gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કચરાનો કડદોઃ જૂનાગઢનાં શંકાસ્પદ કૌભાંડના છેક ગાંધીનગરમાં પડઘા | Garbage scandal: Junagadh’s suspecte…

G METRO NEWS by G METRO NEWS
December 2, 2025
in GUJARAT
0 0
0
કચરાનો કડદોઃ જૂનાગઢનાં શંકાસ્પદ કૌભાંડના છેક ગાંધીનગરમાં પડઘા | Garbage scandal: Junagadh’s suspecte…
0
VIEWS
Share on FacebookShare on Twitter

કચરા નિકાલનાં કામમાં ગફલા વિશે તપાસ સોંપાયાની ચર્ચા થર્ડ પાર્ટીના અભિપ્રાય, વિલંબિત કામગીરી, સક્ષમને બદલે સ્ટ્રીટલાઈટના અધિકારીને જવાબદારી વગેરે મુદ્દે શંકા

જૂનાગઢ, : જૂનાગઢ મનપાના કચરાના કડદામાં એક બાદ એક ગોટાળા અને બેદરકારીઓ સામે આવી રહ્યા છે. ઘન કચરાના નિકાલ માટે અગાઉ  4.28 કરોડનું જે કામ આપ્યું હતું તેની મુદ્દત ત્રણ માસની હતી, તેને બદલે સાત મહિના બાદ પણ એજન્સીનું કામ પૂર્ણ થયું નથી અને મુદ્દત વધારવામાં આવી ન હતી છતાં પણ તેને બિલ ચૂકવી દેવાયું છે. એનજીટીની ગાઈડલાઈન મુજબ ટેન્ડર સહિતની પ્રક્રિયા માટે સક્ષમ અધિકારીને બદલે સ્ટ્રીટલાઈટ શાખાના અધિકારીને કામગીરી સોંપવાનું પણ શંકાસ્પદ છે એ સંજોગોમાં પ્રકરણ ગાંધીનગર સુધી પહોંચ્યું છે.

શહેરી વિભાગ દ્વારા સમગ્ર મામલે તપાસના આદેશ થયા હોવાનું પણ જાણવા મળ્યું છે. જૂનાગઢ મનપાના સ્ટ્રીટલાઈટ શાખાના અધિકારી અને તેને એસડબ્લ્યુએમ પ્રોજેક્ટના ઈન્ચાર્જ અધિકારી બનાવી દેવાયા છે તે અધિકારીએ તા.22-10-2024ના જય વચ્છરાજ રોડવેઝ એન્ડ અર્થ મુવર્સને 1.06 લાખ ટન કચરાના નિકાલ માટે 4.28 કરોડનું કામ શરૂ કરવા વર્ક ઓર્ડર આપી દીધો હતો. એજન્સીએ તા. 19-4-2025 ના એસડબ્લ્યુએમ પ્રોજેક્ટ ઓફિસરને પત્ર લખ્યો છે તેમાં સ્પષ્ટ લખ્યું છે કે, ‘આ કામગીરી અમારા વર્કઓર્ડર પ્રમાણે પૂર્ણ થવા પર છે, જો અમને નવું કામ આપવામાં આવે તો અમે વર્ક ઓર્ડરના ભાવ મુજબ કામગીરી કરવા તૈયાર છીએ’. 22 જાન્યુઆરી 2025ના મુદ્દત પૂર્ણ થાય છે છતાં પણ 19-4ના કામગીરી ચાલુ છે તેનો મતલબ સ્પષ્ટ છે કે મુદ્દત પૂર્ણ થઈ ગયા બાદ ત્રણથી ચાર માસ સુધી કામગીરી શરૂ હતી પરંતુ આ કામગીરીની મુદ્દત વધારવામાં આવી હોય તેવો રેકોર્ડમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. મુદ્દત પૂર્ણ થઈ ગયા બાદ કામ પૂર્ણ ન થયું હોય તો તેનું બિલ ચુકવવામાં આવતું નથી અથવા તેને યોગ્ય કારણ હોય તો મુદ્દત વધારો મળે છે. મુદ્દત વધારા વગર એજન્સીને બિલ ચુકવવામાં આવ્યા છે. 

