gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘કલ્પેશ સર પાછા જોઇએ છે..’સુરતમાં આચાર્યની બદલી થતાં વિદ્યાર્થીઓ-વાલીઓનો ચક્કાજામ | kathodara teache…

G METRO NEWS by G METRO NEWS
July 19, 2025
in GUJARAT
0 0
0
‘કલ્પેશ સર પાછા જોઇએ છે..’સુરતમાં આચાર્યની બદલી થતાં વિદ્યાર્થીઓ-વાલીઓનો ચક્કાજામ | kathodara teache…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Teacher Tranfer  Protest : સુરતના કઠોદરા ગામમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી શાળામાં શિક્ષકની બદલી થતાં ભારે બબાલ સર્જાઈ છે. શિક્ષકની બદલીના વિરોધમાં વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને કલાકો સુધી ચક્કાજામ કરી દીધો હતો.  ‘અમારા કલ્પેશ સરને પાછા લાવો નહીં તો અમારું ભણાવાનું બંધ થઇ જશે’ના નારા સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. રોષે ભરાયેલા વિદ્યાર્થીઓ વાહનો સામે રસ્તા પર સૂઈ ગયા હતા, અને આ વિરોધમાં વાલીઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ વિરોધ પ્રદર્શન પાછળ સિક્યુરિટી ગાર્ડ કૌભાંડના મુખ્ય આરોપી કાળુ પોશિયા અને તેની પત્ની રિંકલ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓને ભડકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની વાત સામે આવી છે. વિરોધ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓનો ઉપયોગ કરવો એ ખૂબ જ ગંભીર અને ગેરવ્યાજબી બાબત છે. વિદ્યાર્થીઓનો ઉપયોગ કરનારાઓ સામે પણ પોલીસ કાર્યવાહી કરશે.

સિક્યુરિટી ગાર્ડ કૌભાંડ બાદ શિક્ષકની બદલીથી રોષ

મહત્ત્વનું છે કે, તાજેતરમાં જ આ જ શાળામાં સિક્યુરિટી ગાર્ડ કૌભાંડનો મામલો સામે આવ્યો હતો. આ કૌભાંડ બાદ પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી અને શિક્ષણ સમિતિ દ્વારા જવાબદારો સામે કાર્યવાહી પણ કરવામાં આવી હતી. આ કાર્યવાહીના ભાગરૂપે શાળાના આચાર્ય અને વ્યવસ્થાપક સમિતિના સભ્યોને શાળામાંથી દૂર કરવામાં આવ્યા હતા. આ મામલાની ગરમાગરમી હજુ શાંત પડી નહોતી ત્યાં તો શાળાના આચાર્ય કલ્પેશ પટેલની બદલીનો નિર્ણય આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.

આચાર્ય અને સભ્યને પાછા લાવવાની માંગ

સિક્યુરિટી ગાર્ડ કૌભાંડમાં શાળાની વ્યવસ્થાપક સમિતિના સભ્ય રિંકલ પોશીયાના પતિ કાળુ પોશીયાની પોલીસે ધરપકડ કરી હતી. બીજી તરફ, વિદ્યાર્થીઓએ આચાર્ય કલ્પેશ સર, રિંકલબેન અને કાળુભાઈને પાછા લાવવાના નારા લગાવી રહ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે ઘટનાસ્થળે પહોંચી હતી અને વિરોધ કરી રહેલા કેટલાક વિદ્યાર્થીઓ અને વાલીઓની અટકાયત કરી હતી.

હેતલબેન બાબરિયાએ જણાવ્યું હતું કે સિક્યુરિટી ગાર્ડ એક સાથે બે જગ્યાએ નોકરી કરે , 5 હજારમાં કેમનું પોસાય, અમારી શાળાના પ્રિન્સિપાલે સહી કરી હતી. સુરતની 400 સરકારી સ્કુલોમાં આવું જ ચાલે છે તો શિક્ષણમંત્રીએ અમારી સ્કૂલને જ કેમ ટાર્ગેટ કરી?  પ્રિન્સિપાલને જ કેમ ટાર્ગેટ કરાયા છે કેમ? આચાર્ય કલ્પેશ પટેલની જ બદલી કરી, કરવું હોય તો બધાની કરો. 

તો બીજી તરફ શિલ્પાબેન રાદડિયાએ જણાવ્યું હતું કે સારા શિક્ષકો ઓછા છે, અને જે છે તેમની બદલી કરી નાખે છે. છોકરાઓનું ભવિષ્ય બગડે છે, જે કામ કરે છે એને કરવા દેતા નથી અને બદલી કરે છે.  કલ્પેશભાઈને પરત લાવે એજ અમારી માગ છે. 

