
– બેંગલુરુની વિશેષ કોર્ટે જુદીજુદી આઠ કલમો હેઠળ સજા સંભળાવી
– રાજકારણમાં ઝડપી વિકાસ મારી ભુલ, મહિનાઓથી માતા પિતાને નથી જોયા, મહેરબાની કરીને ઓછી સજા આપો : પ્રજ્વલની વિનંતી કામ ના આવી
– પીડિત મહિલાને 10 લાખ રૂપિયાનું વળતર ચુકવવા પ્રજ્વલને આદેશ, પરિવારનું કોઇ જ કોર્ટમાં હાજર ના રહ્યું
– ફાર્મહાઉસ પર કામ કરતી મહિલા પર વારંવાર રેપનો અને તેનો વીડિયો ઉતારવાનો પ્રજ્વલ પર આરોપ હતો
બેંગલુરુ : કર્ણાટકના સૌથી મોટા સેક્સ રેકેટના આરોપી અને પૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્નાને બેંગલુરુની ટ્રાયલ કોર્ટે આખરે આજીવન કેદની સજા ફટકારી છે. ફાર્મહાઉસ પર કામ કરતી મહિલા પર અનેક વખત રેપ કરવા અને તેનું વીડિયો રેકોર્ડિંગ કરવાના આરોપ હેઠળ આ સજા આપવામાં આવી છે.










