
National Highways QR Code Signboard : નેશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા(NHAI)એ ટૂંક સમયમાં નેશનલ હાઇવે પર ક્યુઆર કોડવાળા પ્રોજેક્ટ ઇન્ફોર્મેશન સાઇનબોર્ડ લગાવવાની જાહેરાત કરી છે. આ નવી પહેલથી હાઇવે પરથી પસાર થનારા અનેક લોકોને મોટી રાહત મળશે. તેઓ QR કોડ દ્વારા લોકેશન, ઈમરજન્સી હેલ્પલાઇન નંબર સહિતની માહિતી સરળતાથી મેળવી શકશે.
QR કોડમાંથી મળશે આ માહિતી
એનએચએઆઇના જણાવ્યા મુજબ, વર્ટિકલ QR કોડ સાઇનબોર્ડને સ્કેન કરવાથી યાત્રીઓને હાઇવે સંબંધિત મહત્ત્વપૂર્ણ અને સ્થાનિક માહિતી તુરંત મેળવી શકશે.










