gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કફ સિરપ કાંડમાં WHOએ ઝંપલાવ્યું, દેશભરમાં તપાસનો ધમધમાટ | WHO steps in to investigate cough syrup sc…

G METRO NEWS by G METRO NEWS
October 10, 2025
in INDIA
0 0
0
કફ સિરપ કાંડમાં WHOએ ઝંપલાવ્યું, દેશભરમાં તપાસનો ધમધમાટ | WHO steps in to investigate cough syrup sc…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ઘોડા છૂટયા પછી તબેલાને તાળા : કોલ્ડ્રિફ સહિત ત્રણ કફ સિરપ પર પ્રતિબંધ

– કફ સિરપ કોલ્ડ્રિફની ઉત્પાદક કંપનીના માલિક રંગનાથની ધરપકડ, તમિલનાડુ સરકારે શ્રીસન ફાર્માનું લાઈસન્સ રદ કર્યું

નવી દિલ્હી : મધ્ય પ્રદેશના છિંદવાડામાં ઝેરી કોલ્ડ્રિફ કફ સિરપથી બાળકોની મોતનો સિલસિલો સતત વધી રહ્યો છે. મોરડોગરી પરાસિયામાં ગુરુવારે એક વર્ષના ગર્વિક પવારના મોત સાથે કફસિરપ કાંડમાં બાળકોનો કુલ મૃત્યુઆંક ૨૩થી વધુ થયો છે ત્યારે હવે આ મુદ્દે વિશ્વ આરોગ્ય સંસ્થા (હૂ)એ પણ ઝંપ લાવ્યું છે. હૂએ કેન્દ્ર સરકાર પાસે આ કફ સિરપની અન્ય દેશોમાં નિકાસ કરાઈ છે કે કેમ તે અંગે ખુલાસો માગ્યો હતો. સરકારે જણાવ્યું કે, કોલ્ડ્રિફ સહિત ત્રણ કફ સિરપને મેડિકલ સ્ટોર્સમાંથી પાછી ખેંચી લેવાઈ છે તેમજ તેના ઉત્પાદન પર પ્રતિબંધ મૂકી દીધો છે. સાથે જ સરકારે સમગ્ર દેશમાં કફ સિરપની ઉત્પાદક કંપનીઓ સામે તપાસ શરૂ કરી છે.

મધ્ય પ્રદેશમાં ઝેરી કફ સિરપના સેવનથી કથિત રીતે કિડનીમાં ચેપ થવાથી વધુ બે બાળકોનાં મોત થયા હતા, જેના પગલે કથિત રીતે કફ સિરપના કારણે મોતને ભેટનારા બાળકોની કુલ સંખ્યા ૨૨ થઈ ગઈ છે. આ સિવાય બૈતૂલમાં બે અને પાંઢુર્નામાં પણ એક બાળકનું મોત થયું છે. 

આ મામલે હવે વિશ્વ આરોગ્ય સંસ્થા (હૂ)એ ભારત સરકાર પાસેથી આ કફ સિરપની દેશ બહાર નિકાસ કરાઈ હતી કે કેમ તેની વિગતો માગી હતી. હૂએ ભારતીય અધિકારીઓ પાસેથી માહિતી મેળવ્યા પછી આ કફ સિરપ અંગે વૈશ્વિક ચિકિત્સા ઉત્પાદન એલર્ટ જાહેર કરવા અંગે નિર્ણય કર્યો છે.

કેન્દ્રીય ઔષધિ માનક નિયંત્રણ સંગ્ઠન (સીડીએસસીઓ)એ હૂને જણાવ્યું હતું કે, સરકારે ત્રણ કફ સિરપ કોલ્ડ્રિફ, રિલાઈફ અને રેસ્પિફ્રેશટીઆરને મેડિકલ સ્ટોર્સમાંથી પાછી મંગાવી લીધી છે અને તેના ઉત્પાદકોને તેનું ઉત્પાદન અટકાવી દેવા આદેશ આપી દેવાયો છે. વધુમાં સીડીએસસીઓએ હૂને જણાવ્યું હતું કે, આ ત્રણમાંથી એક પણ કફ સિરપની અન્ય દેશોમાં નિકાસ કરાઈ નથી.

