gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કેપિટલ ગેઈન એકાઉન્ટ સ્કીમમાં બેન્કના પાસબુકની સોફ્ટ કોપી હવે રજૂ કરી શકાશે | Expansion of Capital ga…

G METRO NEWS by G METRO NEWS
November 20, 2025
in GUJARAT
0 0
0
કેપિટલ ગેઈન એકાઉન્ટ સ્કીમમાં બેન્કના પાસબુકની સોફ્ટ કોપી હવે રજૂ કરી શકાશે | Expansion of Capital ga…
0
VIEWS
Share on FacebookShare on Twitter

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,ગુરૃવાર

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસે કેપિટલ ગેઈન એકાઉન્ટ સ્કીમમાં નવી કલમ ૫૪ જીએનો ઉમેરો કરીને કરદાતાઓને પહેલા ચેકથી જ રકમ જમા કરાવવાની વ્યવસ્થાને બદલે હવે ઇલેક્ટ્રોનિક મોડથી પેમેન્ટ કરવાની સુવિધા પૂરી પાડવાનો નિર્ણય લીધો છે. આ જ રીતે એકાઉન્ટના હાર્ડ કોપીમાં ઉતારાની નકલ પૂરી પાડવાને બદલે ખાતામાં થયેલા આર્થિક વહેવારોની ઇલેક્ટ્રોનિક કોપી આપવાની પણ સુવિધા કરી આપી છે.આ જ રીતે બેન્કની પાસબુકની ઝેરોક્સ કોપી આપવાને બદલે ઇલેક્ટ્રોનિક કોપી આપવાની પણ સુવિધા કરી આપી છે.

કેપિટલ ગેઈન એકાઉન્ટ સ્કીમમાં અત્યાર સુધીમા ંચેકથી કે પછી ડિમાન્ડ ડ્રાફ્ટથી પૈસા જમા કરાવવામાં આવતા હતા. હવે ઓનલાાઈન પેમેન્ટ કરવાની પણ છૂટ આપવામાં આવી છે. કેપિટલ ગેઈન એકાઉન્ટ સ્કીમ હેઠળ ચાલુ કરેલું ખાતું બંધ કરાવવા માટે ફોર્મ જી અને ફોર્મ એચ ફિઝિકલ કોપીમાં ભરીને આપવું પડતું હતું. હવે આ સુવિધા ઓનલાઈન ફોર્મ જી અને ફોર્મ એચ ફાઈલ કરીને પણ મેળવી શકાશે. તેને માટે તેમણે ડિજિટલ સિગ્નેચર આપવી પડશે. પહેલી એપ્રિલ ૨૦૨૭થી આ સુવિધા મળશે.તેને માટે કોડ વેરિફિકેશનની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવશે.

કેપિટલ ગેઈન ટેક્સમાં આવકવેરા ધારાની કલમ ૫૪, ૫૪બી, ૫૪ ડી, ૫૪ એફ, ૫૪ જી અને ૫૪ જીબી હેઠળ રાહત મેળવવામાં આવે છે. આ સ્કીમને લગતી વ્યવસ્થા કરવાની જવાબદારી ઇન્કમટેક્સ સિસ્ટમ ડિરેક્ટોરેટને માથે નાખવામાં આવી છે. આ નવી વ્યવસ્થા હેઠળ આવનારા ડેટાની સિક્યોરિટીની જવાબદારી પણ તેમણે જ નિભાવવાની રહેશે. તદુપરાંત ફોર્મ એ અને ફોર્મ સીમાં સુધારો કરવામાં આવ્યો છે. ફોર્મ એ અને ફોર્મ સીમાં સુધારો કરીને કલમ ૫૪ જીએ દાખલ કરવામાં આવી છે.તેના માધ્યમથી જ ઇલેક્ટ્રોનિક પેમેન્ટની વિગતો અમલમાં મૂકવામાં આવશે.સ્કીમમાં જોડાયેલા કરદાતાઓ રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ-આરટીજીએસ, નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર-નેફ્ટ કે પછી આઈએમપીએસ-ઇમિડિયેટ પેમેન્ટ સર્વિસના ટ્રાન્ઝેક્શન નંબરથી આ વ્યવસ્થાને નિયંત્રિત કરવામાં આવશે. 

