
karnataka Bus Truck Accident : કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લાના હિરિયૂર તાલુકામાં આજે (ગુરુવારે) સવારે એક ભયાનક માર્ગ અકસ્માતમાં ઓછામાં ઓછા 17 લોકોના મોત થયાની આશંકા છે. આ દુર્ઘટના રાષ્ટ્રીય ધોરીમાર્ગ-48 પર ગોરલાથુ ક્રોસ પાસે ત્યારે બની જ્યારે એક સ્લીપર બસ અને સામેથી આવતી ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ. ટક્કર એટલી ભીષણ હતી કે બસમાં તરત જ આગ ફાટી નીકળી હતી, જેમાં ઘણા મુસાફરો અંદર જ ફસાઈ ગયા હતા.










