gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

એક યુગનો અંત, ભારતીય વાયુસેનાનું વિશ્વસનીય સાથીદાર મિગ-21 રિટાયર્ડ | Indian Air Force Bids Farewell …

G METRO NEWS by G METRO NEWS
September 26, 2025
in INDIA
0 0
0
એક યુગનો અંત, ભારતીય વાયુસેનાનું વિશ્વસનીય સાથીદાર મિગ-21 રિટાયર્ડ | Indian Air Force Bids Farewell …
1
VIEWS
Share on FacebookShare on Twitter

MiG-21 Retired: End of an Era in Indian Air Force History | ભારતીય વાયુસેના દ્વારા સંચાલિત છેલ્લા છ મિગ-21 ફાઇટર (બાઇસન વેરિયન્ટ્સ) વિમાનોએ 26 સપ્ટેમ્બર, શુક્રવારના રોજ ચંડીગઢમાં અંતિમ ઉડાન ભરી. આ ઘટનાએ ભારતના લશ્કરી ઇતિહાસના સૌથી લાંબા અને સૌથી વીરતાપૂર્ણ અધ્યાયોમાંનો એક અધ્યાય પૂરો કર્યો. 1963માં પ્રથમ વાર સેવામાં આવ્યા બાદ 1200થી વધુ મિગ-21 વિમાનોએ ભારતની આકાશી સરહદોનું રક્ષણ કર્યું હતું અને 1965, 1971, અને 1999 કારગિલ જેવા યુદ્ધો તથા 2019ની બાલાકોટ એરસ્ટ્રાઈકમાં સક્રિય ભૂમિકા નિભાવી હતી.

સોવિયેત ખોજ ભારતીય વાયુસેનાની કરોડરજ્જુ બની

1954માં મિકોયાન-ગુરેવિચ દ્વારા ડિઝાઇન કરાયેલું મિગ-21 દુનિયાનું સૌથી વધુ પ્રચલિત સુપરસોનિક ફાઇટર વિમાન બની ગયું હતું. 60થી વધુ દેશોની વાયુસેનાઓમાં તેનો દબદબો હતો. 1962ના ભારત-ચીન યુદ્ધ પછી વાયુસેનાની ક્ષમતા વધારવાના ભાગરૂપે ભારતે 1963માં સોવિયેત યુનિયન સાથે કરાર કરીને પહેલા 13 નંગ મિગ-21 (MiG-21F-13s) વિમાનોની ખરીદી કરી હતી. આ વિમાનોની તાલીમ માટે ચંડીગઢમાં પહેલું સ્ક્વોડ્રન તહેનાત કરવામાં આવ્યું હતું. 1966 થી 1984 દરમિયાન, ભારતે વિવિધ મોડેલના કુલ 874 વિમાનોની આયાત કરી હતી અને નાસિક સ્થિત ‘હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ’ (HAL) ખાતે તેનું લાઇસન્સ-નિર્માણ પણ શરૂ કર્યું હતું.

એક યુગનો અંત, ભારતીય વાયુસેનાનું વિશ્વસનીય સાથીદાર મિગ-21 રિટાયર્ડ 2 - image

પાયલટનો હવાઈ સાથી: તેજ ગતિ અને ઉચ્ચ ક્ષમતા 

મિગ-21ને ઉડાડનારા પાયલટ્સ માટે તે કેવળ એક વિમાન નહોતું, પણ એક વિશ્વસનીય સાથી હતું. તેની મહત્તમ ગતિ મેક 2 (અવાજની ગતિ કરતાં બમણી) અને 18,000 મીટર (59,000 ફૂટ) સુધી પહોંચવાની ક્ષમતા તેને એક ઘાતક ઇન્ટરસેપ્ટર બનાવતી. 

કોકપિટમાં પાયલટને ખૂબ ગરમી લાગતી

મિગ-21ની કોકપિટની ડિઝાઇન આરામદાયક નહોતી. રશિયાના ઠંડા હવામાનને ધ્યાનમાં રાખીને બનાવેલી એર-કન્ડીશનિંગ સિસ્ટમ ભારતના ગરમ હવામાન માટે અપૂરતી હતી, જેના કારણે ઓછી ઊંચાઈએ ઉડાન દરમિયાન કોકપિટમાં પાયલટને ખૂબ ગરમી લાગતી. 

