![]()
– યુનિ.ની પરીક્ષા – પરિણામમાં એક સાંધે ત્યાં તેર તુટે તેવી સ્થિતી
– વિદ્યાર્થીઓની અણઆવડત કે પેપર ચેકરોની લાલીયાવાડી તટસ્થ તપાસ કરી પગલા ભરવા જરૂરી
ભાવનગર : હજુ એક પરિણામનો પ્રશ્ન શમ્યો નથી ત્યાં બીજા પરિણામના માર્ક્સ અંગેની રજુઆત યુનિવર્સિટી કુલપતી સમક્ષ આવી છે. પેપર મુલ્યાંકન સામે ઉઠતા સવાલોને લઈ વિદ્યાર્થીઓમાં ગર્ભીત રોષ જોવા મળે છે. બી.કોમ. સેમ-૨નવી પરીક્ષામાં ૧૦૦ પૈકી ૧૭ વિદ્યાર્થી પાસ થયા છે જ્યારે બાકીના છાત્રોને ૧૦ની અંદર માર્ક્સ આવ્યા હોવાથી રજુઆતો થવા પામી છે. જે અંગે યોગ્ય તપાસ કરવા કુલપતીએ હૈયા ધારણા આપી છે.
મ.કૃ. ભાવનગર યુનીવર્સિટીમાં પરિક્ષાઓ નિયમાનુસાર લેવાય છે. પરંતુ પરિણામ બાદ વિદ્યાર્થીઓને અન્યાય થતો હોવાની લાગણી અનુભવી રહ્યા છે. એકતરફ એકેડેમીક કાઉન્સીલ, ડીન્સની બેઠકો બોલાવી ઘણી ચર્ચાઓ થઈ ચુકેલી છે. છતાં પરિણામ બાદ રજુઆતો આવવાનું બંધ થતું નથી. જેથી રીએસેસમેન્ટનો વિકલ્પ અપાય છે. પરંતુ તેમાં પણ વિદ્યાર્થીઓને અસંતોષ જણાય છે. એલ.એલ.બી.ની રીપીટર પરિક્ષામાં તમામ ૩૨ વિદ્યાર્થી ફેઈલ થયા અને રજુઆતો થઈ ત્યારે વિદ્યાર્થીઓએ લખ્યું જ ન હોય તેવા સુર સાથે રીએસએસમેન્ટની પ્રક્રિયા હાથ ધરી હતી પરંતુ ફાઈનલ સનદ માટેની પરીક્ષા ફોર્મ ભરવાની તારીખ ચાલી ગઈ હોય હજુ સુધી પરીણામ જાહેર થયું નથી અને પુછપરછ દરમ્યાન મોડું થવાનું કારણપણ જાહેર કરાતું નથી ત્યારે બેસાડેલ અધિકારીઓ શું કામના આ પ્રસ્ન હજુ ઉભો છે ત્યાં બી.કોમ. સેમ-૨ની રીપીટર પરીક્ષાનું પરિણામ પણ જાહેર થયું અને ૧૦૦ પૈકી ૧૭ વિદ્યાર્થી પાસ થયા છે અને બાકીના છાત્રોના માર્કસ ૧૦ની અંદર છે. ત્યારે વિદ્યાર્થીઓના વાંક સાથે પેપર ચેકરની પણ યોગ્ય તટસ્થ તપાસ કરાય તે પણ જરૂરી બની છે. ઘણા કિસ્સામાં પેપર તપાસવાની જવાબદારી જે તે પ્રોફેસરની હોવા છતાં તગડો પગાર મેળવતા આ બાબુઓ વિઝીટર લેકચરરને એટલે કે ભાડુતીઓને પેપર ચેક કરવા આપી દેવાતા હોવાની ચર્ચા પણ જાગી છે. યુનિવર્સિટીમાં મધ્યસ્થ મુલ્યાંકન કેન્દ્રની વ્યવસ્થા છે. તો ચોક્કસ સમા મર્યાદામાં આ કેન્દ્રો પર જ પ્રોફેસરો દ્વારા રૂબરૂ પેપર ચેક કરવાની જવાબદારી પણ આપી શકાય જેથી વિદ્યાર્થીઓએ ફરીયાદનો મોકો ન મળે અને સાચા વિદ્યાર્થીને ન્યાયમળે બી.કોમ. સેમ-૨ રીપીટરના પરિણામને લઈ એન.એસ.યુ.આઈ. દ્વારા દિવસ બેમાં પરીણામ પાછુ ખેંચવાની માંગણી સાથે આન્સરબુક હુઈંગની પ્રક્રિયા શરૂ કરવા માંગ કરાઈ છે.










