gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કપડવંજના સિંઘાલીમાં 2.98 લાખ ચૂકવ્યા પણ વનીકરણ ન થયાનો આક્ષેપ | Allegation that 2 98 lakhs were paid…

G METRO NEWS by G METRO NEWS
July 31, 2025
in GUJARAT
0 0
0
કપડવંજના સિંઘાલીમાં 2.98 લાખ ચૂકવ્યા પણ વનીકરણ ન થયાનો આક્ષેપ | Allegation that 2 98 lakhs were paid…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– તાલુકાના ગામોમાં મનરેગા અંતર્ગત ગેરરીતિનો આરોપ

– નારી એકતા ક્લસ્ટર સખી સંઘને 2060 છોડના નાણા ચૂકવ્યા : તપાસ થાય તો કૌભાંડ બહાર આવવાની શક્યતા

નડિયાદ : કપડવંજ તાલુકાના કેટલાક ગામોમાં બે વર્ષથી મનરેગા અંતર્ગત થયેલા વનીકરણના કામમાં મોટા પાયે ગેરરીતિ આચરવામાં આવી હોવાની આશંકાઓ વધુ ઘેરી બની છે. સિંઘાલી ખાતે ૨,૦૬૦ છોડ માટે રૂા. ૨.૯૮ લાખ ચૂકવી દેવાયા છે. ત્યારે સ્થળ પર વનીકરણ થયું જ ન હોવાનું જણાઈ રહ્યું છે. ત્યારે તાલુકામાં મોટાપાયે ગેરરીતિ થયાનો આક્ષેપ કરાયો છે. 

કપડવંજના સિંઘાલી સહિતના ગામોમાં આ કથિત કૌભાંડની ગંભીરતા એટલી હદે છે કે, મનરેગા હેઠળના વનીકરણના કામો માત્ર કાગળ પર જ દર્શાવી, વાસ્તવિક રીતે કોઈ કામ કર્યા વિના જ લાખોના બિલો પાસ કરાવી લેવામાં આવ્યા છે. કપડવંજના સિંઘાલી ખાતેના ૨૪/૨૫ બ્લોક પ્લાન્ટેશન વર્કના નામે લાખો રૂપિયાના બિલો ઊભા કરવામાં આવ્યા છે, જેમાં છોડની ખરીદી દર્શાવવામાં આવી છે. કપડવંજ તાલુકાના સિંગાલીમાં મનરેગા હેઠળના ‘સિંઘાલી ૨૪/૨૫ બ્લોક પ્લાન્ટેશન વર્ક એટ સિંઘાલી સર્વે નં. ૨૩’ માટે નારી એકતા ક્લસ્ટર સખી સંઘ દ્વારા ૦૪/૧૦/૨૦૨૪ના રોજ વિવિધ બિલો રજૂ થયા છે. જેમાં બિલ નંબર ૪૦૧, ૪૦૨, ૪૦૩, ૪૦૪, ૪૦૬, ૪૦૭ અને ૪૦૮ નો સમાવેશ થાય છે. આ બિલો મુજબ, સિંઘાલી ખાતે કુલ ૨૦૬૦ છોડ (જેમાં ૬ બિલોમાં ૩૪૦ છોડ અને ૧ બિલમાં ૨૦ છોડ દર્શાવાયા છે) માટે કુલ રૂપિયા ૨,૯૮,૭૦૦ ચૂકવવામાં આવ્યા છે. જોકે, સ્થળ પરના ફોટોગ્રાફ્સ સ્પષ્ટપણે બતાવે છે કે દર્શાવેલ સ્થળોએ કોઈ વનીકરણ થયું નથી. આ બાબત સૂચવે છે કે, કાગળ પર વૃક્ષારોપણ દર્શાવીને સરકારી તિજોરીમાંથી નાણાં સેરવી લેવામાં આવ્યા છે. જો આ મામલે ઊંડાણપૂર્વક તપાસ થાય તો કદાચ આનાથી પણ મોટો ભ્રષ્ટાચાર બહાર આવે તેવી શક્યતાઓ છે. 

