gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કાલોલ પાલિકામાં ખુરશી ઉછળી! કામ ન થતા અપક્ષ કોર્પોરેટરોએ પ્રમુખ-COની ઓફિસમાં તોડફોડ કરી | Independen…

G METRO NEWS by G METRO NEWS
May 8, 2026
in GUJARAT
0 0
0
કાલોલ પાલિકામાં ખુરશી ઉછળી! કામ ન થતા અપક્ષ કોર્પોરેટરોએ પ્રમુખ-COની ઓફિસમાં તોડફોડ કરી | Independen…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Kalol Panchmahal News: પંચમહાલના કાલોલ પાલિકાના વોર્ડ નં-4માં લાંબા સમયથી વિકાસના કામોની અવગણના અંગેની રજૂઆત કરવા કચેરીએ જતાં પ્રમુખ અને ચીફ ઓફિસર બંને ગેરહાજર જોવા મળતાં સભ્યોએ ભારે રોષ ઠાલવીને ઓફિસમાં તોડફોડ કરી હોવાનું સામે આવ્યું છે. કાલોલ પાલિકાના વોર્ડ નં-4ના ચાર અપક્ષ સભ્યો પૈકીના બે સભ્યો પોતાના વિસ્તારના લોકો સાથે મતવિસ્તારની સમસ્યાઓની રજૂઆત માટે શુક્રવારે(8 મે) સવારે પાલિકા ભવનમાં પહોંચ્યા હતા. ત્યારે પાલિકાના ચીફ ઓફિસર કે પ્રમુખ હાજર નહીં હોવાને પગલે રોષે ભરાયેલા અપક્ષ સભ્યોએ હાથમાં ખુરશી લઈને પ્રમુખ અને ચીફ ઓફિસરની ઓફિસમાં તોડફોડ કરી હતી. 

અપક્ષ કોર્પોરેટરોએ પાલિકા કચેરીમાં પ્રમુખ અને ચીફ ઓફિસરની ઓફિસમાં તોડફોડ મચાવી 

પ્રાપ્ત વિગતો અનુસાર, કાલોલ પાલિકાની સામાન્ય ચૂંટણી પછી પાછલા એક વર્ષમાં ભાજપની સત્તામાં વહીવટ સંભાળતા વહીવટદારોની વહીવટી કુશળતાના અભાવે તેમજ શિર્ષ રાજકીય નેતાઓના દોરી સંચારથી પાલિકામાં વકરેલા જૂથવાદના કારણે પાલિકાનો વિકાસ રૂંધાયો હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. આ મામલે સ્થાનિક સ્તરે કામોમાં પણ આચરેલા ભ્રષ્ટાચાર વિરુદ્ધની રજૂઆતો અને તપાસની મથ્થાપચ્ચી વચ્ચે ‘બાર સાંધે ત્યાં તેર તુટે’ તેવી અસંતોષ અને અસંમજશની સ્થિતિ વર્તાઈ રહી છે. આ બધા વચ્ચે શુક્રવારે(8 મે) સવારે કાલોલ પાલિકાના વોર્ડ નં 4ના ચાર અપક્ષ સભ્યો પૈકીના બે સભ્યો તેમના સમર્થકો અને પોતાના વિસ્તારના રહીશો સાથે પોતાના મતવિસ્તારની સમસ્યાઓની રજૂઆત માટે પાલિકા ભવનમાં પહોંચ્યા હતા.

આ દરમિયાન પાલિકાના ચીફ ઓફિસર કે પ્રમુખ હાજર ન હોવાથી રોષે ભરાયેલા અપક્ષ સભ્યો અને લોકોએ પાલિકા તંત્ર સામે ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો અને રોષે ભરાયેલા ટોળાએ નગરપાલિકા કચેરીમાં હંગામો મચાવ્યો હતો. આ દરમ્યાન વોર્ડ નં 4ના એક અપક્ષ સભ્યએ હાથમાં ખુરશી લઈને પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરની ઓફિસની તોડફોડ કરી હોવાનો વીડિયો સામે આવ્યો છે. 

સ્થાનિક સભ્યો અને રહીશોએ વરસાદી પાણીના નિકાલ તેમજ રોડ, ગટર અને અન્ય પ્રાથમિક સુવિધાઓના કામો અંગે અનેક વખત રજૂઆતો છતાં કોઈ કામગીરી ન કરતાં રોષ ઠાલવ્યો હોવાનું જણાવ્યું હતું. પાલિકા કચેરી ખાતે તોડફોડની ઘટનાને પગલે કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો. 

