
– ગૂગલ, માઇક્રોસોફ્ટ પછી વધુ એક દિગ્ગજ કંપનીની જાહેરાત
– જેફ બેઝોસની એમેઝોન ભારતમાં 2010થી અત્યાર સુધીમાં 40 અબજ ડોલરનું રોકાણ કરી ચૂકી છે
નવી દિલ્હી : અમેરિકન પ્રમુખ ટ્રમ્પ ભારત પર ટેરિફ નાખી રહ્યા છે તો તેનાથી વિપરીત અમેરિકન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા થનગની રહી છે. ગૂગલ, માઇક્રોસોફ્ટ પછી વધુ એક દિગ્ગજ કંપની એમેઝોને ભારતમાં ૩૫ અબજ ડોલર એટલે કે ૩ લાખ કરોડથી પણ વધુ રકમનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. કંપની આ રોકાણ આગામી પાંચ વર્ષમાં કરશે એમ તેણે જણાવ્યું છે.










