
– નવી ગાઇડલાઇન્સ અંગે 30 નવે. સુધી મંતવ્યો રજૂ કરી શકાશે
– બુકિંગ કરાવ્યાના ચોવીસ કલાકમાં પેસેન્જર તેના નામમાં કોઇ ભૂલ હોવાનું દર્શાવે તો તે એરલાઇન્સે વિનામૂલ્યે સુધારી આપવી પડશે
નવી દિલ્હી : દેશમાં નાગરિક ઉડ્ડયન વિભાગના નિયામક ડાયરેકટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન- ડીજીસીએ- દ્વારા એરલાઇન્સ માટે સૂચવવામાં આવેલી નવી માર્ગદર્શિકા અનુસાર બુકિંગ કરાવ્યાના ૪૮ કલાકમાં કોઇ એર ટિકિટ કેન્સલ કરાવશે તો તેને કોઇ કેન્સલેશન ચાર્જ લાગશે નહીં. નવી ગાઇડલાઇન્સ અનુસાર રિફંડના નિયમો કડક બનાવવામાં આવશે અને કેન્સલેશન ચાર્જની પણ મર્યાદા નક્કી કરવામાં આવશે. આ સૂચિત ગાઇડલાઇન્સ વિશે ૩૦ નવેમ્બર સુધી નાગરિકોના વાંધાવચકાં ડીજીસીએ દ્વારા સ્વીકારવામાં આવશે અને તે પછી નવી પોલિસી જાહેર કરવામાં આવશે.










