![]()
કાયમી કર્મચારીઓને હાજર કરવામાં આવતા પહેલા
આઉટસોર્સિંગમાં કામ કરતાં કર્મચારીઓ અનુભવી હોવા છતાં આગોતરી જાણ કર્યા વગર નિર્ણય લેવાતા આક્રોશ
ગાંધીનગર : ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ગઈકાલે સાંજે એક સાથે ૧૧૪
જેટલા આઉટસોર્સિંગ કર્મચારીઓને છૂટા કરી દેવા માટેનો ઓર્ડર કરી દીધો હતો. જેના
કારણે વર્ષોથી ફરજ બજાવતા આ કર્મચારીઓના માથે આભ ફાટયા જેવી સ્થિતિ સર્જાઇ હતી.
કેમકે હાલ તેઓ અનુભવી હોવા છતાં રીતસરના બેરોજગાર બની ગયા છે. જ્યારે આજે ૧૬૦
જેટલા કાયમી કર્મચારીઓને હાજર કરવામાં આવ્યા હતા.
ગાંધીનગર મહાનગરપાલિકાની રચના કરવામાં આવી ત્યારે અહીં
કાયમી કર્મચારીઓને બદલે આઉટસોસગના કર્મચારીઓ ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો અને
અધિકારીઓથી લઈ ક્લાર્ક સુધી આઉટસોસગથી જ કર્મચારીઓ ભરવામાં આવ્યા હતા ત્યારે
મહાનગરપાલિકા દ્વારા હવે કાયમી ભરતી કરવા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. આ સ્થિતિમાં
કોર્પોરેશનમાં વર્ષોથી ફરજ બજાવતા અને કચેરીની તમામ કામગીરીથી વાકેફ એવા આઉટસોસગના
કર્મચારીઓ ઉપર નોકરીનું જોખમ તોડાઈ રહ્યું હતું. જોકે આ કર્મચારીઓને એક યા બીજી
રીતે કચેરીમાં સમાવી લેવામાં આવશે તેઓ શૂર પણ જોવા મળી રહ્યો હતો પરંતુ અચાનક જ
ગઈકાલે એક જ ઓર્ડરથી ૧૧૪ જેટલા આઉટસોસગ કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવતા
કાર્પોરેશનમાં સોંપો પડી ગયો હતો. કેમ કે આ કર્મચારીઓ વિવિધ વિભાગોમાં છેલ્લા ઘણા
વર્ષોથી કામ કરતા હોવાની સાથે બહોળો અનુભવ ધરાવતા હતા. સવારે તેમને સરકારી
કાર્યક્રમમાં તેડાવ્યા બાદ સાંજે ઓફિસ છૂટતા સમયે એક લેટરથી હવે આવતીકાલે નહીં
આવવાનું કહેવામાં આવતા તેમની સ્થિતિ કફોડી બની ગઈ હતી. હાલ આ કર્મચારીઓ અનુભવી અને
શિક્ષિત હોવા છતાં બેરોજગાર બની ગયા છે ત્યારે હવે નવા આવેલા કર્મચારીઓ
કોર્પોરેશનનું ગાડું કેવી રીતના ગબડાવે છે તે જોવું રહ્યું. નોંધવું રહેશે કે હજી
પણ આઉટસોસગથી ઘણા અધિકારી કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. જેમની ઉપર કોઈ પદાધિકારી
કે અધિકારીનો હાથ છે.