હવે સૌથી મોટો સવાલ એ છે કે, શું રાજ્ય સરકાર અને ઉચ્ચ અધિકારીઓ કપડવંજમાં મનરેગા હેઠળ થયેલા આ શંકાસ્પદ કામોની ગંભીર નોંધ લઈ, પારદર્શક અને તટસ્થ તપાસનો આદેશ આપશે? કે પછી કરોડો રૂપિયાના સરકારી નાણાંનો આ ગેરઉપયોગ આમ જ ચાલુ રહેશે? ન્યાય અને જવાબદારીની માંગણી સાથે, આ કૌભાંડની સઘન તપાસ થવી અત્યંત આવશ્યક છે.

કૌભાંડના સંદિગ્ધ અધિકારીને નર્મદા જિલ્લાની તપાસમાં !

કપડવંજમાં મનરેગાની જવાબદારી સંભાળતા એપીઓ મિતેશ જોષીને હાલ નર્મદા જિલ્લામાં બહુચચત મનરેગાના જ એક કૌભાંડની તપાસ ટીમમાં શામેલ કરવામાં આવ્યા છે. ભ્રષ્ટાચારના કથિત સંદિગ્ધ પોતે જ અન્ય ભ્રષ્ટાચારની તપાસ કઈ રીતે કરી શકે? તે ગંભીર પ્રશ્ન ચર્ચાનો વિષય બન્યો છે.

એક જ એજન્સીને તમામ કામો : શંકાના વાદળો ઘેરાયા

કપડવંજ તાલુકામાં ૨૦૨૩-૨૪ અને ૨૦૨૪-૨૫ એમ છેલ્લા બે વર્ષ દરમિયાન મનરેગા હેઠળના તમામ વનીકરણના કામો ફક્ત એક જ એજન્સી, નારી એકતા ક્લસ્ટર સખી સંઘ દ્વારા કરવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે. એક જ એજન્સીને આટલા મોટા પાયે કામો મળવા અને તેમાં પણ પ્લાન્ટ દીઠ બજાર કિંમત કરતાં વધુ રકમ ચૂકવાઈ હોવાની શંકાઓ નાણાકીય કૌભાંડની આશંકાને વધુ મજબૂત બનાવે છે.

માહિતી બોર્ડનો અભાવ : પારદશતા પર સવાલ

મનરેગા હેઠળના કોઈપણ કામના સ્થળે માહિતી બોર્ડ લગાવવું ફરજિયાત છે, જેથી નાગરિકોને કામની વિગતો, ખર્ચ અને સમયગાળા વિશે જાણકારી મળી શકે. જોકે, કપડવંજના આ વનીકરણ કામોના સ્થળોએ માહિતી બોર્ડ લગાવવામાં આવ્યા ન હોવાનું પણ જાણવા મળ્યું છે. આ બાબત કામગીરીમાં પારદશતાના અભાવ અને ગેરરીતિ છુપાવવાના ઇરાદા તરફ ઇશારો કરે છે.

જવાબદાર કર્મચારીએ આ અંગે જવાબ આપવાનું જ ટાળ્યું

આ અંગે એપીઓ મિતેશ જોષીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, બધું બરાબર જ કરેલું છે, હું કંઈ પણ કહી શકું નહીં, તમે તાલુકા વિકાસ અધિકારીને પૂછો. આ અંગે કપડવંજ તાલુકા વિકાસ અધિકારી બિપીન પરમારને ટેલિફોનીક સંપર્ક કરતાં તેમણે સત્તાવાર જવાબ આપવાનું ટાળ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરતમાં હલકી ગુણવત્તાના હીરાનું ઓવર વેલ્યુએશન બતાવી 2000 કરોડનું હવાલા કૌભાંડ, DRIએ મુખ્ય સૂત્રધારને…
GUJARAT