એક યુગનો અંત, ભારતીય વાયુસેનાનું વિશ્વસનીય સાથીદાર મિગ-21 રિટાયર્ડ 3 - image

1971 ના યુદ્ધમાં આલેખ્યો સુવર્ણ અધ્યાય

મિગ-21ની સૌથી શાનદાર સફળતા 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન જોવા મળી હતી. ઉપખંડના પહેલા સુપરસોનિક એર કોમ્બેટમાં ભારતીય વાયુસેનાના મિગ-21એ હવામાં સર્વોપરિતા સ્થાપિત કરીને પાકિસ્તાની વાયુસેનાના (અમેરિકન બનાવટના) એફ-104 સ્ટારફાઇટર વિમાન સહિત અનેક અન્ય ફાઇટર વિમાનોને તોડી પાડ્યા હતા. મિગ-21 દુશ્મન દેશને એટલી હદે ભારે પડ્યા હતા કે એ પછી પાકિસ્તાને તેના બધા જ એફ-104 વિમાનોને યુદ્ધક્ષેત્રથી દૂર કરી દીધા હતા. મલ્ટિ-રોલ મિગ-21એ હવાઈ કરતબો કરવા ઉપરાંત રાત્રિ સમયે ઓછી ઊંચાઈએ ઊડાન ભરીને પાકિસ્તાની જમીન પર હુમલા કરવામાં પણ નિર્ણાયક ભૂમિકા ભજવી હતી.

વિયેતનામ યુદ્ધમાં પણ મિગ-21 સફળ રહ્યું

સોવિયેત યુનિયન અને ભારત ઉપરાંત ચીન, ઇજિપ્ત, ઇરાક અને વિયેતનામ જેવા ઘણાં દેશોની વાયુસેનામાં મિગ-21એ મહત્ત્વનું સ્થાન મેળવ્યું હતું. વિયેતનામની વાયુસેનાએ વિયેતનામ યુદ્ધ (1966-1972) દરમિયાન મિગ-21 વડે 165 અમેરિકન વિમાનોને તોડી પાડીને અમેરિકન વાયુસેનાના દાંત ખાટા કરી દીધા હતા. 

એક યુગનો અંત, ભારતીય વાયુસેનાનું વિશ્વસનીય સાથીદાર મિગ-21 રિટાયર્ડ 4 - image

‘ફ્લાઇંગ કોફિન’નું ઉપનામ મળ્યું

સમય જતાં વૃદ્ધ થઈ ગયેલા મિગ-21 અકસ્માતગ્રસ્ત થવા લાગ્યા. 1970 થી 2023 દરમિયાન, ભારતીય વાયુસેનાના 482 મિગ-21 ક્રેશ થયા, જેમાં 170થી વધુ પાયલટ્સ અને 40 નાગરિકોએ જીવ ગુમાવ્યા. મિગના અકસ્માતના મુખ્ય કારણો ‘વિમાનની લેન્ડિંગ સમયની તેજ ગતિ’, ‘જૂની ટેક્નોલોજી’ અને ‘નવા વિમાનોની વિલંબિત ભરતી’ને ગણવામાં આવે છે. ઊંચા અકસ્માત દરને લીધે આ વિમાનને ‘ફ્લાઇંગ કોફિન’ (ઉડતી શબપેટી) જેવું બદનામીકારક ઉપનામ મળ્યું.

મિગ-21ની નિવૃત્તિએ સર્જ્યો ખાલીપો 

મિગ-21ની નિવૃત્તિને લીધે ભારતીય વાયુસેનાના ફાઇટર સ્ક્વોડ્રનની સંખ્યા 31 પર આવી ગઈ છે, જ્યારે કે આદર્શ સંખ્યા 42 છે. આ ખાલીપો ભરવા માટે દેશની વાયુસેના પાસે હાલમાં સ્વદેશી તેજસ, ફ્રેંચ બનાવટના રાફેલ અને રશિયન સુખોઈ જેવા આધુનિક વિમાનો છે ખરા, છતાં કહેવું પડે કે ભારતના સૈન્ય ઈતિહાસમાં મિગ-21 નો ફાળો અનન્ય છે. આ યુદ્ધવિમાને ભારત-રશિયા વચ્ચેના દાયકાઓ જૂના લશ્કરી સહયોગને મજબૂત બનાવ્યો છે. છ દાયકાથી વધુ સમય સુધી ભારતના આકાશી સીમાડાનું રક્ષણ કરનાર મિગ-21 નું નામ દેશના વાયુસેનાના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે અંકિત થઈ ચૂક્યું છે. ચંડીગઢમાં જ્યાં 1963માં પહેલું મિગ-21 સ્ક્વોડ્રન તહેનાત થયું હતું, ત્યાં જ તેની છેલ્લી ઉડાનનું આયોજન કરીને ભારતે આ શૌર્યવાન યુદ્ધવિમાનને યથાયોગ્ય અંજલિ આપી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એનજીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સરકારની બાજ નજર રહેશે | The government will keep a close eye on the…
INDIA

એનજીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સરકારની બાજ નજર રહેશે | The government will keep a close eye on the…

June 24, 2026
કોંગ્રેસ સંગઠનમાં થશે મોટા ફેરફાર! 4 મહાસચિવોને હટાવાશે, જુઓ કયા રાજ્યના પ્રભારી બદલાશે | major resh…
INDIA

કોંગ્રેસ સંગઠનમાં થશે મોટા ફેરફાર! 4 મહાસચિવોને હટાવાશે, જુઓ કયા રાજ્યના પ્રભારી બદલાશે | major resh…

June 23, 2026
20,000 લોકોના હત્યારાના નામે રસ્તાનું નામ… CM શુભેન્દુએ બદલતા ઋતબ્રત ભડક્યા, ગૃહમાં બોલાચાલી | Kol…
INDIA

20,000 લોકોના હત્યારાના નામે રસ્તાનું નામ… CM શુભેન્દુએ બદલતા ઋતબ્રત ભડક્યા, ગૃહમાં બોલાચાલી | Kol…

June 23, 2026
Next Post
ચંડોળા તળાવ ગેરકાયદે દબાણ કેસ: લલ્લા બિહારી અને તેના પુત્રના શરતી જામીન ગુજરાત હાઈકોર્ટે મંજૂર કર્યા…

ચંડોળા તળાવ ગેરકાયદે દબાણ કેસ: લલ્લા બિહારી અને તેના પુત્રના શરતી જામીન ગુજરાત હાઈકોર્ટે મંજૂર કર્યા...

દિલ્હીમાં કોંગ્રેસ નેતાની હત્યાથી હડકંપ, હુમલાખોરોએ રોડ વચ્ચે જ ગોળી મારી | congress leader lakhpat …

દિલ્હીમાં કોંગ્રેસ નેતાની હત્યાથી હડકંપ, હુમલાખોરોએ રોડ વચ્ચે જ ગોળી મારી | congress leader lakhpat ...

ગોધરા પોલીસ ચોકીમાં તોડફોડનો કેસ: 30ની ધરપકડ, આરોપીને સ્થળ પર લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાયું | Godhra P…

ગોધરા પોલીસ ચોકીમાં તોડફોડનો કેસ: 30ની ધરપકડ, આરોપીને સ્થળ પર લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાયું | Godhra P...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખાંભાના મિતિયાળા રોડ ઉપર મકાનોની દિવાલો ઉપર ચડી દીપડાના આંટાફેરા | Leopards climb the walls of house…

ખાંભાના મિતિયાળા રોડ ઉપર મકાનોની દિવાલો ઉપર ચડી દીપડાના આંટાફેરા | Leopards climb the walls of house…

10 months ago
સોમનાથનો કાર્તિકી પૂનમનો મેળો હવે માગશરમાં : ગિરનાર પરિક્રમા અનિશ્ચિત | Somnath’s Kartiki Poonam fai…

સોમનાથનો કાર્તિકી પૂનમનો મેળો હવે માગશરમાં : ગિરનાર પરિક્રમા અનિશ્ચિત | Somnath’s Kartiki Poonam fai…

8 months ago
પોલીસના નામે રોફ ઝાડવાનો વધુ એક બનાવ, ઓપી રોડ પર નશામાં બેફામ કાર હાંકનાર નિવૃત્ત ASIનો પુત્ર પકડાયો…

પોલીસના નામે રોફ ઝાડવાનો વધુ એક બનાવ, ઓપી રોડ પર નશામાં બેફામ કાર હાંકનાર નિવૃત્ત ASIનો પુત્ર પકડાયો…

5 months ago
માતાનો હત્યારો મિત્ર જ, ઉછીના પૈસા ન આપ્યા એટલે છરી ઝીંકી હતી | Mother’s killer was a friend stabbed…

માતાનો હત્યારો મિત્ર જ, ઉછીના પૈસા ન આપ્યા એટલે છરી ઝીંકી હતી | Mother’s killer was a friend stabbed…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News