(બોક્સ)

કેપિટલ ગેઈન એકાઉન્ટ સર્વિસ સ્કીમ શું છે?

કેપિટલ ગેઈન એકાઉન્ટ સ્કીમ ૧૯૮૮માં કરદાતાએ કરેલા મકાનના કે અન્ય અસ્ક્યામતોના વેચાણ પર થયેલા કેપિટલ ગેઈનની રકમને કામચલાઉ ધોરણે એક ખાતામાં જમા કરાવી દઈને વેરા માફીના લાભ મેળવી લે છે. આ એકાઉન્ટમાં નોર્મલ કરતાં ઓછું વ્યાજ આપવામાં આવે છે. ત્રણ વર્ષ સુધીનો લૉક ઇન પિરિયડ પણ છે. આવકવેરાની જુદી જુદી કલમ હેઠળ કેપિટલ ગેઈન ટેક્સમાંથી માફી માગવામાં આવે છે. કરદાતાને મકાનના કે પછી જમીનના વેચાણ થકી થયેલા કેપિટલ ગેઈનની રકમ તે નવી મિલકતની ખરીદી માટે ઉપયોગમાં ન લઈ શકે તો તેવા સંજોગોમાં  તે રકમ કેપિટલ ગેઈન એકાઉન્ટ સ્કીમમાં રોકી દે છે.

શહેરી વિસ્તારની બેન્ક શાખાઓમાં કેપિટલ ગેઈન એકાઉન્ટ સર્વિસ પૂરી પાડશે 

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસે બહાર પાડેલી કેપિટલ ગેઈન એકાઉન્ટ સ્કીમને લગતા નોટિફિકેશન મુજબ શહેરી વિસ્તારની બેન્કોની શાખાઓમાં એચડીએફસી બેન્કલિમિટેડ, આઈસીઆઈસીઆઈ બેન્ક લિમિટેડ, એક્સિસ બેન્ક લિમિટેડ, સિટિ યુનિયન બેન્ક લિમિટેડ, ડીસીબી બેન્ક લિમિટેડ, ફેડરલ બેન્ક લિમિટેડ, આઈડીએફસી ફર્સ્ટ બેન્ક લિમિટેડ, કરુર વૈશ્ય બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક,આરબીએલ બેન્ક લિમિટેડ, સાઉથ ઇન્ડિયન બેન્ક લિમિટેડ, યશ બેન્કલિમિટેડ, ધનલક્ષ્મી બેન્ક લિમિટેડ, બંધન બેન્ક લિમિટેડ, સીએસબી બેન્ક લિમિટેડ, તામિલનાડ મર્કન્ટાઈલ બેન્ક લિમિટેડનો સમાવેશ કરવામાં આવ્યો છે. પરિણામે મેટ્રો શહેરમાં, શહેરી વિસ્તારોમાં અને અર્ધશહેરી વિસ્તારોમાં વધુ સંખ્યામાં બેન્કોમાં કેપિટલ ગેઈન એકાઉન્ટ સ્કીમના ખાતા ખોલાવી શકાશે.પરિણામે કરદાતાઓ માટે સ્કીમ મુજબ નાણાં રોકવાનું સરળ બનશે. મર્યાદિત બેન્કો પર મદાર બાંધવો પડશે નહિ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરાના સયાજીગંજમાં ડેરીડેન પાસે કાર ચાલકે ચા ની લારી પાસે બેઠેલા ગ્રાહકો પર કાર ફેરવી દેતા ત્રણ ઘા…
GUJARAT

વડોદરાના સયાજીગંજમાં ડેરીડેન પાસે કાર ચાલકે ચા ની લારી પાસે બેઠેલા ગ્રાહકો પર કાર ફેરવી દેતા ત્રણ ઘા…

