gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

એલર્ટ: નકલી પનીરથી કેન્સર, અલ્સર અને હૃદયમાં બ્લોકેજ થવાનું જોખમ, ગુજરાતમાં 92% પનીર નકલી | Duplicat…

G METRO NEWS by G METRO NEWS
September 15, 2025
in GUJARAT
0 0
0
એલર્ટ: નકલી પનીરથી કેન્સર, અલ્સર અને હૃદયમાં બ્લોકેજ થવાનું જોખમ, ગુજરાતમાં 92% પનીર નકલી | Duplicat…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Seized Duplicate Paneer: સુરતમાંથી 315 કિગ્રા નકલી પનીરનો જથ્થો ઝડપાયો હતો. વધુ ચોંકાવનારી બાબત એ પણ છે કે, નકલી પનીર સાથે ઝડપાયેલો આરોપી છેલ્લા ચાર મહિનાથી નકલી પનીરનું વેચાણ કરતો હતો. આ નકલી પનીરે કેટલા લોકોનું સ્વાસ્થ્ય બગાડયું હશે તે ચિંતાનો વિષય છે. ડૉક્ટરોના મતે, નકલી પનીર આરોગવાથી કેન્સર, અલ્સર, હૃદયમાં બ્લોકેજ થવાનું જોખમ રહે છે.

ગુજરાતમાં મળતું 92 ટકા પનીર નકલી

ગુજરાત મીઠાઈ અને ફરસાણ એસોસિએશન દ્વારા પણ તાજેતરમાં એવો ખુલાસો કરવામાં આવ્યો હતો કે ગુજરાતમાં મળતું 92 ટકા પનીર નકલી હોય છે. ફુડ એન્ડ ડ્રગ કંટ્રોલ ઓથોરિટી ગાંધીનગર દ્વારા થોડા સમય અગાઉ જ રાજ્યભરની 300થી વધુ હોટલમાં પીરસવામાં આવતાં પનીરનો સેમ્પલ સર્વે કરવામાં આવ્યો હતો. આ સેમ્પલ સર્વેમાં જુદી જુદી હોટલોમાંથી લેવામાં આવેલાં 35 ટકાથી વધુ પનીરના સેમ્પલ ફેઈલ થયાં છે. જે નકલી પનીર અથવા ભેળસેળવાળું પનીર હોવાનું ફુડ એન્ડ ડ્રગ કન્ટ્રોલ ઓર્થોરિટીના સૂત્રોએ જણાવ્યું છે.

આમ, 300માંથી 100 જેટલી હોટલમાં નકલી અથવા ભેળસેળવાળું પનીર લોકોને પીરસવામાં આવતું હતું. જેના લીધે લોકો ગંભીર બીમારીનો ભોગ બની શકે છે. પનીરના સેમ્પલ સર્વેમાં ફેઈલ થયેલાં 100થી વધુ સેમ્પલમાં પામ ઓઈલ, સોયા ઓઈલ, એસિડિકની ભેળસેળ કરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે. જે તગડો નફો કમાવવા લોકોના આરોગ્ય સાથે ચેડાં છે. સામાન્ય રીતે પનીરને ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવે છે. જેમાં સ્ટાન્ડર્ડ પનીર જેમાં 50 ટકાથી વધુ મિલ્ક ફેટ હોય છે. જ્યારે મીડિયમ ફેટ પનીર જેમાં 20થી 50 ટકા જેટલું મિલ્ક ફેટ હોય છે જ્યારે લૉ ફેટ પનીરમાં 20 ટકા જેટલું મિલ્ક ફેટ હોય છે.

આ પણ વાંચોઃ વક્ફ એક્ટ અંગે સુપ્રીમ કોર્ટનો ચુકાદો, 3થી વધુ બિન મુસ્લિમ સભ્યો નહીં હોય, 5 વર્ષની જોગવાઈ રદ

તેમાંથી સ્ટાન્ડર્ડ પનીર લોકોને ભોજન તરીકે પીરસી શકાય છે. પરંતુ નકલી કે ભેળસેળવાળુ પનીર બનાવવા માટે 10થી 15 ટકા મિલ્ક ફેટવાળા પનીરને સ્ટાન્ડર્ડ પનીર બનાવવા તેમાં પામ ઓઇલ કે સોયા ઓઈલ અને એસિડિક એસિડ ભેળવવામાં આવે છે. જે ખાવાથી લોકો જાત-જાતની ગંભીર બીમારીનો ભોગ બને છે.

આ બીમારીનું જોખમ વધુ

ડૉક્ટરોના મતે જો કોઈ વ્યક્તિ ક્યારેક આવું ભેળસેળ યુક્ત પનીર ખાય તો તેને ટૂંકાગાળા માટે અપચો, વોમિટિંગ,  ડાયેરિયા, માથાનો દુ:ખાવો, ગેસ્ટરાઈટીસ અને એલજી જેવી તકલીફો થાય છે. પરંતુ જો આવો આહાર વારંવાર કે નિયમિત લેવામાં આવે તો પેટનું અલ્સર, પેટનું કેન્સર, કોલેસ્ટ્રોલ જેવી બીમારીનું જોખમ વધે છે જેથી હૃદય અને મગજની ધમનીઓ બ્લોકેજ થવાની સંભાવના રહે છે. આ ઉપરાંત કિડની, લીવર અને ડાયાબિટીસની પણ તકલીફ થઈ શકે છે.

