gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગાંધીનગર: દુષ્કર્મથી પીડિત 4 વર્ષની બાળકી(વીરાંગના)એ પોલીસને ચીંધ્યો રસ્તો અને દુષ્કર્મી પકડાયો, સમગ…

G METRO NEWS by G METRO NEWS
December 20, 2025
in GUJARAT
0 0
0
ગાંધીનગર: દુષ્કર્મથી પીડિત 4 વર્ષની બાળકી(વીરાંગના)એ પોલીસને ચીંધ્યો રસ્તો અને દુષ્કર્મી પકડાયો, સમગ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gandhinagar Virangna case: ગાંધીનગરના સેક્ટર-24માં આવેલા ઇન્દિરા નગર છાપરા વિસ્તારમાં 5 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મની પીડાદાયક ઘટના કેસમાં આરોપીએ આજે ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પોલીસે જવાબી કાર્યવાહીમાં પગમાં ગોળી મારી હતી. મળતી માહિતી અનુસાર રિકન્ટ્રક્શન દરમિયાન તકનો લાભ લઈ ભાગવાનો પ્રયાસ કરનાર દુષ્કર્મ કેસના આરોપી પર સેક્ટર 21 પીઆઈએ આરોપીએ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં એક ગોળી આરોપીને પગમાં વાગી છે. આરોપીને હાલ ગાંધીનર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. દુષ્કર્મી આરોપીને પોલીસ દ્વારા ગોળી મારવામાં આવતા ઘટના પર હાજર લોકોએ ગાંધીનગર અને ગુજરાત પોલીસ ઝિંદાબાદના નારા લગાવ્યા હતા. મહત્વનું છે કે આરોપી રામસિંગ(રામ ગનીત દેવ નંદન યાદવ) બિહારનો વતની છે, તે સેક્ટર 25 જીઆઇડીસીની એક ડેરીમાં કામ કરતો હતો. તે દુષ્કર્મના ઈરાદે રાત્રે સેક્ટર 24 ઇન્દિરા નગર છાપરા વિસ્તારમાં ફરતો હતો. જ્યાં તેને એક બાળકીને હવસનો શિકાર બનાવી હતી. 

કોઈ ભાળ વગર આરોપીને શોધવો એટલે દરિયામાંથી ટાંકણી શોધવી

સમગ્ર કેસમાં આરોપીને શોધવો પોલીસ માટે પડકારજનક હતો. કારણ કે ફરિયાદીના ઝુપડાની આસપાસનો વિસ્તારમાં કોઇપણ પ્રકારના સી.સી.ટીવીથી સજ્જ ન હતો અને બીજી તરફ ભોગ બનનાર બાળકી હોસ્પિટલમાં દાખલ હતી અને ઉંમર ફક્ત ચાર વર્ષની હતી અને સમજણ શક્તિનો અભાવ હતો. એટલે દુષ્કર્મ કોને કર્યું, કઈ જગ્યાએ કર્યું તે શોધવું પોલીસ માટે પડકારજનક હતું. પરિવારજનો પણ બાળકી સાથે ઘટના ઘટી ત્યારે સૂતેલા હતા એટલે કોઈના પણ શંકા પણ  નહતી. જેથી પોલીસે ફરિયાદની ઘરની આગળ પાછળ 300 ઘરોમાં કોમ્બિંગ કર્યું હતું. તપાસ કરતાં કોઈ શંકાસ્પદ લાગ્યું ન હતું. બાદમાં પોલીસે બાળકીના ઘરની આસપાસની અવાવરુ જગ્યાઓ પર સઘન ચેકિંગ હાથ હતું. 200 જેટલા પોલીસ કર્મચારીઓની અલગ અલગ ટીમ બનાવી ખૂબ જ ઝીણવટપૂર્વક વિસ્તારની ચકાસણી કરી હતી. છતાં પણ કઈજ પગેરું મળ્યું ન હતું. પણ એક ચમત્કાર કહી શકાય તેવી ઘટના બની અને  ભોગબનનાર બાળકી (વીરાંગના)એ જ પોલીસને આગળની કડી શોધી આપી. 

પોલીસે ભોગ બનનાર સગીર બાળકીને વીરાંગના કહી

બનાવ બન્યા બાદ  ભોગબનનાર બાળકી (વીરાંગના) હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે. જેથી પહેલાથી તેની સાથે સેક્ટર-21 મહિલા પોલીસ ઈન્સ્પેકટરને બાળકી સાથે રાખવામાં આવ્યા હતા. સારવાર મેળવ્યા બાદ  ભોગબનનાર બાળકી (વીરાંગના) ધીરે ધીરે સ્વસ્થ થઈ છે. મહિલા પો.ઇન્સ. દ્વારા પ્રથમ બાળકી સાથે આખો  દિવસ સાથે રહી બાળકી સાથે આત્મીયતા કેળવી ભોગબનનાર બાળકી (વીરાંગના)ને  વિશ્વાસમાં લઇ અલગ-અલગ રમતો રમી બનાવ અંગે પુછપરછ કરવામાં આવી હતી. જેથી ભોગબનનાર બાળકી (વીરાંગના)ને મહિલા પો.ઇન્સ.સાથે મનમેળ થતા વિશ્વાસ આવી હતી અને બનાવ અંગે થોડી થોડી જાણકારી આપી હતી.