આ પણ વાંચો: દ્વારકાના રૂપેણ બંદર માર્ગે પોલીસ અને લોકોના ટોળા વચ્ચે ઘર્ષણ થતાં મામલો બિચક્યો: પોલીસનું ફાયરિંગ?

અત્રે ઉલ્લેખનીય છે, ગત વર્ષે યોજાયેલી પાલિકાની ચૂંટણીમાં પાલિકાના વોર્ડ નં-4માં ભાજપની પેનલ સામે અપક્ષ ઉમેદવારોની પેનલનો વિજય થયો હતો. જે ચૂંટણી પછી વોર્ડ નં 4ના વિસ્તારમાં સ્થાનિક અપક્ષ સભ્યોએ પાલિકા સમક્ષ અવારનવાર રજૂઆતો કરવા છતાં દોરી સંચારથી ચાલતી પાલિકાના વહીવટદારોમાં છેલ્લા એક વર્ષથી કોઈ વિકાસના કામો માટે પેટનું પાણી પણ ન હલતા સ્થાનિકો અને સભ્યમાં રોષ જોવા મળ્યો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન
GUJARAT

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન

August 7, 2026
ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા
GUJARAT

ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા

August 7, 2026
GLOBAL ICON PRIYANKA CHOPRA JONAS TO STAR OPPOSITE ACADEMY AWARD® WINNER RUSSELL CROWE IN SCI-FI ACT…
GUJARAT

GLOBAL ICON PRIYANKA CHOPRA JONAS TO STAR OPPOSITE ACADEMY AWARD® WINNER RUSSELL CROWE IN SCI-FI ACT…

August 7, 2026
Next Post
સાવધાન! ધ્રોલમાં તિજોરી રિપેર કરવા આવેલા કારીગરે લાખોના ઘરેણા પર હાથ સાફ કર્યો, LCBએ મુદ્દામાલ સાથે …

સાવધાન! ધ્રોલમાં તિજોરી રિપેર કરવા આવેલા કારીગરે લાખોના ઘરેણા પર હાથ સાફ કર્યો, LCBએ મુદ્દામાલ સાથે ...

દ્વારકાના રૂપેણ બંદર માર્ગે પોલીસ અને લોકોના ટોળા વચ્ચે ઘર્ષણ થતાં મામલો બિચક્યો: પોલીસનું ફાયરિંગ? …

દ્વારકાના રૂપેણ બંદર માર્ગે પોલીસ અને લોકોના ટોળા વચ્ચે ઘર્ષણ થતાં મામલો બિચક્યો: પોલીસનું ફાયરિંગ? ...

શપથવિધિ પહેલા જ વિજયનું ગણિત બગડ્યું? દિનાકરણના એકમાત્ર ધારાસભ્ય ગુમ, હોર્સ ટ્રેડિંગનો આરોપ | tamil …

શપથવિધિ પહેલા જ વિજયનું ગણિત બગડ્યું? દિનાકરણના એકમાત્ર ધારાસભ્ય ગુમ, હોર્સ ટ્રેડિંગનો આરોપ | tamil ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં મેઘરાજાનો બીજો રાઉન્ડ, જાણો છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસ્યો વરસાદ | Gujarat Rain Upda…

ગુજરાતમાં મેઘરાજાનો બીજો રાઉન્ડ, જાણો છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસ્યો વરસાદ | Gujarat Rain Upda…

12 months ago
અમદાવાદના જ્વેલર્સમાં સોનાની ચોરી કરતી બે મહિલાઓ જેલહવાલે, ગ્રાહક બનીને આવતી અને દાગીના સેરવી લેતી |…

અમદાવાદના જ્વેલર્સમાં સોનાની ચોરી કરતી બે મહિલાઓ જેલહવાલે, ગ્રાહક બનીને આવતી અને દાગીના સેરવી લેતી |…

5 months ago
કુપોષણયુક્ત ગુજરાત: કરોડોના ખર્ચ પછીયે પાંચ વર્ષમાં 18,231 નવજાત શિશુના મોત | gujarat 18231 newborn …

કુપોષણયુક્ત ગુજરાત: કરોડોના ખર્ચ પછીયે પાંચ વર્ષમાં 18,231 નવજાત શિશુના મોત | gujarat 18231 newborn …

1 year ago
વડોદરાના એન્જિનિયર પાસે વિશ્વના ૮૨ દેશોની ‘૧’ની નોટોનો અનોખો સંગ્રહ | A unique collection of ‘1’ not…

વડોદરાના એન્જિનિયર પાસે વિશ્વના ૮૨ દેશોની ‘૧’ની નોટોનો અનોખો સંગ્રહ | A unique collection of ‘1’ not…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News