gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ઈક્વિટી ફંડોમાં રોકાણ પ્રવાહ 19 ટકા ઘટયો | Investment inflows into equity funds fall by 19 percent

G METRO NEWS by G METRO NEWS
November 12, 2025
in Business
0 0
0
ઈક્વિટી ફંડોમાં રોકાણ પ્રવાહ 19 ટકા ઘટયો | Investment inflows into equity funds fall by 19 percent
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : દેશના પ્રાઈમરી માર્કેટમાં જંગી રકમના આઈપીઓ અને બીજી તરફ સેકન્ડરી માર્કેટમાં ટૂંકાગાળાનો તેજીનો દોર જોવાતાં રોકાણકારો આ બન્ને સેગ્મેન્ટમાં રોકાણ તરફ વળતાં અને બીજી તરફ ઘણા મ્યુચ્યુઅલ ફંડોની નેટ એસેટ વેલ્યુ (એનએવી) ડામાડોળ થવા લાગતાં રોકાણકારો સાવચેત બન્યા છે. જેના પરિણામે ઓકટોબર ૨૦૨૫ મહિનામાં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણ પ્રવાહ સપ્ટેમ્બર ૨૦૨૫ના રૂ.૩૦,૪૨૨ કરોડની તુલનાએ ૧૯ ટકા ઘટીને રૂ.૨૪,૬૯૧ કરોડ નોંધાયો છે. જ્યારે નિફટી ૫૦ ઈન્ડેક્સ અને સેન્સેક્સમાં આ મહિનામાં ચાર ટકાની વૃદ્વિ થઈ છે.

મ્યુચ્યુઅલ ફંડોમાં સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (એસઆઈપીઝ) થકી ઓકટોબરમાં રોકાણ એક ટકા વધીને રૂ.૨૯,૫૨૯ કરોડનું નોંધાયું છે. મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની કુલ એયુએમ-એસેટ અન્ડર મેનેજમેન્ટ સપ્ટેમ્બરના રૂ.૭૫.૬૧ લાખ કરોડની તુલનાએ ઓકટોબરમાં વધીને રૂ.૭૯.૮૭ લાખ કરોડ પહોંચી છે. ઈક્વિટી એયુએમ રૂ.૩૩.૭ લાખ કરોડની તુલનાએ વધીને રૂ.૩૫.૧૬ લાખ કરોડ થઈ છે.

ઈક્વિટીમાં ૧૧ સબ-કેટેગરીઝમાં મોટાભાગમાં માત્ર ડિવિડન્ડ યીલ્ડ ફંડો અને ઈએલએસએસ સિવાય રોકાણ પ્રવાહ નોંધાયો છે. ફ્લેક્સીકેપ ફંડો રોકાણકારોને ફેવરિટ બની રહી સૌથી વધુ રૂ.૮૯૨૮ કરોડનો રોકાણ પ્રવાહ રહ્યો છે. જે સપ્ટેમ્બરના રૂ.૭૦૨૯ કરોડની તુલનાએ ૨૭ ટકા વધ્યો છે. મિડ-કેપ ફંડોમાં રોકાણ પ્રવાહમાં ૨૫ ટકાનો ઘટાડો અને સ્મોલ કેપ ફંડોમાં ૨૦ ટકાનો ઘટાડો નોંધાયો છે. મિડ કેપ ફંડોમાં ઓકટોબરમાં રૂ.૩૮૦૭ કરોડનું રોકાણ અને સ્મોલ કેપ ફંડોમાં રૂ.૩૪૭૬ કરોડનું રોકાણ નોંધાયું છે.