નકલી પનીરને ઓળખવું કઈ રીતે?

  • અસલી પનીર એકદમ નરમ હોય છે જ્યારે નકલી પનીર તોડવામાં આવે ત્યારે રબ્બરની જેમ ખેંચાય છે.
  • પનીર અસલી છે કે નકલી તે ચકાસવા પનીરને ગરમ પાણીમાં ઉકાળો. તેમાં સોયાબિન પાઉડર અથવા લોટ ઉમેરો. લોટ ભેળવતા જ નકલી પનીરનો રંગ બદલાઇ જશે.
  • ડિટરજન્ટ અથવા યુરિયા વડે બનાવેલા પનીરનો રંગ ઉકાળતી વખતે લાલ થઈ જાય છે.
  • પનીરને પાંચ મિનિટ ગરમ પાણીમાં ઉકાળ્યા પછી ટિંક્ચર આયોડિનના ટીપાં ઉમેરો. આ પછી રંગ વાદળી થાય તો તે પનીર નકલી છે.

એલર્ટ: નકલી પનીરથી કેન્સર, અલ્સર અને હૃદયમાં બ્લોકેજ થવાનું જોખમ, ગુજરાતમાં 92% પનીર નકલી 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

13મી સદીનું માધવરાયજીનું પ્રાચીન મંદિર સ્થાપત્યકલાના ઉત્તમ નમૂનારૂપ | temple of MadhavRai dating bac…
GUJARAT

13મી સદીનું માધવરાયજીનું પ્રાચીન મંદિર સ્થાપત્યકલાના ઉત્તમ નમૂનારૂપ | temple of MadhavRai dating bac…

March 28, 2026
રાજકોટમાં LPG સિલિન્ડર બ્લાસ્ટ : 2 દાઝ્યાઃ મોટી દુર્ઘટના ટળી | LPG cylinder blast in Rajkot: 2 burnt…
GUJARAT

રાજકોટમાં LPG સિલિન્ડર બ્લાસ્ટ : 2 દાઝ્યાઃ મોટી દુર્ઘટના ટળી | LPG cylinder blast in Rajkot: 2 burnt…

March 28, 2026
જિલ્લા પંચાયત, મહાપાલિકા અને કલેક્ટર તંત્ર ભ્રષ્ટાચારનો અડ્ડો | District Panchayat Municipal Corpora…
GUJARAT

જિલ્લા પંચાયત, મહાપાલિકા અને કલેક્ટર તંત્ર ભ્રષ્ટાચારનો અડ્ડો | District Panchayat Municipal Corpora…

March 28, 2026
Next Post
પોરબંદર-રાજકોટ હાઈવે પર ગમખ્વાર અકસ્માત: એક જ પરિવારના ત્રણ સભ્યોના કરુણ મોત | three family members …

પોરબંદર-રાજકોટ હાઈવે પર ગમખ્વાર અકસ્માત: એક જ પરિવારના ત્રણ સભ્યોના કરુણ મોત | three family members ...

કરોડોનો ટોલ છતાં રોડમાં પોલંપોલ, ખરાબ રસ્તા મુદ્દે ઠેર-ઠેર જન આંદોલન, સરકાર સામે મોરચો | Gujarat Roa…

કરોડોનો ટોલ છતાં રોડમાં પોલંપોલ, ખરાબ રસ્તા મુદ્દે ઠેર-ઠેર જન આંદોલન, સરકાર સામે મોરચો | Gujarat Roa...

જામનગરના વિવિધ પંથકમાં 4 યુવતીઓ એકાએક લાપતા થતા ચકચાર, પોલીસ તંત્ર દોડતું થયું | 4 Girls Suddenly Go…

જામનગરના વિવિધ પંથકમાં 4 યુવતીઓ એકાએક લાપતા થતા ચકચાર, પોલીસ તંત્ર દોડતું થયું | 4 Girls Suddenly Go...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સની સંસ્કારી કી તુલસી કુમારી’ની સ્ટારકાસ્ટ અમદાવાદમાં ચાહકોને મળી.

સની સંસ્કારી કી તુલસી કુમારી’ની સ્ટારકાસ્ટ અમદાવાદમાં ચાહકોને મળી.

6 months ago
મોડીરાતે ઓ.પી.રોડના પેટ્રોલ પંપના મેનેજર પર હુમલો | Late night attack on petrol pump manager on O P …

મોડીરાતે ઓ.પી.રોડના પેટ્રોલ પંપના મેનેજર પર હુમલો | Late night attack on petrol pump manager on O P …

6 months ago
વૈષ્ણોદેવીથી પરત ફરી રહેલા ગુજરાતી યાત્રાળુઓને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, 3 લોકોના મોત, અનેક ઈજાગ્રસ…

વૈષ્ણોદેવીથી પરત ફરી રહેલા ગુજરાતી યાત્રાળુઓને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, 3 લોકોના મોત, અનેક ઈજાગ્રસ…

4 months ago
ટ્રમ્પની દાદાગીરી સામે ડ્રેગને બાંયો ચડાવી : ટેરિફ મુદ્દે અમેરિકાને અબજોનું નુકસાન, ખેડૂતો મુશ્કેલીમ…

ટ્રમ્પની દાદાગીરી સામે ડ્રેગને બાંયો ચડાવી : ટેરિફ મુદ્દે અમેરિકાને અબજોનું નુકસાન, ખેડૂતો મુશ્કેલીમ…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News