gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઉત્તર પ્રદેશમાં જાતિ આધારિત રેલીઓ પર પ્રતિબંધ, FIR કે અરેસ્ટ મેમોમાં પણ નહીં હોય ઉલ્લેખ | up governm…

G METRO NEWS by G METRO NEWS
September 22, 2025
in INDIA
0 0
0
ઉત્તર પ્રદેશમાં જાતિ આધારિત રેલીઓ પર પ્રતિબંધ, FIR કે અરેસ્ટ મેમોમાં પણ નહીં હોય ઉલ્લેખ | up governm…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Caste equations in UP: અલ્લાહાબાદ હાઈકોર્ટના તાજેતરના ઐતિહાસિક નિર્ણયનું પાલન કરતા ઉત્તર પ્રદેશ સરકારે જાતિગત ભેદભાવને ખતમ કરવા માટે એક મોટું પગલું ભર્યું છે. આ મુજબ, હવેથી રાજ્યમાં જાતિ-આધારિત રેલીઓ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. સાથે જ, જાહેર સ્થળો, પોલીસ FIR, ધરપકડ મેમો અને અન્ય સરકારી દસ્તાવેજોમાં કોઈની પણ જાતિનો ઉલ્લેખ કરવામાં આવશે નહીં. આ સંબંધમાં મુખ્ય સચિવે જરૂરી નિર્દેશો પણ જારી કર્યા છે.

પોલીસ અને સરકારી દસ્તાવેજોમાંથી જાતિનો ઉલ્લેખ હટાવાશે

મુખ્ય સચિવના આદેશ અનુસાર, હવેથી પોલીસ રેકોર્ડ્સ, જેમ કે FIR અને ધરપકડ મેમોમાં કોઈ પણ વ્યક્તિની જાતિનો ઉલ્લેખ કરવામાં આવશે નહીં. ઉપરાંત, સરકારી અને કાયદાકીય દસ્તાવેજોમાંથી પણ જાતિ સંબંધિત કોલમ દૂર કરવામાં આવશે. આ પગલાથી બધાને સમાન રીતે જોવામાં આવશે. જોકે, જ્યાં જાતિ કાયદાકીય રીતે જરૂરી હોય તેવા કેટલાક કેસોમાં આ નિયમ લાગુ નહીં પડે.

જાતિ આધારિત રેલીઓ અને કાર્યક્રમો પર પ્રતિબંધ

જાતિ આધારિત રેલીઓ અને કાર્યક્રમો પર હવે સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. આ ઉપરાંત, સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ પર જાતિનો મહિમા કે દ્વેષ ફેલાવતી સામગ્રી વિરુદ્ધ IT એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરાશે.

આ ઐતિહાસિક નિર્ણય ખરેખર અલ્લાહાબાદ હાઈકોર્ટના જજ વિનોદ દિવાકરની એકલપીઠે 19 સપ્ટેમ્બર, 2025ના રોજ આપ્યો હતો. આ નિર્ણય પ્રવીણ છેત્રી વિરુદ્ધ રાજ્યના દારૂની તસ્કરીના કેસની સુનાવણી દરમિયાન આપવામાં આવ્યો હતો. અરજદાર પ્રવીણ છેત્રીએ પોતાની ધરપકડ દરમિયાન FIR અને જપ્તી મેમોમાં તેની જાતિ (ભીલ)નો ઉલ્લેખ કરવા સામે વાંધો ઉઠાવ્યો હતો. કોર્ટે આ કૃત્યને બંધારણીય નૈતિકતાની વિરુદ્ધ ગણાવીને કહ્યું કે જાતિનું મહિમામંડન કરવું તે ‘એન્ટિ-નેશનલ’ (રાષ્ટ્ર-વિરોધી) છે.

આ પછી, કોર્ટે તાત્કાલિક અસરથી ઉત્તર પ્રદેશ સરકારને પોલીસ દસ્તાવેજીકરણ પ્રક્રિયાઓમાં ફેરફાર કરવાનો આદેશ આપ્યો. જેમાં આરોપીઓ, માહિતી આપનાર અને સાક્ષીઓની જાતિ સંબંધિત તમામ કોલમ અને એન્ટ્રીઓ દૂર કરવાનો સ્પષ્ટ નિર્દેશ સામેલ હતો.

