gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘ઈન્ડિયા આઉટ’નો નારો લગાવનારા માલદિવ્સમાં PM મોદીનું ભવ્ય સ્વાગત, 20 જ મહિનામાં કેવી રીતે બદલાયા પાસ…

G METRO NEWS by G METRO NEWS
July 25, 2025
in INDIA
0 0
0
‘ઈન્ડિયા આઉટ’નો નારો લગાવનારા માલદિવ્સમાં PM મોદીનું ભવ્ય સ્વાગત, 20 જ મહિનામાં કેવી રીતે બદલાયા પાસ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

PM Modi Maldives Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી માલદીવની મુલાકાત પર છે. શુક્રવારે માલદીવની રાજધાની માલેમાં વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત થયુ હતું. તેમના સ્વાગત માટે માલદીવના પ્રમુખ મોહમ્મદ મુઈજ્જુ ઉપરાંત વિદેશ મંત્રી, સંરક્ષણ મંત્રી, નાણાં મંત્રી અને ગૃહ મંત્રી એરપોર્ટ પર ઉપસ્થિત રહ્યા હતાં.

એક વર્ષ પહેલાં જે મુઈજ્જુ સરકારના મંત્રીઓ વડાપ્રધાન મોદી અને ભારત વિરૂદ્ધ ઝેર ઓંકી રહ્યા હતાં. 19-20 મહિના પહેલાં ‘ઈન્ડિયા આઉટ’નો સુત્રોચ્ચાર કરી રહેલાં માલદીવ્સની મુઈજ્જુ સરકારની આ આદર-સત્કાર જોઈને  સૌ કોઈ આશ્ચર્યચકિત બન્યા છે. સૌને સવાલ થઈ રહ્યો છે કે, મુઈજ્જુ સરકારની ભારત પ્રત્યેની વિદેશ નીતિ કેવી રીતે 360 ડિગ્રી બદલાઈ ગઈ. ચીનના દબાણમાં મુઈજ્જુ સરકારે ભારત વિરૂદ્ધ મોરચો છેડ્યો હતો. પરંતુ ખૂબ ઓછા સમયમાં તેને પોતાની ભૂલનો અનુભવ થઈ ગયો હોવાનું લાગી રહ્યું છે. 

આ પણ વાંચોઃ PM મોદી બ્રિટનથી બે દિવસના પ્રવાસે માલદીવ્સ પહોંચ્યા, સ્વતંત્રતા સમારોહમાં ચીફ ગેસ્ટ બનશે

ભારતે કરી હતી મદદ

સાડા પાંચ લાખ લોકોની વસ્તી ધરાવતા માલદીવ્સની અર્થવ્યવસ્થા પ્રવાસન પર નિર્ભર છે. કોરોના મહામારીથી દેશની અર્થવ્યવસ્થા કથળી હતી. 2024માં માલદીવ્સની ફોરેક્સ રિઝર્વમાં મોટો ઘટાડો નોંધાતા ભારતે મદદ કરી હતી. ભારતે તેને 75 કરોડ ડોલરની કરન્સી સ્વેપની સુવિધા આપી હતી. તેમજ 10 કરોડ ડોલર ટ્રેઝરી બિલ ચૂકવવા પણ સહાયતા કરી હતી. 2024માં માલદીવ્સના અડ્ડુ શહેરમાં ભારતે એક લિંક બ્રિજ પ્રોજેક્ટ પણ શરૂ કર્યો હતો. જ્યાં 2.9 કરોડ ડોલરના ખર્ચે એરપોર્ટ વિકસિત કરવામાં આવી રહ્યું છે.

માલદીવ્સને પોતાની ભૂલ સમજાઈ

ભારત માલદીવ્સના અર્થતંત્રને ઉગારવા નાણાકીય અને આર્થિક સહાય કરી રહ્યું હતું. પરંતુ મોઈજ્જુની સરકાર બનતાં તેણે ચીનની તરફેણમાં નિર્ણયો લેવાનું શરૂ કર્યું. ભારત વિરોધી કાર્યવાહી હાથ ધરી ઈન્ડિયા આઉટનો નારો આપ્યો. જેથી ભારતના માલદીવ્સ સાથે સંબંધો બગડ્યા હતાં.  તે સમયે 2024માં વડાપ્રધાન મોદીના લક્ષદ્વીપ પ્રવાસે માલદીવ્સને પોતાની ભૂલનો અહેસાસ કરાવ્યો હતો. PM મોદીની લક્ષદ્વીપ પ્રવાસની તસવીરો વાઈરલ થતાં ભારતમાં સોશિયલ મીડિયા પર ‘બોયકોટ માલદીવ્સ’ ટ્રેન્ડ થવા લાગ્યું હતું. જેથી માલદીવ્સમાં પ્રવાસીઓની સંખ્યા 50,000 સુધી ઘટી હતી. તેને 15 કરોડ ડોલરનું નુકસાન થયુ હતું. જેથી મુઈજ્જુ સરકારને પોતાની ભૂલ સમજાઈ અને તેણે ભારતના લોકોને માલદીવ્સ આવવાની અપીલ કરી.

