
– ચૂંટણી પંચે નવું ઇ-વેરિફિકેશન ફીચર લોંચ કર્યું
– નામમાં ફેરફારની અરજી વખતે આધાર સાથે જોડાયેલા મોબાઇલ નંબરનો ઉપયોગ કરી શકાશે
નવી દિલ્હી : મતદાર યાદીમાંથી નામ કાપી નાખવાના આરોપો વચ્ચે ચૂંટણી પંચે નવો રસ્તો શોધ્યો છે. આ ફેરફારો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના આરોપો બાદ કરવામાં આવ્યા છે. હવેથી ઇ-સાઇન એટલે કે નોંધાયેલા મોબાઇલ નંબર પર મોકલાતા ઓટીપી ટેકનિકથી આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે.










