gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

એક્સપ્રેસ વે પર સ્ત્રીનો વેશ ધારણ કરીને વાહનચાલકો પાસેથી લૂંટ કરતી ગેંગ ઝડપાઇ | ahmedabad rural poli…

G METRO NEWS by G METRO NEWS
July 24, 2025
in GUJARAT
0 0
0
એક્સપ્રેસ વે પર સ્ત્રીનો વેશ ધારણ કરીને વાહનચાલકો પાસેથી લૂંટ કરતી ગેંગ ઝડપાઇ | ahmedabad rural poli…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,ગુરૂવાર

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર રામોલ ટોલનાકા નજીક સ્ત્રીનો વેશ ધારણ કરીને ટ્રક ડ્રાઇવર તેમજ અન્ય વાહનચાલકોને લલચાવીને ઝાડીમાં લઇ માર મારી રોકડ અને કિંમતી ચીજવસ્તુઓની લૂંટ કરતી ગેંગના મુખ્ય સાગરિત સહિત કુલ ચાર આરોપીઓને વિવેકાનંદનગર પોલીસે દોઢ મહિનાની સતત મહેનત બાદ ઝડપીને મહત્વની સફળતા મેળવી છે. પોલીસે આરોપીઓની પુછપરછ કરતા જાણવા મળ્યું હતુ કે આરોપીઓએ અત્યાર સુધીમાં ૧૩થી વધુ ગુના આચરીને વાહનચાલકોને લૂંટયા હતા. જેમાં મોટાભાગના ભોગ બનનાર અન્ય રાજ્યોના ટ્રક ડઇવર હતા. આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર રામોલ ટોલનાકા નજીક ગત ૩૦મી મે ના રોજ  અમદાવાદ  તરફ એક ટ્રક ડઇવર આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં એક સ્ત્રીએ તેને ઇશારો કરીને બોલાવ્યો હતો. બાદમાં તેને ઝાડીમાં લઇ જવામાં આવ્યો ત્યારે ત્યાં અચાનક ત્રણ લોકો આવ્યા હતા અને તેમણે ડઇવરને માર મારીને તેની પાસેથી  રોકડ રૂપિયા ૨૫ હજાર અને ચાંદીના કડાની લૂંટ કરી હતી. આ બનાવ અંગે વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. 

 લૂંટારૂઓની મોડ્સ ઓપરેન્ડી જોતા આરોપીઓએ આ પ્રકારના ગુના નિયમિત રીતે ચોક્કસ વિસ્તારમાં આચરતા હોવાની શક્યતા પોલીસ ઇન્સ્પેક્ટર એચ એન બારીયાએ વ્યક્ત કરી હતી. જેના આધારે પોલીસે ઘટના સ્થળે તપાસ કરી ત્યારે સ્થળ પરથી કપડા, સામાન, સિક્કા તેમજ એક સીમ કાર્ડ મળી આવ્યું હતું. જે સીમ કાર્ડ અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તે રાજસ્થાનના એક ડઇવરના મોબાઇલનું હતુ અને તેને પણ સ્ત્રીનો વેશ ધારણ કરીને લૂંટ કરતી ગેંગ દ્વારા ટારગેટ કરાયો હતો. જેમાં તેનો મોબાઇલ લૂંટીને સીમ કાર્ડ સ્થળ  પર ફેંકી દેવામાં આવ્યું હતું. બાદમાં પોલીસે તેના મોબાઇલની વિગતો લઇને આઇએમઇઆઇ નંબરના આધારે તપાસ કરતા મહત્વની કડી મળી હતી. 

જેના આધારે અમદાવાદ જિલ્લાના દેવડી ગામમાં રહેતા દિનેશ વાદી, ગેરતપુરમાં રહેતા અજય વાદી અને મહેશ વાદીની અટકાયત કરીને પુછપરછ કરતા જાણવા મળ્યુ હતું કે દેવા નટ (રહે.નિકોલ) નામનો વ્યક્તિ તેમની ગેંગનો મુખ્ય સાગરિત હતો અને તે સ્ત્રીનો વેશ ધારણ કરીને ટ્રક ડ્રાઇવરને ચોક્કસ જગ્યાએ લાવતો હતો. જ્યાં ગેંગના અન્ય સાગરિતો હુમલો કરીને લૂંટ કરતા હતા.

