ન્યાયની માંગ છે, સત્ય સામે આવે એ જરૂરી છે!
પથુભા ગોહિલના જેલમાં થયેલા શંકાસ્પદ મૃત્યુના મામલે અનેક ગંભીર સવાલો ઊભા થયા છે.
આ મામલે સત્ય બહાર આવે, સમગ્ર ઘટનાની નિષ્પક્ષ અને પારદર્શક તપાસ થાય તથા જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે ક્ષત્રિય કરણી સેના – ભાવનગર દ્વારા સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.
અમારી માંગ સ્પષ્ટ છે:
સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે.
મૃત્યુ પાછળનાં સંજોગો જાહેર કરવામાં આવે.
પરિવારજનોને ન્યાય મળે.
જવાબદારી નક્કી કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
ન્યાય કોઈની કૃપા નથી, ન્યાય દરેક નાગરિકનો અધિકાર છે.
સત્ય બહાર આવવું જોઈએ અને ન્યાય મળવો જોઈએ.
ક્ષત્રિય કરણી સેના – ભાવનગર







