gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ક્યાંક ધાકધમકી તો ક્યાંક લાખોની ઓફર : કોંગ્રેસ-આપના ઘણાં ઉમેદવારોએ ચૂંટણી મેદાન છોડ્યું | gujarat lo…

G METRO NEWS by G METRO NEWS
April 16, 2026
in GUJARAT
0 0
0
ક્યાંક ધાકધમકી તો ક્યાંક લાખોની ઓફર : કોંગ્રેસ-આપના ઘણાં ઉમેદવારોએ ચૂંટણી મેદાન છોડ્યું | gujarat lo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Local Body Election: ગુજરાતમાં મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ જાણે કતલની રાત બની રહ્યો હતો. ભાજપે બિનહરીફ બેઠકો મેળવવા અવનવા રાજકીય હથકંડા અપનાવ્યા હતાં. એટલું જ નહીં, એવો આક્ષેપ થઈ રહ્યો છે કે, ખાખી વર્દીનો સહારો લઈ ભાજપે કોંગ્રેસ-આપના ઉમેદવારોને એટલી હદે ડરાવ્યા-ધમકાવ્યા હતા કે, તેઓ ફોર્મ પરત ખેંચવા મજબૂર બન્યા હતાં. ક્યાંક ખાખી વર્દીએ ધમકી આપી હતી તો ક્યાંક લાખોની ઓફર થઈ હતી. ટૂંકમાં, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોલીસ જાણે ભાજપના કાર્યકરની ભૂમિકા અદા કરી રહી હોય તેવું ગુજરાતની જનતાને અહેસાસ થઈ રહ્યો છે.

ખાખીએ ભાજપના કાર્યકરો કરતા વધારે મહેનત કરી ખેલ પાડ્યો

ચૂંટણીમાં ‘ખાખી’ વર્દીએ ભાજપના કાર્યકરોની ભૂમિકા અદા કરી રિસોર્ટ પોલિટિક્સ છતાં ‘ફોર્મ વાપસી’નો દોર ચાલ્યો હતો. ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું. પણ છેલ્લી ઘડી સુધી ભાજપે ખાખી-સરકારી તંત્રના જોરે બિનહરીફ બેઠકોનો રેકોર્ડ તોડવા ધમપછાડા કર્યા હતાં. અમદાવાદ સહિત આખા રાજ્યમાં જાણે ફોર્મ વાપસીનો દોર ચાલ્યો હતો. એક તબક્કે એવી સ્થિતિ સર્જાઈ કે, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ચૂંટણી લડવાનું ટાળ્યું હતું. એક પછી એક ઉમેદવારોએ જાણે પાણીમાં બેઠા હતાં. 

પોલીસે ઉમેદવારોને હટાવ્યાં પણ અને ઉમેદવાર બનાવ્યાં પણ

ભાજપની તોડજોડની રાજનીતિથી ડરીને કોંગ્રેસ-આપે ઉમેદવારોને રિસોર્ટ સંતાડવા પડ્યા હતાં. ઉપરાંત અજ્ઞાતવાસમાં રાખવા પડ્યા હતાં તેમ છતાંય ઉમેદવારો સચવાયા ન હતાં. એવું જાણવા મળ્યું કે, મહિલા ઉમેદવારના સગાઓ-સાસરિયાઓ પર દબાણ કરાયું હતું. જ્યારે એક ખાનગી નોકરીયાત ઉમેદવારને તો કંપનીના માલિકે ચૂંટણી મેદાનથી હટી જવા ધમકી આપી હતી. અમદાવાદમાં એક મહિલા ઉમેદવારને સોસાયટીના ચેરમેને ખખડાવ્યા કે, તમારે કોંગ્રેસમાંથી ચૂંટણી લડવાની ક્યાં જરૂર છે. આ ઉપરાંત એક મહિલા ઉમેદવારને રૂ. 20 લાખની ઓફર કરાઈ હતી. લઘુમતી વિસ્તારમાં ઉલટું થયું હતું. ફોર્મ પરત ખેંચવાને બદલે ખાખી વર્દીએ બળજબરીપૂર્વક ઉમેદવાર બનવા ફોર્મ ભરાવ્યું હતું.

