
– ખુરશીનો નશો માથા પર ચઢી જાય તો ન્યાય નહીં પાપ જ થશે : જસ્ટિસ ગવઈ
– નિવૃત્તિ પછી સરકારી પદ કે ચૂંટણીના રાજકારણમાં ઝંપલાવે તે ઘટનાઓ ન્યાયાધીશની નૈતિકતા માટે અનેક સવાલો ઊભા કરે છે
– અરજદારોના ઘરઆંગણા સુધી ન્યાય પહોંચાડવા માટે ન્યાયતંત્રનું વિકેન્દ્રીકરણ કરવું અત્યંત જરૂરી : મુખ્ય ન્યાયાધીશ
અમરાવતી : મુખ્ય ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગવઈએ ન્યાયતંત્ર અને વહીવટી તંત્રના પદો પર બેઠેલા લોકોને ચેતવણી આપતા હોય તેમ એક સમારંભમાં કહ્યું હતું કે, ખુરશી માથા પર ચઢી જાય તો ન્યાય કે સેવા નહીં પરંતુ પાપ જ થશે. સાથે તેમણે અરજદારોના ઘર સુધી ન્યાય પહોંચાડવા માટે ન્યાયતંત્રના વિકેન્દ્રીકરણ પર ભાર મૂક્યો હતો. વધુમાં સીજેઆઈ ગવઈએ ન્યાયાધીશો અને વકીલોને પણ તેમના વર્તન માટે સંભળાવી દીધું હતું.