ડિવિડન્ડ યીલ્ડ ફંડોમાં રોકાણ જાવક રૂ.૧૭૮ કરોડની રહી છે. જ્યારે ઈએલએસએસ ફંડોમાં રૂ.૬૬૫ કરોડની રોકાણ જાવક રહી છે. ડેટ ફંડોમાં ઓકટોબર મહિનામાં રૂ.૧.૫૯ લાખ કરોડનો નેટ રોકાણ પ્રવાહ રહ્યો છે. જે પાછલા બે મહિનામાં જાવક બાદ હવે પોઝિટીવ રહ્યો છે. આ કેટેગરીમાં ઓગસ્ટમાં રૂ.૭૯૭૯ કરોડની જાવક અને સપ્ટેમ્બરમાં રૂ.૧.૦૧ લાખ કરોડની જાવક-ઉપાડ રહ્યો હતો. ઓકટોબરમાં ૧૬ ડેટ સબ-કેટેગરીઝ ફંડોમાં લાંબાગાળાના ડાયનામિક બોન્ડ, ક્રેડિટ રિસ્ક, ગિલ્ટ, ગિલ્ટ-૧૦ વર્ષીય કોન્સ્ટન્ટ મેચ્યુરિટી અને ફ્લોટર ફંડો સિવાય રોકાણ પ્રવાહ પોઝિટીવ રહ્યો છે. લિક્વિડ ફંડોમાં ઓકટોબરમાં રૂ.૮૯૩૭૫ કરોડનો સૌથી  વધુ રોકાણ પ્રવાહ રહ્યો છે. જ્યારે ઓવરનાઈટ ફંડોમાં રૂ.૨૪,૦૫૦ કરોડનું રોકાણ નોંધાયું છે. લોંગ ડયુરેશન-લાંબાગાળાના ફંડોમાં સૌથી વધુ રૂ.૯૪૨ કરોડની જાવક રહી છે.

હાઈબ્રિડ ફંડોમાં સપ્ટેમ્બરના રૂ.૯૩૯૭ કરોડની તુલનાએ ઓકટોબરમાં રોકાણ ૫૧ ટકા વધીને રૂ.૧૪,૧૫૬ કરોડ રહ્યું છે. જ્યારે આર્બિટ્રાજ ફંડોમાં સૌથી વધુ રૂ.૬૯૧૯ કરોડનું રોકાણ અને મલ્ટિ એસેટ એલોકેશન ફંડોમાં રૂ.૫૩૪૪ કરોડનું રોકાણ નોંધાયું છે.

ગોલ્ડ ઈટીએફમાં ઓકટોબરમાં આ સેગ્મેન્ટમાં સૌથી વધુ રૂ.૭૭૪૩ કરોડનું રોકાણ નોંધાયું છે. જ્યારે અન્ય ઈટીએફઝમાં રૂ.૬૧૮૧ કરોડ રહ્યું છે. ઈન્ડેક્સ ફંડો અને ફંડ્સ ઓફ ફંડ્સમાં અનુક્રમે રૂ.૧૯૨૯ કરોડ અને રૂ.૮૧૪ કરોડનું નેટ રોકાણ રહ્યું છે. ૧૮ મ્યુચ્યુઅલ ફંડ એનએફઓ ઓકટોબરમાં લોન્ચ થઈ આ ફંડોએ રૂ.૬૦૬૨ કરોડ એકત્ર કર્યા છે. સેકટર અને થીમેટિક ફંડોનો દરેકમાં ચાર ફંડોમાં કુલ ફંડ રૂ.૨૪૮૯ કરોડ મેળવાયું છે. એસોસીયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા (એમ્ફી) દ્વારા સ્પેશ્યલાઈઝ્ડ ઈન્વેસ્ટમેન્ટ ફંડો (એસઆઈએફ)માં ઓકટોબરમાં રૂ.૨૦૦૪ કરોડનો રોકાણ પ્રવાહ નોંધાયાનું જાહેર કર્યું છે.

જૂનથી ઓકટોબરમાં મ્યુચ્યુઅલ ફંડોમાં વિવિધ કેટેગરીમાં થયેલા રોકાણ પ્રવાહ પર એક નજર

કેટેગરી

ઓકટોબર

સપ્ટેમ્બર

ઓગસ્ટ

જુલાઈ

જૂન

–

૨૦૨૫

૨૦૨૫

૨૦૨૫

૨૦૨૫

૨૦૨૫

ઈક્વિટી

૨૪,૬૯૦

૩૦,૪૨૨

૩૩,૪૩૦

૪૨,૭૦૨

૨૩,૫૮૭

ડેટ

૧,૫૯,૯૫૮

-૧૦૧૯૭૭

-૭૯૭૯

૧૦૬૮૦૧

-૧૭૧૧

હાઈબ્રીડ

૧૪,૧૫૬

૯૩૯૭

૧૫,૨૯૩

૨૦,૮૭૯

૨૩,૨૨૩

અન્ય

૧૬,૬૬૮

૧૯૦૫૭

૧૧,૪૩૬

૮૨૫૯

૩૯૯૭

(રૂપિયા કરોડમાં)