March 31, 2026
જામનગર જીલ્લાના 28 ગામોમાં સ્વ-ભંડોળથી તળાવ ઊંડા ઉતારી જળ સંચય કરવાના કાર્યના ભાગ રૂપે ઠેબા ગામમાં ક…
GUJARAT

જામનગર જીલ્લાના 28 ગામોમાં સ્વ-ભંડોળથી તળાવ ઊંડા ઉતારી જળ સંચય કરવાના કાર્યના ભાગ રૂપે ઠેબા ગામમાં ક…

March 31, 2026
જામનગરમાં સોશિયલ મીડિયા પર મહાનગરપાલિકા તેમજ તેના અધિકારીઓ વિશે બદનક્ષી જનક વિડિયો વાયરલ કરનાર સામે …
GUJARAT

જામનગરમાં સોશિયલ મીડિયા પર મહાનગરપાલિકા તેમજ તેના અધિકારીઓ વિશે બદનક્ષી જનક વિડિયો વાયરલ કરનાર સામે …

March 31, 2026
Next Post
ખનીજ ચોરીમાં પંચાયત તંત્રનો માફિયાઓને છૂટો દોર | Panchayat system gives mafia free rein in mineral t…

ખનીજ ચોરીમાં પંચાયત તંત્રનો માફિયાઓને છૂટો દોર | Panchayat system gives mafia free rein in mineral t...

પંચાયતના મહિલા સદસ્યને જાતિવિષયક અપશબ્દો બોલી મારી નાખવાની ધમકી | Female Panchayat member threatened…

પંચાયતના મહિલા સદસ્યને જાતિવિષયક અપશબ્દો બોલી મારી નાખવાની ધમકી | Female Panchayat member threatened...

સુઘડમાં ચાલવા નીકળેલા યુવાનના હાથમાંથી મોબાઇલ ઝૂંટવી બે ફરાર | Two absconders snatch mobile phone fr…

સુઘડમાં ચાલવા નીકળેલા યુવાનના હાથમાંથી મોબાઇલ ઝૂંટવી બે ફરાર | Two absconders snatch mobile phone fr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાત ફરી શર્મસાર! ગાંધીનગરમાં 5 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ, દાદી ‘ભૂત આવ્યું’ કહી રડી પડી | Gandhi…

ગુજરાત ફરી શર્મસાર! ગાંધીનગરમાં 5 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ, દાદી ‘ભૂત આવ્યું’ કહી રડી પડી | Gandhi…

4 months ago
ભાવનગર ગદ્યસભાનો ૩૫મો સ્થાપના દિવસ વાર્તાપર્વ ૩ વાર્ષિકોત્સવ રૂપે ગદ્યકૃતિઓના વાચિકમ્ , મંચન અને મોન…

ભાવનગર ગદ્યસભાનો ૩૫મો સ્થાપના દિવસ વાર્તાપર્વ ૩ વાર્ષિકોત્સવ રૂપે ગદ્યકૃતિઓના વાચિકમ્ , મંચન અને મોન…

2 months ago
ભાવનગર: લગ્નના દિવસે જ ભાવિ પત્નીને પાઇપ મારી મોતને ઘાટ ઉતારનારો હત્યારો ઝડપાયો | Bhavnagar Case: Gr…

ભાવનગર: લગ્નના દિવસે જ ભાવિ પત્નીને પાઇપ મારી મોતને ઘાટ ઉતારનારો હત્યારો ઝડપાયો | Bhavnagar Case: Gr…

4 months ago
ધારપીપળા તાલુકો રાણપુર ખાતે બોટાદ જિલ્લાનો સૌથી મોટો સમૂહ લગ્ન મહોત્સવ અને લોકમેળો અંદાજે ૭૫ વિઘા જે…

ધારપીપળા તાલુકો રાણપુર ખાતે બોટાદ જિલ્લાનો સૌથી મોટો સમૂહ લગ્ન મહોત્સવ અને લોકમેળો અંદાજે ૭૫ વિઘા જે…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News