વિદ્યાર્થીઓનો ઉપયોગ શા માટે?

આ સમગ્ર ઘટનાક્રમમાં સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે, શાળાના આંતરિક વિવાદો અને વહીવટી નિર્ણયોમાં વિદ્યાર્થીઓનો ઉપયોગ વિરોધ પ્રદર્શન માટે શા માટે કરવામાં આવ્યો? નાના બાળકોને રસ્તા પર ઉતારી, ટ્રાફિક જામ કરી વિરોધ કરાવવાની આ પદ્ધતિ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ ઘટનાએ સુરતના શિક્ષણ જગતમાં અને વહીવટી તંત્રમાં ભારે ચર્ચા જગાવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં નવા-જૂનીના એંધાણ, કોંગ્રેસની કમાન સચિન પાયલટને સોંપાય તેવી શક્યતા | Buzz in Gujarat Congre…
GUJARAT

ગુજરાતમાં નવા-જૂનીના એંધાણ, કોંગ્રેસની કમાન સચિન પાયલટને સોંપાય તેવી શક્યતા | Buzz in Gujarat Congre…

February 22, 2026
અમદાવાદના બહેરામપુરામાં સરાજાહેર ખૂની ખેલ, 19 વર્ષના યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા | Ahmedabad: 20 Ye…
GUJARAT

અમદાવાદના બહેરામપુરામાં સરાજાહેર ખૂની ખેલ, 19 વર્ષના યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા | Ahmedabad: 20 Ye…

February 22, 2026
વલસાડના કામરેજમાં પોલીસ ભરતીની દોડમાં હાર્ટ એટેક આવતા વધુ એક યુવકનું મોત | Tragedy at Gujarat Police…
GUJARAT

વલસાડના કામરેજમાં પોલીસ ભરતીની દોડમાં હાર્ટ એટેક આવતા વધુ એક યુવકનું મોત | Tragedy at Gujarat Police…

February 22, 2026
Next Post
સીજી રોડ સ્થિત આંગડીયા પેઢીના નામે નાણાં લઇ ગઠિયાઓએ છેતરપિંડી કરી | defrauded the Angadia firm locat…

સીજી રોડ સ્થિત આંગડીયા પેઢીના નામે નાણાં લઇ ગઠિયાઓએ છેતરપિંડી કરી | defrauded the Angadia firm locat...

નરોડામાં સરકારી રાહતના 12 હજાર કિલો ઘંઉનો જથ્થો ભરેલી ટ્રક જપ્ત કરાઇ | Truck carrying 12 thousand kg…

નરોડામાં સરકારી રાહતના 12 હજાર કિલો ઘંઉનો જથ્થો ભરેલી ટ્રક જપ્ત કરાઇ | Truck carrying 12 thousand kg...

ટ્રેડીંગના નામે મહિલાએ રોકાણકારોને રૂપિયા 2.20 કરોડનો ચુનો લગાવ્યો | Ahmedabad : Woman dupes investo…

ટ્રેડીંગના નામે મહિલાએ રોકાણકારોને રૂપિયા 2.20 કરોડનો ચુનો લગાવ્યો | Ahmedabad : Woman dupes investo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા અને આસપાસના હાઇવે પર ટ્રાફિકની સમસ્યા માથાનાે દુખાવો બનીઃ શહેરમાં મોડીરાત સુધી ચક્કાજામ | Tra…

વડોદરા અને આસપાસના હાઇવે પર ટ્રાફિકની સમસ્યા માથાનાે દુખાવો બનીઃ શહેરમાં મોડીરાત સુધી ચક્કાજામ | Tra…

4 months ago
નડિયાદના સંખ્યાબંધ વિસ્તારોમાં કચરાના ઢગથી સ્થાનિકો પરેશાન

નડિયાદના સંખ્યાબંધ વિસ્તારોમાં કચરાના ઢગથી સ્થાનિકો પરેશાન

6 months ago
અમદાવાદમાં ‘મસ્તાની ગેંગ’નો આતંક: જેલમાંથી છૂટતા જ વ્યાજખોરે જમીન દલાલ પર તલવાર-છરી વડે જીવલેણ કર્યો…

અમદાવાદમાં ‘મસ્તાની ગેંગ’નો આતંક: જેલમાંથી છૂટતા જ વ્યાજખોરે જમીન દલાલ પર તલવાર-છરી વડે જીવલેણ કર્યો…

2 months ago
લીંબડીમાં વરસાદી પાણીના નિકાલના અભાવે ઠેરઠેર ગંદકી, રહીશો પરેશાન

લીંબડીમાં વરસાદી પાણીના નિકાલના અભાવે ઠેરઠેર ગંદકી, રહીશો પરેશાન

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News