સુરતમાં હલકી ગુણવત્તાના હીરાનું ઓવર વેલ્યુએશન બતાવી 2000 કરોડનું હવાલા કૌભાંડ, DRIએ મુખ્ય સૂત્રધારને…

May 13, 2026
અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને વસ્ત્રાલમાં પોલીસના દરોડા, IPL પર સટ્ટો રમાડતાં બે શખ્સો ઝડપાય…
GUJARAT

અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને વસ્ત્રાલમાં પોલીસના દરોડા, IPL પર સટ્ટો રમાડતાં બે શખ્સો ઝડપાય…

May 13, 2026
અમદાવાદ: લગ્ન પ્રસંગમાં બિરયાનીને બદલે પુલાવ પીરસતા વર-કન્યા પક્ષ વચ્ચે ધીંગાણું, બે લોકોની ધરપકડ | …
GUJARAT

અમદાવાદ: લગ્ન પ્રસંગમાં બિરયાનીને બદલે પુલાવ પીરસતા વર-કન્યા પક્ષ વચ્ચે ધીંગાણું, બે લોકોની ધરપકડ | …

May 13, 2026
Next Post
ધોળકાના મફલીપુર-વિરાટનગર રોડ પર ગટરનું પાણી ફરી વળ્યા | Sewage water overflows on Maflipur Viratnaga…

ધોળકાના મફલીપુર-વિરાટનગર રોડ પર ગટરનું પાણી ફરી વળ્યા | Sewage water overflows on Maflipur Viratnaga...

વિદ્યાનગરના ઢોર ડબામાં ક્ષમતા કરતાં વધુ ઢોર પુરાતા 3 ગાયોના મોત | 3 cows die due to overcrowding in …

વિદ્યાનગરના ઢોર ડબામાં ક્ષમતા કરતાં વધુ ઢોર પુરાતા 3 ગાયોના મોત | 3 cows die due to overcrowding in ...

રાળગોન ગામે વાડીમાં લીલા ચારામાં છૂપાવેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો | A quantity of foreign liquor …

રાળગોન ગામે વાડીમાં લીલા ચારામાં છૂપાવેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો | A quantity of foreign liquor ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જ્યાં 38% મુસ્લિમ મતદાર ત્યાં ભગવા લહેરના સંકેત, પૂર્વોત્તરના ચાણક્યએ કર્યો ચમત્કાર! | Assam Exit Po…

જ્યાં 38% મુસ્લિમ મતદાર ત્યાં ભગવા લહેરના સંકેત, પૂર્વોત્તરના ચાણક્યએ કર્યો ચમત્કાર! | Assam Exit Po…

2 weeks ago
જે.કે. લોટસ પાર્ટી પ્લોટનું અનઅધિકૃત બાંધકામ તોડી પડાયું અને પ્રતિભા એકેડેમી સીલ કરાઈ | Unauthorized…

જે.કે. લોટસ પાર્ટી પ્લોટનું અનઅધિકૃત બાંધકામ તોડી પડાયું અને પ્રતિભા એકેડેમી સીલ કરાઈ | Unauthorized…

2 months ago
જામનગરના સાઇબર ક્રાઇમ પોલીસની અસરકારક કામગીરી : 60થી વધુ નાગરિકોની 1 કરોડ 21 લાખની રોકડ રકમ પરત અપાવ…

જામનગરના સાઇબર ક્રાઇમ પોલીસની અસરકારક કામગીરી : 60થી વધુ નાગરિકોની 1 કરોડ 21 લાખની રોકડ રકમ પરત અપાવ…

1 year ago
વડોદરામાં કમોસમી ભારે વરસાદમાં પણ છાણી-બાજવા ગરનાળુ ભરાઈ જતા લોકોને મુશ્કેલી | people are facing pro…

વડોદરામાં કમોસમી ભારે વરસાદમાં પણ છાણી-બાજવા ગરનાળુ ભરાઈ જતા લોકોને મુશ્કેલી | people are facing pro…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News