દેવાયત બોદર, રા’નવઘણ, વીર ભીમડા વાલ્મિકી અને દાસી વાલબાઈના વિશ્વસનિયતા, ત્યાગ, ખાનદાની, સમર્પણ જેવા ગુણો આ સ્મારકના માધ્યમથી ઉજાગર થશે.

રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડાએ તેમના પ્રવચનમાં જણાવ્યું હતું કે, ઇતિહાસમાં 1000 વર્ષ પહેલા આપેલા બલિદાનને યાદ રાખવા માટે ઉપરકોટ ખાતે મેમોરિયલ બનનાર છે. ત્યારે આપણા ઇતિહાસ અને બલિદાન મેમોરિયલનું નિર્માણ એ સ્વપ્ન હતું. જે હવે સાકાર થવા જઈ રહ્યું છે.

ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા જણાવ્યું હતું કે, આ મેમોરિયલ થકી માતૃશક્તિ, ભાઈ-બહેનના પ્રેમ, પત્નીનું સમર્પણ, વફાદરી જેવા ગુણો આવનારી પેઢીને આત્મસાત કરવા માટે પ્રેરિત કરશે. આપણો ભવ્ય ઇતિહાસ, સંસ્કૃતિ અને વિરાસત જળવાઈ રહે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર વિકાસ ભી વિરાસત ભી ના સૂત્રને સાર્થક કરી રહી છે.

જામનાગરના સાંસદ પૂનમબેન માડમે આ સ્મારક સામાજિક સમરસતાનું પણ એક ઉત્તમ ઉદાહરણ બની રહેશે. તેમ જણાવ્યું હતું. તાલાળા ધારાસભ્ય ભગાભાઈ બારડે પણ પ્રાસંગિક સંબોધન કર્યું હતુ.
મંત્રી મુળુભાઈ બેરા સહિતાના મહાનુભાવોએ ખાતમુહૂર્ત બાદ અડી કડી વાવ, નીલમ તોપ, નવઘણ કુવા સહિતના સ્થળોની મુલાકાત કરી જાણકારી મેળવી હતી.

આ પ્રસંગે મહંત મહાદેવ ગીરીબાપુ, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, જૂનાગઢ મહાનગરપાલિકા મેયર ધર્મેશભાઈ પોશિયા, જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમર, કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, માણાવદર ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાન, ધારાસભ્ય સર્વ ઉદય કાનગડ, હેમંતભાઈ ખવા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રીમતી પલ્લવીબેન ઠાકર, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલીયા, સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારીયા, પૂર્વ ધારાસભ્ય અમરીશભાઈ ડેર, મનપાના શાસક પક્ષના નેતા મનન અભાણી, અગ્રણી સર્વ નટુભાઈ ભાટુ લક્ષ્મણભાઈ વસરા, લીરીબેન માડમ સહિતના પદાધિકારીઓ-અધિકારીઓ અને લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મનાલી ફરવા ગયેલા ભાવનગરના સિંધી પરિવારને નડ્યો ગોઝારો અકસ્માત, 5 લોકોનાં મોત | 5 of a Gujarati Famil…
GUJARAT

મનાલી ફરવા ગયેલા ભાવનગરના સિંધી પરિવારને નડ્યો ગોઝારો અકસ્માત, 5 લોકોનાં મોત | 5 of a Gujarati Famil…

May 11, 2026
ગ્રેજ્યુએશન બાદ નોકરી ના મળે એટલે રજનીશ ભાર્ગવ કિન્નર ગુરુમા બન્યો, યુવતીઓને બ્લેકમેઇલ કરી લાખો પડાવ…
GUJARAT

ગ્રેજ્યુએશન બાદ નોકરી ના મળે એટલે રજનીશ ભાર્ગવ કિન્નર ગુરુમા બન્યો, યુવતીઓને બ્લેકમેઇલ કરી લાખો પડાવ…

May 11, 2026
ગુજરાતમાં 23,934 લોકોના આકસ્મિક મોત, NCRBના રિપોર્ટમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા | gujarat acciden…
GUJARAT

ગુજરાતમાં 23,934 લોકોના આકસ્મિક મોત, NCRBના રિપોર્ટમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા | gujarat acciden…

May 11, 2026
Next Post
કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે પીવાના પાણીની પાઇપલાઇનના કામનું ખાતમુહૂર્ત કરાયું

કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે પીવાના પાણીની પાઇપલાઇનના કામનું ખાતમુહૂર્ત કરાયું

ગાંધીનગરમાં દ્વિ દિવસીય હિમીયોપેથી કોન્ફરન્સનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

ગાંધીનગરમાં દ્વિ દિવસીય હિમીયોપેથી કોન્ફરન્સનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

સાળંગપુર મંદિરમાં ઐતિહાસિક હનુમાન જન્મોત્સવ ઉજવાશે, જાણો કાર્યક્રમ અને કેવી છે તૈયારીઓ | Historic Ha…

સાળંગપુર મંદિરમાં ઐતિહાસિક હનુમાન જન્મોત્સવ ઉજવાશે, જાણો કાર્યક્રમ અને કેવી છે તૈયારીઓ | Historic Ha...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: કાલુપુર રેલવે સ્ટેશન પર ACBનો સપાટો, ટિકિટના કાયદેસરના ભાડા કરતા વધુ રૂપિયા વસૂલતો કર્મચારી…

અમદાવાદ: કાલુપુર રેલવે સ્ટેશન પર ACBનો સપાટો, ટિકિટના કાયદેસરના ભાડા કરતા વધુ રૂપિયા વસૂલતો કર્મચારી…

4 weeks ago
વડોદરા–કોલકાતા સ્પેશિયલ ટ્રેનના સમયમાં ફેરફાર | Change in timings of Vadodara Kolkata special train

વડોદરા–કોલકાતા સ્પેશિયલ ટ્રેનના સમયમાં ફેરફાર | Change in timings of Vadodara Kolkata special train

8 months ago
છત્તીસગઢમાં 20 વર્ષથી ઉછરેલું વૃક્ષ કપાતા 85 વર્ષનાં વૃદ્ધાંનું કલ્પાંત

છત્તીસગઢમાં 20 વર્ષથી ઉછરેલું વૃક્ષ કપાતા 85 વર્ષનાં વૃદ્ધાંનું કલ્પાંત

7 months ago
મહીસાગર: ધારાસભ્યનું ગામ જ વિકાસથી વંચિત, લોકો જીવના જોખમે પાણીમાંથી પસાર થવા મજબૂર | Mahisagar MLA’…

મહીસાગર: ધારાસભ્યનું ગામ જ વિકાસથી વંચિત, લોકો જીવના જોખમે પાણીમાંથી પસાર થવા મજબૂર | Mahisagar MLA’…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News