ભારતની ‘નેબરહુડ ફર્સ્ટ’ નીતિની અસર

2024 માં ચીનની મુલાકાત લીધા પછી, રાષ્ટ્રપતિ મુઇજ્જુએ આદેશ આપ્યો હતો કે કોઈ પણ ભારતીય લશ્કરી કર્મચારી, ભલે તે સિવિલ ડ્રેસમાં હોય, તેમના દેશમાં ન રહે. તેમને દેશમાંથી બહાર જવા એક સમયમર્યાદા પણ નક્કી કરી હતી. માલદીવ્સના સાર્વભૌમત્વનો આદર કરતા ભારતે તેના તમામ લશ્કરી કર્મચારીઓને પાછા ખેંચી લીધા હતાં. ભારતના આ નિર્ણયની બંને દેશો વચ્ચેના સંબંધો પર સકારાત્મક અસર પડી. બીજી તરફ, ‘નેબરહુડ ફર્સ્ટ’ નીતિ હેઠળ, તે જ વર્ષે ઓગસ્ટમાં વિદેશ મંત્રી એસ જયશંકરે મુલાકાત લીધી હતી. બંને નેતાઓની મુલાકાત બાદ સંબંધો સુધર્યા હતાં.

ઉલ્લેખનીય છે, માલદીવ્સ પર ચીનનું 1.37 અબજ ડોલરનું દેવું છે. જો કોઈ દેશ લોન ચૂકવવામાં નિષ્ફળ રહે તો ચીન તેના અત્યંત ખરાબ હાલ કરે છે. તે રાજકીય અને આર્થિક દબાણ લાદવા ઉપરાંત પ્રદેશ પર કબજો સહિતની કાર્યવાહી હાથ ધરે છે.

'ઈન્ડિયા આઉટ'નો નારો લગાવનારા માલદિવ્સમાં PM મોદીનું ભવ્ય સ્વાગત, 20 જ મહિનામાં કેવી રીતે બદલાયા પાસા 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોદીની રેકોર્ડ તોડવામાં બોલબાલા : નહેરુને પાછળ રાખ્યા | Modi’s record breaking feat: Nehru left behi…
INDIA

મોદીની રેકોર્ડ તોડવામાં બોલબાલા : નહેરુને પાછળ રાખ્યા | Modi’s record breaking feat: Nehru left behi…

June 10, 2026
ભારતમાં પાક.ના ગેંગસ્ટર-આતંકવાદી નેટવર્કનો ખુલાસો, 18 સ્થળોએ દરોડા | Pakistan’s gangster terrorist n…
INDIA

ભારતમાં પાક.ના ગેંગસ્ટર-આતંકવાદી નેટવર્કનો ખુલાસો, 18 સ્થળોએ દરોડા | Pakistan’s gangster terrorist n…

June 10, 2026
મથુરાના બાંકે બિહારી મંદિર નજીક મોટી દુર્ઘટના, શ્રદ્ધાળુઓ પર મકાનની છત પડતાં 7 ઘાયલ | Vrindavan Trag…
INDIA

મથુરાના બાંકે બિહારી મંદિર નજીક મોટી દુર્ઘટના, શ્રદ્ધાળુઓ પર મકાનની છત પડતાં 7 ઘાયલ | Vrindavan Trag…

June 9, 2026
Next Post
અમરેલી જિલ્લાના બગસરા અને ધારી ખાતે કરોડોના ખર્ચે તૈયાર થયેલ સરકારી હોસ્પિટલનું આરોગ્ય અને પરિવાર કલ…

અમરેલી જિલ્લાના બગસરા અને ધારી ખાતે કરોડોના ખર્ચે તૈયાર થયેલ સરકારી હોસ્પિટલનું આરોગ્ય અને પરિવાર કલ...

સાપુતારા મોનસૂન ફેસ્ટિવલ 2025 આવતીકાલથી શરુ થશે, આદિવાસી સંસ્કૃતિને જોવાનો મળશે લ્હાવો | saputara mo…

સાપુતારા મોનસૂન ફેસ્ટિવલ 2025 આવતીકાલથી શરુ થશે, આદિવાસી સંસ્કૃતિને જોવાનો મળશે લ્હાવો | saputara mo...

ઓપરેશન સિંદૂર હજુ પણ યથાવત્, સેના 24 કલાક તૈયાર રહે’, CDS જનરલ અનિલ ચૌહાણનું સૂચક નિવેદન | CDS Gen C…

ઓપરેશન સિંદૂર હજુ પણ યથાવત્, સેના 24 કલાક તૈયાર રહે', CDS જનરલ અનિલ ચૌહાણનું સૂચક નિવેદન | CDS Gen C...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિવાળીની ફટાકડામુક્ત ઉજવણીને પ્રાધાન્ય આપતી નવી જનરેશન

દિવાળીની ફટાકડામુક્ત ઉજવણીને પ્રાધાન્ય આપતી નવી જનરેશન

8 months ago
ધારાસભ્યો પછી તૃણમૂલનાં 20 લોકસભા સાંસદોનો બળવો | After the MLAs 20 Trinamool Lok Sabha MPs revolt

ધારાસભ્યો પછી તૃણમૂલનાં 20 લોકસભા સાંસદોનો બળવો | After the MLAs 20 Trinamool Lok Sabha MPs revolt

1 day ago
‘તમે અહીંના રાજા નથી’.. સાંસદ વસાવાએ કલેક્ટર-મામલતદારને ખખડાવ્યા, વેપારીઓને પણ ચીમકી | BJP MP Mansuk…

‘તમે અહીંના રાજા નથી’.. સાંસદ વસાવાએ કલેક્ટર-મામલતદારને ખખડાવ્યા, વેપારીઓને પણ ચીમકી | BJP MP Mansuk…

8 months ago
મોરબીમાં ગમખ્વાર અકસ્માત, કાર પર કન્ટેનર પલટી જતાં ટંકારાના દંપતીનું કમકમાટીભર્યું મોત | Tragic Morb…

મોરબીમાં ગમખ્વાર અકસ્માત, કાર પર કન્ટેનર પલટી જતાં ટંકારાના દંપતીનું કમકમાટીભર્યું મોત | Tragic Morb…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News