આ ઉપરાંત ઘન કચરાને લગતી તમામ મહત્વની કામગીરી જવાબદાર અને સક્ષમ અધિકારીને બદલે સ્ટ્રીટલાઈટ શાખાના અધિકારીને સોંપી દેવામાં આવી છે. તે અધિકારી આ વિષયને લઈ કેટલા નિષ્ણાંત હોય કે એનજીટી, જીપીસીબી, સીપીસીબીની ગાઈડલાઈનનું કેવી રીતે પાલન કરાવી શકે તે પણ એક પ્રશ્ન છે. આ સમગ્ર કામગીરીમાં  થર્ડ પાર્ટી એજન્સી તરીકે સી.સી. પટેલ એન્ડ એસોસિએટ અમદાવાદને કામગીરી સોંપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ થર્ડ પાર્ટી એજન્સીનો પણ એકાદવાર અભિપ્રાય લેવામાં આવ્યો છે. જ્યારે જ્યારે બિલ થાય ત્યારે લેવાનો થતો અભિપ્રાય પણ ન લેવાયો હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. જૂનાગઢ મનપાના કચરાના કડદાએ ભાજપના શાસકો અને કમિશનરની શાખને મોટું નુકસાન પહોંચાડયું છે. આ મુદ્દો ગાંધીનગર સચિવાલય તથા ભાજપના નેતાઓમાં ચર્ચાનો મુદ્દો બન્યો હતો. હવે ક્યારે અને કઈ દિશામાં કેવી તપાસ થશે તે મહત્વનું બની ગયું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: શેલાની હાઈરાઈઝ બિલ્ડિંગમાં વહેલી સવારે ભીષણ આગ, ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે | Fire Breaks …
GUJARAT

અમદાવાદ: શેલાની હાઈરાઈઝ બિલ્ડિંગમાં વહેલી સવારે ભીષણ આગ, ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે | Fire Breaks …

March 26, 2026
કેન્દ્ર દ્વારા ગુજરાતને અન્યાય! 4 વર્ષમાં મળતા ફંડમાં 13000 કરોડનો ઘટાડો: CAG રિપોર્ટ | CAG Flags Rs…
GUJARAT

કેન્દ્ર દ્વારા ગુજરાતને અન્યાય! 4 વર્ષમાં મળતા ફંડમાં 13000 કરોડનો ઘટાડો: CAG રિપોર્ટ | CAG Flags Rs…

March 26, 2026
ગુજરાતમાં 200 પ્રોજેક્ટ અધૂરાં, કોઈ જવાબદારી લેવા તૈયાર નથી! પ્રજાના 22000 કરોડનું આંધણ | Gujarat CA…
GUJARAT

ગુજરાતમાં 200 પ્રોજેક્ટ અધૂરાં, કોઈ જવાબદારી લેવા તૈયાર નથી! પ્રજાના 22000 કરોડનું આંધણ | Gujarat CA…

March 26, 2026
Next Post
સિગારેટ, તમાકુ અને પાન મસાલા પર 40% GST યથાવત્, લોકસભામાં બિલ પસાર

સિગારેટ, તમાકુ અને પાન મસાલા પર 40% GST યથાવત્, લોકસભામાં બિલ પસાર

સિગારેટ, તંબાકુ અને પાન મસાલા પર 40% GST યથાવત્, લોકસભામાં બિલ પસાર | 40% GST on cigarettes tobacco …

સિગારેટ, તંબાકુ અને પાન મસાલા પર 40% GST યથાવત્, લોકસભામાં બિલ પસાર | 40% GST on cigarettes tobacco ...

બોમ્બની ધમકી મળતાં કુવૈત જતું વિમાન અડધેથી પાછું ફર્યું, મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ

બોમ્બની ધમકી મળતાં કુવૈત જતું વિમાન અડધેથી પાછું ફર્યું, મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના તલસટ ગામના સરપંચે ઝેરી દવા પી આત્મહત્યાનો કરેલો પ્રયાસ, પૂર્વ સરપંચ સહિત અન્ય સામે આક્ષેપો …

વડોદરાના તલસટ ગામના સરપંચે ઝેરી દવા પી આત્મહત્યાનો કરેલો પ્રયાસ, પૂર્વ સરપંચ સહિત અન્ય સામે આક્ષેપો …

7 months ago
જામનગર તાલુકાના સચાણા ગામમાંથી ડિગ્રી વગરનો બોગસ તબીબ પકડાયો | A bogus doctor without a degree was c…

જામનગર તાલુકાના સચાણા ગામમાંથી ડિગ્રી વગરનો બોગસ તબીબ પકડાયો | A bogus doctor without a degree was c…

2 months ago
૨૫ વર્ષની માનસિક અસ્થિર યુવતી સાથે દુષ્કર્મ આચરનારને ઝડપી લેવાયો | ahmedabad crime branch nabbed rap…

૨૫ વર્ષની માનસિક અસ્થિર યુવતી સાથે દુષ્કર્મ આચરનારને ઝડપી લેવાયો | ahmedabad crime branch nabbed rap…

4 months ago
નિષ્ઠાવાન નિવૃત DySP સુખદેવસિંહ ઝાલાનું હાર્ટ એટેકથી નિધન, ગુનેગારો તેનું નામ સાંભળીને ધ્રૂજતા હતા |…

નિષ્ઠાવાન નિવૃત DySP સુખદેવસિંહ ઝાલાનું હાર્ટ એટેકથી નિધન, ગુનેગારો તેનું નામ સાંભળીને ધ્રૂજતા હતા |…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News