ઉત્તર પ્રદેશમાં જાતિ આધારિત રેલીઓ પર પ્રતિબંધ, FIR કે અરેસ્ટ મેમોમાં પણ નહીં હોય ઉલ્લેખ 2 - image

‘જાતિ આધારિત ઓળખની જરૂર નથી’

કોર્ટે DGPના સોગંદનામામાં આપવામાં આવેલા તર્કો (જેમ કે ઓળખ માટે જાતિ જરૂરી છે)ને ફગાવી દેતા કહ્યું કે ફિંગરપ્રિન્ટ, આધાર, મોબાઇલ નંબર અને માતા-પિતાની વિગતો જેવા આધુનિક સાધનોથી જાતિ આધારિત ઓળખની કોઈ જરૂર નથી.

કોર્ટના નિર્દેશો બાદ મુખ્ય સચિવ દ્વારા 21 સપ્ટેમ્બર, 2025ના રોજ 10 મુદ્દાઓનો આદેશ જારી કરવામાં આવ્યો છે, જે જાતિગત ભેદભાવને જડમૂળથી નાબૂદ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

પોલીસ રેકોર્ડ્સ અને FIRમાં ફેરફાર

FIR, ધરપકડ મેમો, ચાર્જશીટ વગેરે દસ્તાવેજોમાંથી જાતિનો ઉલ્લેખ સંપૂર્ણપણે દૂર કરવામાં આવશે. આરોપીની ઓળખ માટે હવે પિતાની સાથે માતાનું નામ પણ ફરજિયાતપણે લખવામાં આવશે.

આ પણ વાંચો: લાલુ યાદવના પરિવારમાં ભંગાણ, લાડલી દીકરીએ માતા-પિતા, ભાઈ-બહેન બધાને કર્યા ‘અનફોલો’

NCRB અને CCTNS સિસ્ટમ

નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો (NCRB)ના ક્રાઇમ ક્રિમિનલ ટ્રેકિંગ નેટવર્ક એન્ડ સિસ્ટમ (CCTNS)માં જાતિ ભરવાની કોલમને ખાલી રાખવામાં આવશે. પોલીસ વિભાગ NCRBને પત્ર લખીને આ કોલમને ડિલીટ કરવાની અપીલ કરશે.

જાહેર સ્થળો પરથી જાતિના સંકેતો દૂર કરવા

પોલીસ સ્ટેશનના નોટિસ બોર્ડ, વાહનો, સાઇનબોર્ડ્સ અને અન્ય જાહેર સ્થળોએથી જાતિ આધારિત સંકેતો, સૂત્રો કે પ્રતીકો હટાવવામાં આવશે. કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં સુધારો કરીને વાહનો પર જાતિ આધારિત સૂત્રો પર સ્પષ્ટ પ્રતિબંધ મૂકવામાં આવશે.

જાતિ આધારિત રેલીઓ અને સોશિયલ મીડિયા પર કડકાઈ

જાતિ આધારિત રેલીઓ કે કાર્યક્રમો પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ મીડિયા પર જાતિનું મહિમામંડન કે નફરત ફેલાવનારી સામગ્રી વિરુદ્ધ IT નિયમો હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. જોકે SC/ST એક્ટ જેવા કિસ્સાઓમાં જ્યાં જાતિનો ઉલ્લેખ કાયદેસર રીતે જરૂરી હોય, ત્યાં છૂટ રહેશે.

ઉત્તર પ્રદેશમાં જાતિ આધારિત રેલીઓ પર પ્રતિબંધ, FIR કે અરેસ્ટ મેમોમાં પણ નહીં હોય ઉલ્લેખ 3 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘ભારત એકમાત્ર દેશ જેણે પોતાના નાવિક ગુમાવ્યા…’, હોર્મુઝ સ્ટ્રેટ ખોલાવવા થયેલી બેઠકમાં રજૂઆત | Indi…
INDIA

‘ભારત એકમાત્ર દેશ જેણે પોતાના નાવિક ગુમાવ્યા…’, હોર્મુઝ સ્ટ્રેટ ખોલાવવા થયેલી બેઠકમાં રજૂઆત | Indi…

