gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઉત્તરકાશીના ધારાલીમાં નદીએ બદલો લીધો? કુદરતને છેડવાની માનવીય ભૂલનું આકરું પરિણામ મળ્યું | Uttarkashi…

G METRO NEWS by G METRO NEWS
August 9, 2025
in INDIA
0 0
0
ઉત્તરકાશીના ધારાલીમાં નદીએ બદલો લીધો? કુદરતને છેડવાની માનવીય ભૂલનું આકરું પરિણામ મળ્યું | Uttarkashi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Uttarkashi Flood Disaster: તાજેતરમાં ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના ધારાલીમાં આવેલા પૂરે ભયંકર તબાહી મચાવી હતી. આ મુદ્દે હવે નિષ્ણાતો કહી રહ્યા છે કે, એ કોઈ કુદરતી અકસ્માત નહોતો, પણ નદીના સ્વભાવ અને કુદરતી માર્ગને અવગણવાનું અને અવરોધવાનું પરિણામ હતું. ખીર ગંગા નદીએ પોતાનો માર્ગ નહોતો બદલ્યો, એ તો એના સદીઓ જૂના માર્ગે પાછી ફરી છે. ચાલો, આ મુદ્દાની ઊંડાઈમાં ઉતરીએ અને નદીના માર્ગમાંથી ચલિત થવાનું કારણ જાણીએ. 

એક કિનારો સલામત, બીજો બરબાદ 

ખીર ગંગા નદીમાં આવેલું ભીષણ પૂર ધારાલી પર ફરી વળ્યું હતું અને ગણતરીના સેકન્ડમાં તો અનેક બહુમાળી મકાનો અને દુકાનો પત્તાના મહેલની જેમ ફસકી પડ્યાં હતાં. આખેઆખું બજાર સાફ થઈ ગયું હતું. સેટેલાઇટ તસવીરો અને ડ્રોન વિડિયો જોતાં ખ્યાલ આવે છે, નદીને એક કિનારે ભયંકર વિનાશ વેરાયો હતો જ્યારે કે સામેના કિનારે બહુ ઓછું નુકસાન થયું હતું. એવું લાગે છે જાણે નદી નક્કી કરીને ત્રાટકી હતી કે આ એક જ કિનારાને ગળી જવો છે. શા માટે નદીના પાણીએ ફક્ત એક કિનારાને લક્ષ્ય બનાવ્યો?

ઉત્તરકાશીના ધારાલીમાં નદીએ બદલો લીધો? કુદરતને છેડવાની માનવીય ભૂલનું આકરું પરિણામ મળ્યું 2 - image

વળાંકમાં નદીની પ્રકૃતિ કેવી હોય?

ગઢવાલ યુનિવર્સિટીના ભૂસ્તરશાસ્ત્ર વિભાગના વડા પ્રોફેસર એમ. પી. એસ. બિષ્ટ જણાવે છે કે, ‘નદી જ્યારે વળાંક લે છે, ત્યારે તેની બહારની બાજુએ પાણીનો પ્રહાર વધારે પ્રંચડ હોય છે, જે કારણે એ કિનારાનું ધોવાણ વધારે માત્રામાં થાય છે. અંદરની બાજુએ પ્રવાહ ધીમો પડે છે અને ત્યાં કાંપનો થર જમા થાય છે.’

ફક્ત એક કિનારે વિનાશ આ કારણસર વેરાયો

ભારે વરસાદથી તોફાને ચઢેલી ખીર ગંગાએ પણ પોતાના બહારની બાજુના કિનારે વિનાશ વેર્યો હતો, કેમ કે એ કિનારે પુરાણ કરી કરીને મકાનો-દુકાનો બનાવી દેવાયા હતા અને આખેઆખું બજાર તાણી બંધાયું હતું. જેને લીધે નદીનો પટ એ સ્થાને સાંકડો થઈ ગયો હતો. ઓછા વહેણમાં તો નદી નુકસાન નહોતી કરતી પણ એકાએક આભ ફાટતાં જે મબલખ પાણી નદીમાં આવી પડ્યું એ નદીના સાંકડા પટમાં ન સચવાતા અંતે નદી બેકાબૂ બની અને વર્ષો અગાઉ એનો જે માર્ગ હતો એ જ બાહરી કિનારાનો માર્ગ એણે પકડ્યો, અને પૂરી દેવાયેલા એ માર્ગમાં હતાં એ તમામ મકાનો, દુકાનો અને બજારનો ઘડોલાડવો કરી નાંખ્યો. ક્યારેક જે પોતાનો હતો, નદીના કુદરતી વહેણે કોતરેલો હિસ્સો હતો, એના પર ફરી કબજો જમાવીને નદીએ માણસજાતની અળવીતરાઈ સામે બદલો લીધો એમ કહી શકાય. 

