gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

એકલી માતાએ ઉછેરેલા બાળક માટે પિતાની સરનેમ જરૂરી નથી, બોમ્બે હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો | bombay hig…

G METRO NEWS by G METRO NEWS
February 21, 2026
in INDIA
0 0
0
એકલી માતાએ ઉછેરેલા બાળક માટે પિતાની સરનેમ જરૂરી નથી, બોમ્બે હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો | bombay hig…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Single Mother Rights: બોમ્બે હાઈકોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે, જો કોઈ બાળકનો ઉછેરસિંગલ મધરએટલે કે માત્ર તેની માતા દ્વારા જ કરવામાં આવ્યો હોય, તો તેને પિતાનું નામ, અટક કે જ્ઞાતિ સ્વીકારવા માટે મજબૂર કરી શકાય નહીં. બોમ્બે હાઈકોર્ટની ઔરંગાબાદ બેન્ચના જસ્ટિસ વિભા કંકણવાડી અને હિતેન વેણેગાવકરની બેન્ચે આ મહત્ત્વનો આદેશ આપતા એક 12 વર્ષની બાળકીને શાળાના રેકોર્ડમાં પિતાના બદલે માતાનું નામ અને જ્ઞાતિ બદલવાની મંજૂરી આપી છે.

પિતૃસત્તાક માનસિકતાનો અંત: દસ્તાવેજોમાં માતાને મળ્યું કેન્દ્રસ્થાન

કોર્ટે ભારપૂર્વક જણાવ્યું છે કે, સિંગલ મધરને બાળકની નાગરિક ઓળખ માટે ‘સંપૂર્ણ વાલી’ તરીકે માન્યતા આપવી એ કોઈ ઉપકાર નથી, પરંતુ તે બંધારણીય ગરિમા અને મૂળભૂત અધિકારનો વિષય છે. કોર્ટના મતે, વહીવટી પ્રક્રિયામાં પિતાના નામને પ્રાધાન્ય આપી માતાના નામને ગૌણ રાખવું એ અસમાનતાને પ્રોત્સાહન આપવા સમાન છે.

પિતાની ગેરહાજરી છતાં ઓળખ લાદવી એ પિતૃસત્તાક માનસિકતા: હાઈકોર્ટની આકરી ટિપ્પણી

આ કેસની વિગતો મુજબ, અરજદાર બાળકીની માતા એક ‘સિંગલ પેરેન્ટ’ છે અને બાળકીનો સંપૂર્ણ ઉછેર તેમણે જ કર્યો છે. ચોંકાવનારી વાત એ છે કે, બાળકીના પિતા પર ભૂતકાળમાં જાતીય શોષણ જેવા ગંભીર આરોપો હતા. ત્યારબાદ થયેલા કાનૂની સમાધાન મુજબ, બાળકીની કાયમી કસ્ટડી માતાને સોંપવામાં આવી હતી અને પિતાનો બાળકીના જીવનમાં કોઈ પણ પ્રકારે સંપર્ક કે ભૂમિકા નથી.

વિકાસ માત્ર વાતોમાં નહીં, વિચારોમાં હોવો જોઈએ: હાઈકોર્ટ

આમ છતાં, જ્યારે માતાએ શાળાના રેકોર્ડમાં પિતાના સ્થાને પોતાનું નામ અને જ્ઞાતિ ‘મરાઠા’માંથી બદલીને ‘મહાર(અનુસૂચિત જાતિ)’ કરવાની વિનંતી કરી, ત્યારે શાળા સત્તાવાળાઓએ તેને ફગાવી દીધી હતી. આ મામલે હાઈકોર્ટે અત્યંત આકરી ટિપ્પણી કરતા કહ્યું કે, ‘જે પિતા બાળકના જીવનમાં ક્યાંય હાજર જ નથી, તેની ઓળખ બાળક પર પરાણે લાદવી એ પિતૃસત્તાક માનસિકતાનું પ્રતીક છે. જે સમાજ વિકાસના મોટા દાવા કરતો હોય, તે આવી રૂઢિચુસ્ત વ્યવસ્થાનો આગ્રહ રાખી શકે નહીં.’

આ પણ વાંચો: રાતોરાત ભારતને મોટી રાહત, અમેરિકાને હવે 18% નહીં બસ આટલો ટેરિફ ચૂકવવો પડશે

ઓળખ માટે માતાનું નામ જ પૂરતું

કોર્ટે આ કેસમાં જણાવ્યું હતું કે, શાળાના રેકોર્ડ એ માત્ર કોઈ ખાનગી નોંધ નથી, પરંતુ એક એવો જાહેર દસ્તાવેજ છે જે બાળકની સાથે આજીવન જોડાયેલો રહે છે. જ્યારે મહારાષ્ટ્ર સરકારે નીતિગત રીતે માતાના નામને બાળકની ઓળખ માટે કેન્દ્રસ્થાને સ્વીકાર્યું હોય, ત્યારે કોઈ પણ ગૌણ સત્તાવાળા કે સંસ્થા આવી ન્યાયી વિનંતીને નકારી શકે નહીં.

હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ‘જ્યારે વહીવટીતંત્ર પિતાના નામને અનિવાર્ય અને માતાના નામને વૈકલ્પિક માને છે, ત્યારે તે દસ્તાવેજો દ્વારા સમાજમાં અસમાનતાને જ પ્રોત્સાહન આપે છે.’ અદાલતનો આ ઐતિહાસિક ચુકાદો સિંગલ મધર તરીકે સંઘર્ષ કરતી અને પોતાના સંતાનોને સન્માન અપાવવા લડતી તમામ મહિલાઓ માટે એક મોટી નૈતિક અને કાનૂની જીત સમાન છે.

એકલી માતાએ ઉછેરેલા બાળક માટે પિતાની સરનેમ જરૂરી નથી, બોમ્બે હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘જાણે મને ઘરેથી તગેડી મૂકાઈ રહી હોય…’, ભાજપ સરકારના નિર્ણય પર કિરણ બેદીનું દર્દ છલકાયું | Kiran Be…
INDIA

‘જાણે મને ઘરેથી તગેડી મૂકાઈ રહી હોય…’, ભાજપ સરકારના નિર્ણય પર કિરણ બેદીનું દર્દ છલકાયું | Kiran Be…

May 27, 2026
પ્રધાનમંત્રી સડક યોજનામાં માર્ગોની ગુણવત્તા ચકાસાઈ નહીં, રુરલ ડેવલમેન્ટ મિનિસ્ટ્રીનો ધડાકો | PMGSY R…
INDIA

પ્રધાનમંત્રી સડક યોજનામાં માર્ગોની ગુણવત્તા ચકાસાઈ નહીં, રુરલ ડેવલમેન્ટ મિનિસ્ટ્રીનો ધડાકો | PMGSY R…

May 27, 2026
આસારામને ગેંગરેપના આરોપથી મુક્તિ પણ આજીવન કેદની સજા યથાવત્, રાજસ્થાન હાઈકોર્ટનો ચુકાદો | Rajasthan H…
INDIA

આસારામને ગેંગરેપના આરોપથી મુક્તિ પણ આજીવન કેદની સજા યથાવત્, રાજસ્થાન હાઈકોર્ટનો ચુકાદો | Rajasthan H…

May 27, 2026
Next Post
રાતોરાત ભારતને મોટી રાહત, અમેરિકાને હવે 18% નહીં બસ આટલો ટેરિફ ચૂકવવો પડશે | us tariff on india redu…

રાતોરાત ભારતને મોટી રાહત, અમેરિકાને હવે 18% નહીં બસ આટલો ટેરિફ ચૂકવવો પડશે | us tariff on india redu...

અમદાવાદમાં લગ્નપ્રસંગમાં લાઉડ સ્પીકર પર ગીતો વગાડવા મુદ્દે બબાલ, ટોળાએ કર્યો હુમલો, ફરિયાદ નોંધાઈ | …

અમદાવાદમાં લગ્નપ્રસંગમાં લાઉડ સ્પીકર પર ગીતો વગાડવા મુદ્દે બબાલ, ટોળાએ કર્યો હુમલો, ફરિયાદ નોંધાઈ | ...

જામનગર મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળની શાળા નં-18ના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય વિજ…

જામનગર મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળની શાળા નં-18ના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય વિજ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મારે નમક હરામોના મત નથી જોઇતા ગીરીરાજ સિંહના નિવેદનથી વિવાદ | Giriraj Singh’s statement on ‘I don’t …

મારે નમક હરામોના મત નથી જોઇતા ગીરીરાજ સિંહના નિવેદનથી વિવાદ | Giriraj Singh’s statement on ‘I don’t …

7 months ago
જામનગરની મનોદિવ્યાંગ બાળકોની સંસ્થા ૐ ટ્રેનિંગ સેન્ટરના 11 મનોદિવ્યાંગ બાળકોએ સ્પેશિયલ ખેલ મહાકુંભમા…

જામનગરની મનોદિવ્યાંગ બાળકોની સંસ્થા ૐ ટ્રેનિંગ સેન્ટરના 11 મનોદિવ્યાંગ બાળકોએ સ્પેશિયલ ખેલ મહાકુંભમા…

5 months ago
લવમેરેજ કરનાર પતિએ 13 વર્ષ બાદ પત્નીને કહ્યું,મારે બીજી પ્રેમિકા સાથે રહેવુંછે..પત્નીએ પાઠ ભણાવ્યો |…

લવમેરેજ કરનાર પતિએ 13 વર્ષ બાદ પત્નીને કહ્યું,મારે બીજી પ્રેમિકા સાથે રહેવુંછે..પત્નીએ પાઠ ભણાવ્યો |…

9 months ago
ભારતીય કંપનીઓમાં IPO માટે રીતસરની દોડ | Indian companies in a rush for IPOs

ભારતીય કંપનીઓમાં IPO માટે રીતસરની દોડ | Indian companies in a rush for IPOs

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News