આ સાથે સીડીએસસીઓએ સમગ્ર દેશમાં કફ સિરપ ઉત્પાદકોનું પરીક્ષણ, નિરીક્ષણ અને ઓડિટ કરવા માટે અભિયાન હાથ ધર્યું છે. સાથે જ બધા જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કફ સિરપનું ઉત્પાદન કરતી કંપનીઓનું વ્યાપક સ્તર પર ઓડિટ કરવા નિર્દેશો અપાયા છે. જોકે, કોઈપણ રાજ્યે અત્યાર સુધીમાં દવાઓના ઉત્પાદનોમાં સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ધોરણો જાળવવા માટેના કરેક્ટિવ એન્ડ પ્રીવેન્ટેટિવ એક્શન (સીએપીએ)ની માર્ગદર્શિકાનું સંપૂર્ણ પાલન કર્યું નથી તેમ સીડીએસસીઓના અધિકારીઓએ કહ્યું હતું.

દરમિયાન કફ સિરપકાંડમાં એસઆઈટીએ ઝેરી કફ સિરપ બનાવતી તમિલનાડુ સ્થિત શ્રીસન ફાર્માના માલિક ગોવિંદન રંગનાથનની ચેન્નઈથી ધરપકડ કરી લેવાઈ છે. એસઆઈટીએ કંપનીની કાંચીપુરમની ફેક્ટરીમાંથી ઉત્પાદન રેકોર્ડ, દવાઓના સેમ્પલ અને અન્ય દસ્તાવેજો પણ જપ્ત કર્યા છે. છિંદવાડાના એસપી અજય પાંડેએ કહ્યું કે, રંગનાથનને ચેન્નઈની સૈદાપેટ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરાયો છે. ત્યાંથી તેના ટ્રાન્ઝિટ રિમાન્ડ માગી તેને ટૂંકસમયમાં છિંદવાડા લવાશે. તપાસ ટીમે રંગનાથનનું ચેન્નઈ-બેંગ્લુરુ હાઈવે પર સ્તિત ૨,૦૦૦ વર્ગ ફૂટનું એપાર્ટમેન્ટ સીલ કરી દીધું છે.

બીજીબાજુ તમિલનાડુના સ્વાસ્થ્ય મંત્રી મા સુબ્રમણ્યમે ગુરુવારે જણાવ્યું કે, કોલ્ડ્રિફ કફ સિરપ બનાવતી કંપની શ્રીસન ફાર્માસ્યુટિકલનું લાઈસન્સ સ્થાયીરૂપે રદ કરી દેવાશે. કફ સિરપથી મોતની ઘટનાઓ સામે આવ્યા પછી હાલ કંપનીનું લાઈસન્સ કામચલાઉ ધોરણે રદ કરાયું છે. હાલ તમિલનાડુ, કેરળ, મધ્ય પ્રદેશ, ગુજરાત, પંજાબ, અરૂણાચલ પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં કોલ્ડ્રિફના વેચાણ પર પ્રતિબંધ મૂકી દેવાયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘ઈઝરાયલમાં હાજર તમામ ભારતીય નાગરિક સુરક્ષિત…’, LPG મુદ્દે કેન્દ્ર સરકારે જુઓ શું કહ્યું | west asi…
INDIA

‘ઈઝરાયલમાં હાજર તમામ ભારતીય નાગરિક સુરક્ષિત…’, LPG મુદ્દે કેન્દ્ર સરકારે જુઓ શું કહ્યું | west asi…

