gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના હસ્તે ‘મુઝ મેં મિથિલા બસ ગયા-મિથિલાંચલ ડાયરી’નું વિમોચન કરાયું

G METRO NEWS by G METRO NEWS
April 16, 2025
in GUJARAT
0 0
0
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના હસ્તે ‘મુઝ મેં મિથિલા બસ ગયા-મિથિલાંચલ ડાયરી’નું વિમોચન કરાયું
1
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડૉ. ખ્યાતિ પુરોહિત લિખિત ‘મુઝ મેં મિથિલા બસ ગયા -મિથિલાંચલ ડાયરી’નું વિમોચન ગાંધીનગર ખાતે કર્યું હતું.

આ વેળાએ અખિલ ભારતીય સાહિત્ય પરિષદના રાષ્ટ્રીય સંગઠન મંત્રી શ્રીધર પરાડકર મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

પુસ્તક વિમોચનના આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશિતા અને વિઝનરી નેતૃત્વથી ગુજરાત અને ગુજરાતીઓનું ગૌરવ વધ્યું છે.

તેમણે કહ્યું કે, વડાપ્રધાનએ હંમેશા નાનામાં નાની પણ અસરકારક બાબતોનું હમેશા ધ્યાન રાખ્યું છે. પર્યાવરણપ્રિય અભિગમ સાથે સ્વચ્છતાની બાબત હોય કે નવા ઉભરતા ક્ષેત્રો અને ઉદ્યોગોને પ્રોત્સાહન, તેમણે હંમેશા દરેક પ્રશ્નોના સમાધાનની દિશા આપી છે.

સાહિત્યને અદભુત તાકાત ગણાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે, સાહિત્યમાં અભિવ્યક્તિની વિશેષ તાકાત છે. જ્યારે જનસામાન્યની અભિવ્યક્તિની મર્યાદા આવે છે, ત્યારે સાહિત્યકારનો અવાજ બુલંદ થાય છે અને સમાજમાં જનચેતના ભરીને નવી જાગૃતિનો સંચાર કરે છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, મિથિલાંચલ ડાયરી એ યાત્રા સાહિત્યના પ્રકારની કૃતિ છે. વાંચન અને અભ્યાસથી ચિંતન અને મનન કરવાનો અભિગમ કેળવવો જોઈએ. આપણી ભાષાના યાત્રા સાહિત્યમાં આપણી વિરાસતની અનુભૂતિ છે.

ઐતિહાસિક સ્થળોની પ્રત્યક્ષ મુલાકાતનું મૂલ્ય વિશેષ છે. જ્યારે પણ આપણે આવા ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળોની મુલાકાત કરીએ ત્યારે પ્રવાસની સાથે અંતરમનથી અનુભૂતિ કરીએ. સ્થળ અનુભવ એ અનુભૂતિનું અનોખું માધ્યમ છે. કોઈ પણ કાર્ય કરીએ એમાં સાતત્યનું મહત્વ વિશેષ છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

શ્રીધર પરાડકરે આ પ્રસંગે જણાવ્યું હતું કે, અખિલ ભારતીય સાહિત્ય પરિષદે સાહિત્ય સંવર્ધન માટે યાત્રા કરવાનો અનોખો ઉપક્રમ જાળવી રાખ્યો છે.

યાત્રા સાહિત્યને ભારતમાં વિશેષ મહત્વ અપાવું જોઈએ તેવો અનુરોધ કરતા તેમણે કહ્યું હતું કે, યાત્રા સાહિત્યમાં ફાહિયાન, હ્યુએન ત્સાંગ, મેગેસ્થનીસ જેવા વિદેશી યાત્રાળુંઓના પ્રસંગો ઇતિહાસમાં જોવા મળે છે. આપણે ત્યાં કાકા કાલેલકરનું યાત્રા સાહિત્ય ઉપલબ્ધ છે.

તેમણે ઇતિહાસકાર અને સાહિત્યકારના દૃષ્ટિકોણથી યાત્રા સાહિત્યનો ભેદ જણાવતા કહ્યું કે, એક સાહિત્યકાર દ્વારા વિશેષ મહત્વ ધરાવતા કે ઐતિહાસિક સ્થળોની મુલાકાત લઈને તેનું લેખન કરવામાં આવે એમાં તથ્યોની સમજ સાથે સામાન્ય માનવીની સમજણ વધુ વિકસે છે. મિથિલાંચલ ડાયરી પણ આવું જ સાહિત્ય છે તેમ તેમણે ઉમેર્યું હતું. આ અવસરે પુસ્તકનાં લેખિકા ડૉ. ખ્યાતિ પુરોહિતે પુસ્તક લખવાની પોતાની પ્રવાસ યાત્રાનો ઉલ્લેખ કરીને આભારવિધિ કરી હતી.