ફોર્મ વાપસીની ઘટના ક્યાં ક્યાં બની?

રાજકોટની જેતપુર તા. પંચાયતની મેવાસા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર હીનાબેન પ્રતાપભાઈ લાલુએ ચૂંટણી મેદાન છોડ્યું હતું જેથી ભાજપને ફાયદો થશે.

ભરૂચ નગરપાલિકામાં કોંગ્રેસના ઉમેદવાર રાજવીર વસાવાએ ફોર્મ પરત ખેંચી લેતા ભાજપના ઉમેદવાર દેવેન્દ્ર વસાવા બિનહરીફ જાહેર થશે.

વલસાડમાં જિલ્લા પંચાયતની નાનકવાડા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર રમેશ બાલુ પટેલે ફોર્મ પરત ખેંચી લીધું છે.

વડોદરા મહાનગરપાલિકામાં કોંગ્રેસના ઉમેદવાર કનુ પ્રજાપતિએ ફોર્મ પરત ખેંચતા રાજકારણ ગરમાયું છે.

રાજકોટ જિલ્લા પંચાયતની પેઢલા બેઠકના ઉમેદવાર રાજેશભાઈ કોટડીયાએ પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું છે.

મોરબી જિલ્લા પંચાયત ખાનપર બેઠક, પંચાસર તાલુકા પંચાયતમાં આપના ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યા છે. આ ત્રણેય બેઠકો પર ભાજપને ફાયદો થશે.

દાહોદ નગરપાલિકામાં આપ ઉમેદવાર સુમિત્રાબેન પંચાલે ઉમેદવારી પરત ખેંચી લીધી છે. અહીં ભાજપના 6, કોંગ્રેસના 1 ઉમેદવાર બિનહરીફ થયા છે.

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકા પંચાયતમાં કોંગ્રેસના ઉમેદવાર અને સુદામડા બેઠક પરથી અપક્ષ ઉમેદવારે પણ ઉમેદવારી પરત ખેંચી હતી.

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આપના ઉમેદવારે ફોર્મ પાછું ખેંચી ભાજપને સમર્થન જાહેર કર્યું હતું.

ખેડા જિલ્લા પંચાયતની રઢું બેઠક પર કોંગ્રેસ અને આપના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા ભાજપનો વિજય થયો હતો.

દાહોદ નગરપાલિકામાં કોંગ્રેસના ઉમેદવાર રિતેશ યાદવે ફોર્મ પરત ખેંચ્યું હતું.

વલસાડ તાલુકા પંચાયતની જુજવા બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર વિમલ પટેલ, આપ ઉમેદવાર અમિત પટેલે ફોર્મ પરત ખેંચતા ભગવો લહેરાયો હતો.

ભાવનગરમાં કોંગ્રેસના ઉમેદવાર ઇન્દુબેન પરમારે ફોર્મ પાછું ખેંચ્યું હતું. ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા છે.

હિંમતનગરના નિકોડા ગામની તાલુકા પંચાયતની બેઠક પર કોંગ્રેસ-અપક્ષ ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા ભાજપના ઉમેદવાર બિનહરીફ થયા હતાં.

અમિત ચાવડા, ઇસુદાન, ઇટાલિયા કાગળના વાઘ

ખાખી-સરકારી તંત્રના જોરે ફોર્મ પરત ખેંચવા ભાજપે છેલ્લી ઘડીનું જોર લગાવ્યું હતું. એટલું જ નહીં, 100 થી વધુ ઉમેદવારો ચૂંટણી મેદાન છોડવા મજબૂર બન્યા હતાં ત્યારે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, આપ પ્રદેશ પ્રમુખ ઇસુદાન-ગોપાલ ઇટાલિયા કાગળના વાઘ સાબિત થયા હતાં. ટિકિટોની એવી વહેંચણી કરી હતી કે, ભાજપની લોભલાલચ સામે ઉમેદવારોએ શરણાગતિ સ્વીકારી લીધી હતી પરિણામે એવું ચિત્ર ઉભર્યું કે, અજ્ઞાતવાસમાં હોવા છતાંય ઉમેદવારોએ ભાજપના ઇશારે ફોર્મ પરત ખેંચી લીધાં હતાં.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પ્રયાગરાજ-દાદર એક્સપ્રેસ ટ્રેનના કોચમાં AC બંધ મુદ્દે પ્રવાસીઓનો હોબાળો | Passengers protest over AC…
GUJARAT