March 23, 2026
BIG NEWS: ‘મિડલ ઈસ્ટમાં સ્થિતિ ચિંતાજનક, ભારતીયોની સુરક્ષા અમારી પ્રાથમિકતા…’, યુદ્ધ મુદ્દે લોકસભા…
INDIA

BIG NEWS: ‘મિડલ ઈસ્ટમાં સ્થિતિ ચિંતાજનક, ભારતીયોની સુરક્ષા અમારી પ્રાથમિકતા…’, યુદ્ધ મુદ્દે લોકસભા…

March 23, 2026
3 વર્ષની બાળકીને દુષ્કર્મ વિશે સત્ય બોલવાનું કહેનારા જજ પર ભડકી સુપ્રીમ કોર્ટ, કહ્યું – આ ખરેખર અસંવ…
INDIA

3 વર્ષની બાળકીને દુષ્કર્મ વિશે સત્ય બોલવાનું કહેનારા જજ પર ભડકી સુપ્રીમ કોર્ટ, કહ્યું – આ ખરેખર અસંવ…

March 23, 2026
Next Post
સપ્ટેમ્બર માસમાં ઇલેક્ટ્રિક પેસેન્જર વાહનોના વેચાણમાં બમણાથી વધુ વધારો | Sales of electric passenger…

સપ્ટેમ્બર માસમાં ઇલેક્ટ્રિક પેસેન્જર વાહનોના વેચાણમાં બમણાથી વધુ વધારો | Sales of electric passenger...

બ્રિટન પાસેથી રૂ.4158 કરોડના મિસાઈલ ખરીદવા ભારતનો કરાર | India signs deal to buy missiles worth Rs 4…

બ્રિટન પાસેથી રૂ.4158 કરોડના મિસાઈલ ખરીદવા ભારતનો કરાર | India signs deal to buy missiles worth Rs 4...

ધોળકામાં સામુહિક આરોગ્ય કેન્દ્ર બહાર જોખમી મેડિકલ વેસ્ટનો નિકાલ | Hazardous medical waste disposed o…

ધોળકામાં સામુહિક આરોગ્ય કેન્દ્ર બહાર જોખમી મેડિકલ વેસ્ટનો નિકાલ | Hazardous medical waste disposed o...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નારણપુરામાં બાઈકચાલકે જાણીજોઈને કાર સાથે બાઈક અથડાવી, ઉગ્ર બોલાચાલીમાં હાથફેરો કરી 2.50 લાખ રોકડા લઈ…

નારણપુરામાં બાઈકચાલકે જાણીજોઈને કાર સાથે બાઈક અથડાવી, ઉગ્ર બોલાચાલીમાં હાથફેરો કરી 2.50 લાખ રોકડા લઈ…

4 months ago
ગુજરાત એસટીના બસચાલકો બેફામ! દાહોદના સંજેલીમાં બે એસટી બસ વચ્ચે ટક્કર, બે દિવસમાં ત્રણ અકસ્માત | Maj…

ગુજરાત એસટીના બસચાલકો બેફામ! દાહોદના સંજેલીમાં બે એસટી બસ વચ્ચે ટક્કર, બે દિવસમાં ત્રણ અકસ્માત | Maj…

7 months ago
મહાદેવ બુકીના માસ્ટર આઇડીનું વેચાણ કરનાર આરોપીને ઝડપી લેવાયો | state cyber crime offials nabbed chin…

મહાદેવ બુકીના માસ્ટર આઇડીનું વેચાણ કરનાર આરોપીને ઝડપી લેવાયો | state cyber crime offials nabbed chin…

4 months ago
ખાનગી પેઢીના ભાગીદાર દંપતીએ 4.23 લાખ ટ્રાન્સફર કરી લેતાં ફરિયાદ | Fraud complaint against partner co…

ખાનગી પેઢીના ભાગીદાર દંપતીએ 4.23 લાખ ટ્રાન્સફર કરી લેતાં ફરિયાદ | Fraud complaint against partner co…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News