આ પ્રસંગે મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, વરિષ્ઠ પત્રકારો, સાહિત્યકારો, અધ્યાપકો તેમજ સાહિત્યરસિકો ઉપસ્થિત રહ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માંજલપુરમાંથી પોલીસને શરીરના મસલ્સ વધારવાની દવાઓ સાથે દુકાનદારની અટકાયત | Police from Manjalpur arre…
GUJARAT

માંજલપુરમાંથી પોલીસને શરીરના મસલ્સ વધારવાની દવાઓ સાથે દુકાનદારની અટકાયત | Police from Manjalpur arre…

February 10, 2026
સુરત મેટ્રોનો પડકારજનક તબક્કો પૂર્ણ, 2.8 કિમી અંતર કાપી TBM મશીન બહાર આવ્યું, સ્થાનિકોને હાશકારો | S…
GUJARAT

સુરત મેટ્રોનો પડકારજનક તબક્કો પૂર્ણ, 2.8 કિમી અંતર કાપી TBM મશીન બહાર આવ્યું, સ્થાનિકોને હાશકારો | S…

February 10, 2026
કૃષિ અને સહકાર વિભાગનો નિર્ણય, 09 APMCમાં ચૂંટણીની જાહેરાત, 15 APMCની મુદતમાં 6 મહિનાનો વધારો | Guja…
GUJARAT

કૃષિ અને સહકાર વિભાગનો નિર્ણય, 09 APMCમાં ચૂંટણીની જાહેરાત, 15 APMCની મુદતમાં 6 મહિનાનો વધારો | Guja…

February 10, 2026
Next Post
ભાજપ-AIADMKના ગઠબંધનમાં ચાર જ દિવસમાં તિરાડ! કહ્યું- માત્ર ચૂંટણી પૂરતા જ સાથે છીએ | AIADMK Backtrac…

ભાજપ-AIADMKના ગઠબંધનમાં ચાર જ દિવસમાં તિરાડ! કહ્યું- માત્ર ચૂંટણી પૂરતા જ સાથે છીએ | AIADMK Backtrac...

ગુજરાતનું તરસ્યું ગામ! આખા ગામમાં એકમાત્ર પાણીની ડંકી, મહિલાઓનો સરકાર સામે રોષ | Water problem in Gi…

ગુજરાતનું તરસ્યું ગામ! આખા ગામમાં એકમાત્ર પાણીની ડંકી, મહિલાઓનો સરકાર સામે રોષ | Water problem in Gi...

CM નીતીશે ભાજપની વધારી મુશ્કેલી! બિહારમાં પોસ્ટરો લગાવી મચાવ્યું રાજકીય ઘમસાણ

CM નીતીશે ભાજપની વધારી મુશ્કેલી! બિહારમાં પોસ્ટરો લગાવી મચાવ્યું રાજકીય ઘમસાણ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

Gujarat Samachar: Latest News in Gujarati

6 months ago
VIDEO: હિમાચલ પ્રદેશમાં દુર્ઘટના, પેરાગ્લાઈડર મહિલા પાયલટનું ક્રેશ લેન્ડિંગ દરમિયાન મોત | Himachal P…

VIDEO: હિમાચલ પ્રદેશમાં દુર્ઘટના, પેરાગ્લાઈડર મહિલા પાયલટનું ક્રેશ લેન્ડિંગ દરમિયાન મોત | Himachal P…

4 months ago
નવા સપ્તાહમાં સેન્સેક્સ 84422 ઉપર બંધ થતાં 85266 જોવાય | Sensex closes at 84422 sees 85266 in new we…

નવા સપ્તાહમાં સેન્સેક્સ 84422 ઉપર બંધ થતાં 85266 જોવાય | Sensex closes at 84422 sees 85266 in new we…

3 days ago
VIDEO : અમદાવાદમાં એક પરિવારે વૃદ્ધને લાકડીઓથી ઢોર માર માર્યો, પાલતુ શ્વાનની લઘુશંકા મુદ્દે થયો હતો …

VIDEO : અમદાવાદમાં એક પરિવારે વૃદ્ધને લાકડીઓથી ઢોર માર માર્યો, પાલતુ શ્વાનની લઘુશંકા મુદ્દે થયો હતો …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News