![]()
વડોદરા,કૂટણખાનાના કેસમાં પકડાયેલી મહિલા એજન્ટ સહિત બે આરોપીઓની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે.
શહેરના અલગ – અલગ વિસ્તારમાં ભાડે મકાન રાખી કોલગર્લ રાખી કૂટણખાનુ ચલાવતી મહિલા એજન્ટને પોલીસે ઝડપી પાડી હતી. કૂટણખાનાની પ્રવૃત્તિના કારણે આજુબાજુમાં રહેતા પરિવારોનું જીવન અઘરૃં બની ગયું હતું. કૂટણખાનામાં આવતા ગ્રાહકોના કારણે આ વિસ્તારમાં રહેતી યુવતીઓને પણ તકલીફનો સામનો કરવો પડતો હતો. પોલીસે મહિલા એજન્ટ ચંદ્રિકાબેન ઉર્ફે રીટા બાબુભાઇ શાહ (રહે. જલજ ટાવર, સનરાઇઝ કોમ્પલેક્સ, વૈકુંઠ ચાર રસ્તા પાસે, વાઘોડિયા રોડ) ને ઝડપી પાડી હતી. તેની પાસા હેઠળ અટકાયત કરી જામનગર તથા અન્ય એક આરોપી સ્મિત ઉર્ફે સુમીત સતિષભાઇ દરજી (રહે. દરજી ફળિયું, હાલોલ) ને રાજકોટ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.