April 3, 2026
જનતાનો મુદ્દો ઉઠાવીને મેં શું ગુનો કર્યો?’, AAPના એક્શન બાદ રાઘવ ચઢ્ઢાનો કેજરીવાલને જવાબ | raghav ch…
INDIA

જનતાનો મુદ્દો ઉઠાવીને મેં શું ગુનો કર્યો?’, AAPના એક્શન બાદ રાઘવ ચઢ્ઢાનો કેજરીવાલને જવાબ | raghav ch…

April 3, 2026
કોટામાં એક જ પરિવારના 12 સભ્યોને જન્મટીપની સજા, બકરાના વિવાદમાં યુવકની કરી હતી હત્યા | 12 members of…
INDIA

કોટામાં એક જ પરિવારના 12 સભ્યોને જન્મટીપની સજા, બકરાના વિવાદમાં યુવકની કરી હતી હત્યા | 12 members of…

April 3, 2026
Next Post
દાહોદ નજીક હિટ એન્ડ રન: બસે ટક્કર મારતાં એક વ્યક્તિનું મોત, બે ઇજાગ્રસ્ત | dahod hit and run one dea…

દાહોદ નજીક હિટ એન્ડ રન: બસે ટક્કર મારતાં એક વ્યક્તિનું મોત, બે ઇજાગ્રસ્ત | dahod hit and run one dea...

લાલુ યાદવના પરિવારમાં ભંગાણ, લાડલી દીકરીએ માતા-પિતા, ભાઈ-બહેન બધાને કર્યા ‘અનફોલો’ | Lalu Yadav Daug…

લાલુ યાદવના પરિવારમાં ભંગાણ, લાડલી દીકરીએ માતા-પિતા, ભાઈ-બહેન બધાને કર્યા 'અનફોલો' | Lalu Yadav Daug...

એક જ પંડિત-એક જ મંદિર: સમૌ ગામમાં એક જ વર્ષમાં 133 નકલી લવ-મેરેજ નોંધાયા | samau village fake marria…

એક જ પંડિત-એક જ મંદિર: સમૌ ગામમાં એક જ વર્ષમાં 133 નકલી લવ-મેરેજ નોંધાયા | samau village fake marria...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઓગસ્ટ માસના અંત સુધીમાં વડોદરા જિલ્લામાં ગયા વર્ષે ૮૧ ટકા તેમજ આ વર્ષે ૬૫ ટકા વરસાદ | in 2024 81 per…

ઓગસ્ટ માસના અંત સુધીમાં વડોદરા જિલ્લામાં ગયા વર્ષે ૮૧ ટકા તેમજ આ વર્ષે ૬૫ ટકા વરસાદ | in 2024 81 per…

7 months ago
ધોરાજીના જૂનાગઢ રોડ પર રસ્તા રોકો આંદોલન : ચક્કાજામથી વાહનોના થપ્પા | Road blockade movement on Dhor…

ધોરાજીના જૂનાગઢ રોડ પર રસ્તા રોકો આંદોલન : ચક્કાજામથી વાહનોના થપ્પા | Road blockade movement on Dhor…

12 months ago
BMC ચૂંટણી પહેલા મહારાષ્ટ્રમાં ગજબ સસ્પેન્સ! NDAમાં બેઠકોની વહેંચણી મુદ્દે પેચ ફસાયો | BMC Elections…

BMC ચૂંટણી પહેલા મહારાષ્ટ્રમાં ગજબ સસ્પેન્સ! NDAમાં બેઠકોની વહેંચણી મુદ્દે પેચ ફસાયો | BMC Elections…

3 months ago
કચ્છમાં SMCના સૌથી મોટા દરોડા, 6 ગાડીઓ ભરીને દારૂ પકડાયો, 5 કરોડનો મુદ્દામાલ જપ્ત | kutch bhuj bigge…

કચ્છમાં SMCના સૌથી મોટા દરોડા, 6 ગાડીઓ ભરીને દારૂ પકડાયો, 5 કરોડનો મુદ્દામાલ જપ્ત | kutch bhuj bigge…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News