પ્રયાગરાજ-દાદર એક્સપ્રેસ ટ્રેનના કોચમાં AC બંધ મુદ્દે પ્રવાસીઓનો હોબાળો | Passengers protest over AC…

June 1, 2026
ઓવર સ્પીડમાં વાહન ચલાવતા ૧૬૫ વાહન ચાલકોને દંડ | 165 drivers fined for overspeeding
GUJARAT

ઓવર સ્પીડમાં વાહન ચલાવતા ૧૬૫ વાહન ચાલકોને દંડ | 165 drivers fined for overspeeding

June 1, 2026
પેટ્રોલ- ડિઝલના ભાવ વધારાના પગલે પીવાનું પાણી પણ મોંઘું | water becomes costly due to increase in pr…
GUJARAT

પેટ્રોલ- ડિઝલના ભાવ વધારાના પગલે પીવાનું પાણી પણ મોંઘું | water becomes costly due to increase in pr…

June 1, 2026
Next Post
સુરતની મિલેનિયમ માર્કેટમાં ભીષણ આગ: ધુમાડાના ગોટેગોટાથી રિંગ રોડ પર અફરાતફરી | surat millennium mark…

સુરતની મિલેનિયમ માર્કેટમાં ભીષણ આગ: ધુમાડાના ગોટેગોટાથી રિંગ રોડ પર અફરાતફરી | surat millennium mark...

જામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર પરત ખેંચવાને સમય મર્યાદા બાદ ચિત્ર સ્પષ્…

જામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર પરત ખેંચવાને સમય મર્યાદા બાદ ચિત્ર સ્પષ્...

જામનગરમાં મચ્છર નગરના મકાન પર દારૂનો દરોડો : 20 નંગ ઇંગ્લિશ દારૂની બોટલોનો જથ્થો પકડાયો | Liquor rai…

જામનગરમાં મચ્છર નગરના મકાન પર દારૂનો દરોડો : 20 નંગ ઇંગ્લિશ દારૂની બોટલોનો જથ્થો પકડાયો | Liquor rai...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘આસામ અને ગુજરાતને 707 કરોડ, વાયનાડ પીડિતોને ખુબ ઓછા…’, કેન્દ્ર સરકારને હાઈકોર્ટની ફટકાર | 707 cro…

‘આસામ અને ગુજરાતને 707 કરોડ, વાયનાડ પીડિતોને ખુબ ઓછા…’, કેન્દ્ર સરકારને હાઈકોર્ટની ફટકાર | 707 cro…

8 months ago
ગાંધીનગર: GAS કેડરના 27 અધિકારીઓની બદલી તો 09 અધિકારીને મળી બઢતી, જુઓ યાદી | Gandhinagar Transfer or…

ગાંધીનગર: GAS કેડરના 27 અધિકારીઓની બદલી તો 09 અધિકારીને મળી બઢતી, જુઓ યાદી | Gandhinagar Transfer or…

3 days ago
અશ્લીલ વીડિયો બનાવી બ્લેકમેઈલ કરનારા ભાજપ નેતા સહિત 3 જેલભેગા, 10 લાખની ખંડણી માગી હતી | UP Agra 3 s…

અશ્લીલ વીડિયો બનાવી બ્લેકમેઈલ કરનારા ભાજપ નેતા સહિત 3 જેલભેગા, 10 લાખની ખંડણી માગી હતી | UP Agra 3 s…

9 months ago
72 ટકા અકસ્માતો ઓવરસ્પીડથી : હાઈવે પર ગતિમર્યાદા 100 કિ.મી. | 72 percent of accidents are due to ove…

72 ટકા અકસ્માતો ઓવરસ્પીડથી : હાઈવે પર ગતિમર્યાદા 100 કિ.મી. | 72 percent of accidents are due to ove…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News