(રૂપિયા કરોડમાં)

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતમાં ગોલ્ડ ETFમાં 98%નો ઉછાળો, દુનિયામાં બધા લોકો કેમ સોના પાછળ ઘેલાં થયા? | Gold ETF Investment …
Business

ભારતમાં ગોલ્ડ ETFમાં 98%નો ઉછાળો, દુનિયામાં બધા લોકો કેમ સોના પાછળ ઘેલાં થયા? | Gold ETF Investment …

February 9, 2026
સોના-ચાંદીમાં જબરદસ્ત તેજી, ચાંદી 5%થી વધુના ઉછાળા સાથે 265000ની નજીક, સોનું 3000 વધ્યું | Gold and …
Business

સોના-ચાંદીમાં જબરદસ્ત તેજી, ચાંદી 5%થી વધુના ઉછાળા સાથે 265000ની નજીક, સોનું 3000 વધ્યું | Gold and …

February 9, 2026
સોના-ચાંદી બાદ શેરબજારમાં પણ ધૂમ તેજી, સેન્સેક્સ-નિફ્ટીમાં જોરદાર ઉછાળાના શું છે કારણ? | Share Marke…
Business

સોના-ચાંદી બાદ શેરબજારમાં પણ ધૂમ તેજી, સેન્સેક્સ-નિફ્ટીમાં જોરદાર ઉછાળાના શું છે કારણ? | Share Marke…

February 9, 2026
Next Post
શિયાનગર ગામે 3 યુવક પર હુમલો કરનાર શખ્સોને સજા | Punishment for the man who attacked 3 youths in Shi…

શિયાનગર ગામે 3 યુવક પર હુમલો કરનાર શખ્સોને સજા | Punishment for the man who attacked 3 youths in Shi...

બિહાર ચૂંટણીનું મતદાન પૂરું થતાં જ કોંગ્રેસને ઝટકો, પૂર્વ કેન્દ્રીય મંત્રી શકીલ અહેમદનું રાજીનામું |…

બિહાર ચૂંટણીનું મતદાન પૂરું થતાં જ કોંગ્રેસને ઝટકો, પૂર્વ કેન્દ્રીય મંત્રી શકીલ અહેમદનું રાજીનામું |...

ધ્રાંગધ્રામાં નર્મદા ક્વાર્ટરમાંથી રૂ. 2.80 લાખનો દારૂ ઝડપાયો | Liquor worth Rs 2 80 lakh seized fro…

ધ્રાંગધ્રામાં નર્મદા ક્વાર્ટરમાંથી રૂ. 2.80 લાખનો દારૂ ઝડપાયો | Liquor worth Rs 2 80 lakh seized fro...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સ્કૂલે જવા બાળકોને વાહન આપતા વાલીઓ ખાસ ચેતજો, પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ શરૂ | Action will be taken aga…

સ્કૂલે જવા બાળકોને વાહન આપતા વાલીઓ ખાસ ચેતજો, પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ શરૂ | Action will be taken aga…

11 months ago
મુસ્લિમોએ હનુમાનજીની રથયાત્રા ઉપર પુષ્પવર્ષા કરી શ્રીફળ-ચુંદડી ચઢાવ્યાં | Muslims showered flowers a…

મુસ્લિમોએ હનુમાનજીની રથયાત્રા ઉપર પુષ્પવર્ષા કરી શ્રીફળ-ચુંદડી ચઢાવ્યાં | Muslims showered flowers a…

10 months ago
સેન્સેકસ 266 વધી 83580 જ્યારે નિફટી 50 પોઈન્ટ વધી 25693 બંધ | Sensex rose 266 points to 83 580 while…

સેન્સેકસ 266 વધી 83580 જ્યારે નિફટી 50 પોઈન્ટ વધી 25693 બંધ | Sensex rose 266 points to 83 580 while…

2 days ago
જૂન માસમાં 25 લાખ નવા ડીમેટ ખાતા ઉમેરાયા, કુલ સંખ્યા 20 કરોડની નજીક | 25 lakh new demat accounts add…

જૂન માસમાં 25 લાખ નવા ડીમેટ ખાતા ઉમેરાયા, કુલ સંખ્યા 20 કરોડની નજીક | 25 lakh new demat accounts add…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News