![]()
વડોદરા,લાયસન્સ વગર કોન્ડોમનું ઉત્પાદન અને પેકેજિંગ કરતી કંપની પર જિલ્લા એલ.સી.બી. એ તપાસ હાથ ધરીને કાયદેસરની કાર્યવાહી શરૃ કરી છે.
ડભોઇરોડ પર આવેલા મંડોળા ગામની સીમમાં આવેલી સી.આઇ.વી. ફાર્મા એલ.એલ.પી. કંપનીના માલિક કાંતિભાઇ રવજીભાઇ સાગાણી (રહે. નગડીયા, તા.વંથલી, જિ. જૂનાગઢ) એ કંપનીમાં લાયસન્સ વગર ઉત્પાદન અને પેકેજીંગ શરૃ કર્યું હોવાની માહિતી જિલ્લા એલ.સી.બી.ને મળી હતી. જેથી, પોલીસે ઉપરોક્ત સ્થળે તપાસ કરતા બ્રાન્ડેડ કંપનીના માર્કાવાળા પરંતુ, નોટ ફોર સેલ, ફોર ટેસ્ટિંગના લખાણ વગરના શંકાસ્પદ કોન્ડોમનો જથ્થો જિલ્લા એલ.સી.બી.ની ટીમે ઝડપી પાડયો હતો. પોલીસે ૧૬,૪૦૦ નંગ કોન્ડોમ કિમંત રૃપિયા ૧,૧૦,૮૦૦ ના કબજે કર્યા છે. પોલીસને ટેસ્ટિંગમાં ફેઇલ થયેલા કોન્ડોમનો જથ્થો પણ મળી આવ્યો હતો. આ અંગે ડભોઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.