સામે કિનારે, વળાંકની અંદરની તરફના ભાગે, કુદરતી રીતે કાંપ ભરાયેલો હતો, જેને લીધે નદીના પાણી એ તરફ બેફામ ન બન્યા, અને એ ભાગમાં ખાસ્સું ઓછું નુકસાન થયું. 

ઉત્તરકાશીના ધારાલીમાં નદીએ બદલો લીધો? કુદરતને છેડવાની માનવીય ભૂલનું આકરું પરિણામ મળ્યું 3 - image

1.4 લાખ ઓલિમ્પિક કદના સ્વિમિંગ પૂલ જેટલો જથ્થો નદીમાં એકીસાથે ખાબક્યો

ધારાલીથી આશરે 7 કિમી ઉપર, પહાડોમાં 6,700 મીટરની ઊંચાઈએ હિમનદીમાં એકાએક ભંગ પડ્યો અને આકાશમાં વાદળ પણ ફાટ્યું, જેને લીધે એકીસાથે ખૂબ બધું પાણી નદીમાં ખાબકી પડ્યું. ભૂસ્તરશાસ્ત્રીય મૂલ્યાંકન મુજબ, નદીમાં અચાનક વધેલા પાણીના જથ્થાને લીધે ભૂસ્ખલન થયું અને 36 કરોડ ઘન મીટર જેટલો કાટમાળ એટલે કે 1.4 લાખ ઓલિમ્પિક કદના સ્વિમિંગ પૂલમાં ભરાય જેટલો જથ્થો ખીર ગંગામાં ખાબક્યો. આ પ્રવાહ પૂરઝડપે વહેતો નીચે આવ્યો અને ધારાલી પર કાળ બનીને ફરી વળ્યો. અંદાજે 6 થી 7 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે ધસમસતા આવેલા કાટમાળે ઘડીના છઠ્ઠા ભાગમાં તોતિંગ મકાનોને રમકડાંની જેમ જમીનદોસ્ત કરી નાંખ્યા. ધરાલીમાં 20 હેક્ટર જેટલા વિશાળ વિસ્તાર પર કાદવકીચડની જાડી ચાદર છવાઈ ગઈ છે, એના પરથી ત્યાં મચેલી તબાહીનો અંદાજ લગાવી શકાય એમ છે.

2013ના ઇતિહાસની પુનરાવૃત્તિ થઈ

હિમાલયની નદીઓ સૌમ્ય નથી હોતી. તક મળ્યે બેફામ બની જતી હોય છે. ખીર ગંગા નદી ગાંડીતૂર થયાની આ પહેલી ઘટના નથી. 2013માં આ જ નદીએ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ભયંકર ખાનાખરાબી મચાવી હતી, પણ એ જોયા પછી પણ માણસજાત ન ચેતી અને નદીના માર્ગને અવરોધવાનું ચાલુ રખાયું, જેનું વરવું પરિણામ આપણી સામે છે. 

ઉત્તરકાશીના ધારાલીમાં નદીએ બદલો લીધો? કુદરતને છેડવાની માનવીય ભૂલનું આકરું પરિણામ મળ્યું 4 - image

અનિયંત્રિત બાંધકામથી આપત્તિ વધુ ગંભીર

ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોમાં ભૂસ્ખલન અને નદીમાં પૂર આવવાની ઘટનાઓમાં છેલ્લા થોડા વર્ષોમાં ખૂબ વધારો થયો છે, એના બે મુખ્ય કારણો છે. પહેલું, જંગલોનો સફાયો, અને બીજું, નદી કિનારે અનધિકૃત બાંધકામો. ધારાલીમાં પણ એ જ થયું છે. ખીર ગંગાને કિનારે બંધાતા મકાનો પર કોઈ અસરકારક નિયમન ન હોવાથી જોખમ વધી ગયું હતું. ક્યારેક તો પરપોટો ફૂટવાનો જ હતો અને ફૂટ્યો.

આબોહવા પરિવર્તનનું બહાનું નહીં ચાલે

આવી આપત્તિ આવે ત્યારે વિકાસને નામે અવિચારી પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન આપનારી સરકારો આબોહવા પરિવર્તન (ગ્લોબલ વોર્મિંગ)ના માથે દોષનું ઠીકરું ફોડી મૂકે છે. પણ, નિષ્ણાતોનું કહેવું છે કે, દરેક કુદરતી આપત્તિનો દોષ આબોહવા પરિવર્તનને આપી શકાય નહીં. આબોહવા પરિવર્તનનો ઉપયોગ બેદરકારી અને ગેરવહીવટ છુપાવવા માટે ન થવો જોઈએ. ખાસ કરીને ચોમાસા દરમિયાન કુદરતી આપત્તિઓમાં ઘેરાઈ જવાની વધુ શક્યતા ધરાવતા સંવેદનશીલ પર્વતીય વિસ્તારોમાં બાંધકામ, વન-સંરક્ષણ જેવી અનેક બાબતે પૂર્વતૈયારી અને નીતિનિયમોનું યોગ્ય પાલન થાય એ જોવાની જવાબદારી પ્રશાસને નિભાવવી જોઈએ. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મુંબઈમાં મેટ્રો પિલરનો સ્લેબ ધરાશાયી: રિક્ષા અને કારનો કચ્ચરઘાણ, 4થી વધુ ઈજાગ્રસ્ત | mumbai mulund m…
INDIA