આ અંગે જિલ્લા પોલીસ વડા ઓમપ્રકાશ જાટે જણાવ્યું કે  આરોપીઓએ અત્યાર સુધીમાં  ૧૩થી વધુ ગુના આચર્યાની કબુલાત કરી છે. પરંતુ, મોટાભાગના કેસમાં ટ્રક ડ્રાઇવર કે અન્ય વાહનચાલકો બદનામીના ડરથી ફરિયાદ કરતા ડરે છે. જેથી પોલીસે ભોગ બનનારા અંગે તપાસ કરીને વિગતો એકઠી કરવાનું શરૂ કર્યું છે. વિવેકાનંદનગર પોલીસે આરોપીઓની કડી મેળવવા માટે સતત દોઢ મહિના સુધી મહેનત કરી હતી. જેમાં ખુદ પોલીસ ટ્રક ડઇવર બનીને સક્રિય થયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…
GUJARAT

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…

August 9, 2026
અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…
GUJARAT

અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…

August 9, 2026
સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….
GUJARAT

સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….

August 9, 2026
Next Post
ચારેય આતંકીઓ દેશમાં મોટા હુમલાને અંજામ આપવાનું કાવતરૂ ઘડતા હતા | four terrerist in planning to gener…

ચારેય આતંકીઓ દેશમાં મોટા હુમલાને અંજામ આપવાનું કાવતરૂ ઘડતા હતા | four terrerist in planning to gener...

ધો.૧૦ની વિદ્યાર્થિની સ્કૂલના ચોથા માળેથી કુદી ગઇઃઆત્મહત્યાનો પ્રયાસ | som lalit school student jumpe…

ધો.૧૦ની વિદ્યાર્થિની સ્કૂલના ચોથા માળેથી કુદી ગઇઃઆત્મહત્યાનો પ્રયાસ | som lalit school student jumpe...

પેટલાદ તાલુકાના ચાંગા ગામમાં કમળાનો ભરડો : 21 કેસ મળતા તંત્રની દોડધામ | Lotus outbreak in Changa vil…

પેટલાદ તાલુકાના ચાંગા ગામમાં કમળાનો ભરડો : 21 કેસ મળતા તંત્રની દોડધામ | Lotus outbreak in Changa vil...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં યુવતીએ પતિની મારકુટ અને ત્રાસના કારણે ફીનાઇલ પી લેતાં હોસ્પિટલમાં ખસેડાઈ | A young woman i…

જામનગરમાં યુવતીએ પતિની મારકુટ અને ત્રાસના કારણે ફીનાઇલ પી લેતાં હોસ્પિટલમાં ખસેડાઈ | A young woman i…

1 year ago
દેશના 7 જ્વાળામુખીની યાદીમાં કચ્છના ધીણોધર પર્વતનો સમાવેશ, ગિરનાર-ચોટીલા અને બરડા ડુંગર પણ લાવાથી બન…

દેશના 7 જ્વાળામુખીની યાદીમાં કચ્છના ધીણોધર પર્વતનો સમાવેશ, ગિરનાર-ચોટીલા અને બરડા ડુંગર પણ લાવાથી બન…

9 months ago
‘વીજ ચેકિંગ કરવાનો સમય છે, મેન્ટેનન્સનો નથી?..’ અમરેલીના બગસરામાં ગામલોકોએ PGVCLની ટીમને ભગાડી | Amr…

‘વીજ ચેકિંગ કરવાનો સમય છે, મેન્ટેનન્સનો નથી?..’ અમરેલીના બગસરામાં ગામલોકોએ PGVCLની ટીમને ભગાડી | Amr…

11 months ago
સુશેન રિંગ રોડ પર બાઇક સ્લિપ થઇ જતા યુવકનું મોત | Youth dies after bike slips on Sushen Ring Road

સુશેન રિંગ રોડ પર બાઇક સ્લિપ થઇ જતા યુવકનું મોત | Youth dies after bike slips on Sushen Ring Road

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News