વડોદરા,સયાજી હોસ્પિટલમાં ખાનગી એમ્બ્યુલન્સના ચાલકોની દાદાગીરી વધી ગઇ છે. એક ખાનગી એમ્બ્યુલન્સના ચાલકે હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડને ધમકી આપવામાં આવી છે.
ખાનગી એમ્બ્યુલન્સના ચાલકો સયાજી હોસ્પિટલમાં અડિંગો જમાવીને બેસી રહેતા હોય છે. આ એમ્બ્યુલન્સના ચાલકો દર્દીઓને ડરાવીને ખાનગી હોસ્પિટલમાં લઇ જતા હોવાના આક્ષેપો પણ થાય છે. કેટલાક લોકો પ્રાઈવેટ પાસગની કાર પણ એમ્બ્યુલન્સમાં ફેરવે છે. જ્યારે સિક્યુરિટી ગાર્ડ દ્વારા તેઓને રોકવામાં આવે ત્યારે તકરાર થતી હોય છે.