મુંબઈમાં મેટ્રો પિલરનો સ્લેબ ધરાશાયી: રિક્ષા અને કારનો કચ્ચરઘાણ, 4થી વધુ ઈજાગ્રસ્ત | mumbai mulund m…

February 14, 2026
ફરવા માટે ગુજરાતીઓના ફેવરિટ ડેસ્ટિનેશન સુધી નવી વંદે ભારત ટ્રેન દોડશે! જાણો ટાઈમ અને રૂટ | new udaip…
INDIA

ફરવા માટે ગુજરાતીઓના ફેવરિટ ડેસ્ટિનેશન સુધી નવી વંદે ભારત ટ્રેન દોડશે! જાણો ટાઈમ અને રૂટ | new udaip…

February 14, 2026
ભારતમાં AIનો મહાકુંભ! ગૂગલ, Nvidia, મેટા, માઈક્રોસોફ્ટ સહિત 50થી વધુ કંપનીઓ બનશે મહેમાન | india ai i…
INDIA

ભારતમાં AIનો મહાકુંભ! ગૂગલ, Nvidia, મેટા, માઈક્રોસોફ્ટ સહિત 50થી વધુ કંપનીઓ બનશે મહેમાન | india ai i…

February 14, 2026
Next Post
વડોદરામાં માથાભારે શખ્સે વેપારી પર હુમલો કરી મારી નાખવાની ધમકી આપી | A brazen man attacked and threa…

વડોદરામાં માથાભારે શખ્સે વેપારી પર હુમલો કરી મારી નાખવાની ધમકી આપી | A brazen man attacked and threa...

દિલ્હીમાં ગમે ત્યારે પૂર ત્રાટકે તેવી આશંકા, ખતરાના નિશાનથી ઉપર પહોંચી યમુના નદી, તંત્ર એલર્ટ | Fear…

દિલ્હીમાં ગમે ત્યારે પૂર ત્રાટકે તેવી આશંકા, ખતરાના નિશાનથી ઉપર પહોંચી યમુના નદી, તંત્ર એલર્ટ | Fear...

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ ઝોનમાં મિલકતવેરાના બિલો આપી દેવાયા | Vadodara Municipal Cor…

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ ઝોનમાં મિલકતવેરાના બિલો આપી દેવાયા | Vadodara Municipal Cor...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોઈ ગુનેગારની જેમ કામ ન કરી શકે ED, કાયદાના દાયરામાં રહેવું પડશે’, સુપ્રીમ કોર્ટની ટિપ્પણી | ED Cant…

કોઈ ગુનેગારની જેમ કામ ન કરી શકે ED, કાયદાના દાયરામાં રહેવું પડશે’, સુપ્રીમ કોર્ટની ટિપ્પણી | ED Cant…

6 months ago
બેલારૂસમાં ફસાયેલી નવસારીની મહિલાની વતન પરત ફરી, વીડિયો વાઈરલ થતા એજન્ટ નરમ પડ્યો | Navsari Woman St…

બેલારૂસમાં ફસાયેલી નવસારીની મહિલાની વતન પરત ફરી, વીડિયો વાઈરલ થતા એજન્ટ નરમ પડ્યો | Navsari Woman St…

3 weeks ago
હું બપોરે સુઈ જાવ છું ત્યારે તું નવા કપડાં પહેરીને બહાર કયાં જતી રહે છે ? | Where do you go out wear…

હું બપોરે સુઈ જાવ છું ત્યારે તું નવા કપડાં પહેરીને બહાર કયાં જતી રહે છે ? | Where do you go out wear…

6 months ago
VIDEO: કાવડિયાઓએ મિર્ઝાપુર રેલવે સ્ટેશન પર CRPF જવાનને માર માર્યો, લોકોએ મદદના બદલે વીડિયો ઉતાર્યો |…

VIDEO: કાવડિયાઓએ મિર્ઝાપુર રેલવે સ્ટેશન પર CRPF જવાનને માર માર્યો, લોકોએ મદદના બદલે વીડિયો ઉતાર્યો |…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News