
– ઇ20 પેટ્રોલ વાહનો માટે સલામત હોવાનો દાવો
– ભારત કુલ ઉર્જા જરૂરિયાતના 88 ટકાની આયાત કરે છે ત્યારે સ્વચ્છ ઉર્જા અને જૈવિક ઇંધણનો ઉપયોગ જરૂરી
નવી દિલ્હી : ઓઇલ મંત્રી હરદીપસિંઘ પુરીએ મંગળવારે જૈવિક ઇંધણ ના કારણે ઓટોમોબાઇલ એન્જિનને નુકસાન થતું હોવાના દાવાને ફગાવી દીધા હતા અને જણાવ્યું હતું કે ૨૦ ટકા ઇથેનોલ મિશ્રિત પેટ્રોલનો ઉપયોગ કરવો તે પર્યાવરણની રીતે સલામત છે. પુરીએ સેમિનારમાં જણાવ્યું હતું કે જૈવિક ઇંધણ વાહનો માટે નુકસાનકારક હોવાની ફરતી વાતો તદ્દન ખોટી અને વાહિયાત છે.
પેટ્રોલમાં મિશ્રિત કરવામાં આવતું ૨૦ ટકા ઇથેનોલ શેરડી કે ખાદ્ય પદાર્થમાંથી મેળવવામાં આવે છે, જેનો ઉપયોગ સલામત છે, એમ તેમણે જણાવ્યું હતું.