ડરેલી બાળકીએ પોલીસને રસ્તો બતાવ્યો 

વાતોવાતોમાં પીડિત વીરાંગનાએ બનાવના સ્થળ અંગે દિશા-નિર્દેશ આપ્યો હતો. જે આધારે બનાવવાળી જગ્યા ભોગબનનાર બાળકી (વીરાંગના)ના  ઘર નજીક આવેલો જંગલ વિસ્તાર હોય તેવું પોલીસને લાગ્યું હતું. આ સમગ્ર બનાવમાં ભોગ બનનાર બાળકી (વીરાંગના)ની ઉમર ફક્ત ચાર વર્ષ છે અને જે ખુબજ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી હતી છતા પણ મહિલા પો.ઇન્સ.ને ખુબજ હિંમતપૂર્વક બનાવ અંગે અગત્યની માહિતી આપી હતી. 

બાળકી સાચા અર્થમાં વીરાંગના

જે આધારે આ બનાવમાં સંકળાયેલ આરોપીને શોધી કાઢવામાં ભોગ બનનાર બાળકી (વીરાંગના)નાએ જણાવેલી માહિતી પોલીસ તપાસ માટે ખુબજ અગત્યની સાબિત થઈ હતી. બનાવવાળી જગ્યાએ કોઈ ન હતું એટલે આરોપી ઓળખ કરવી મુશ્કેલ હતી. જેથી વીરાંગના સિવાય કોઇ બતાવી શકે તેમ ન હતું. ત્યારે આટલી નાની ઉંમરમાં પોલીસ તપાસ આગળ વધારવા માટે ખુબ જ મહત્વનો ભાગ ભજવ્યો હતો. ખુબજ હિંમતપૂર્વક આરોપીનું વર્ણન જણાવી આરોપી અંગે નાની-નાની વિગતો જણાવી હતી. જે આધારે પોલીસ તપાસને નવી દિશા મળી હતી અને બનાવ બન્યા બાદ ટેકનિકલ માધ્યમથી જાણવા મળ્યું હતું કે જંગલની ઝાડીઓમાંથી ગંભીર ઇજાગ્રસ્ત હોવા છતાં આ બાળકી આરોપીના ગયા બાદ પોતે ઝાડીઓમાંથી મેટ્રો સ્ટેશન બાજુ જાતે ચાલીને આવી હતી અને આટલા ઘોર અંધારામાં સાતસો થી આઠસો મીટર દૂર પોતાના ઘરે જાતે ચાલીને ગઈ હતી. આરોપીના નિવેદન પરથી પણ જાણવા મળેલ કે, આરોપીએ અંદરની ઝાડીઓમાં સગીર બાળા પર ગંભીર રીતે દુષ્કર્મ આચર્યું હતું, બાળકી અર્ધબેભાન થઇ જતા આરોપી બાળાને જંગલમાં મરવા છોડી દઇ ભાગી ગયો હતો. જેથી ભોગ બનનાર બાળકી (વીરાંગના) ચાર વર્ષની ઉંમરમાં વીરાંગના જેટલી હિંમત બતાવી હતી. જેથી પોલીસે આ બાળકીને વીરાંગના કહી રહી છે.

ગાંધીનગર: દુષ્કર્મથી પીડિત 4 વર્ષની બાળકી(વીરાંગના)એ પોલીસને ચીંધ્યો રસ્તો અને દુષ્કર્મી પકડાયો, સમગ્ર કેસ હૈયું હલબલાવતો 2 - image

બાળકીના વર્ણન આધારે શંકાસ્પદ ઈસમ દેખાઈ આવ્યો

ભોગ બનનાર બાળકી (વીરાંગના)ના  જણાવ્યા મુજબ બનાવવાળી જગ્યા જંગલ વિસ્તાર હતી. જ્યાં સ્થળની આસપાસની તપાસ કરતાં બાળકીના ઘરથી દૂર બાળકીએ વર્ણવેલી જગ્યા મળી આવી હતી જેથી પોલીસે તે વિસ્તાર આસપાસ સધન તપાસ શરૂ કરી હતી. બનાવ સમયે આસપાસ એક સી.સી.ટીવી કેમેરામાં શંકાસ્પદ ઇસમ દેખાઇ આવ્યો હતો. જે આધારે શંકાસ્પદ ઈસમને આગળ ટ્રેસ અલગ-અલગ ટીમો દ્વારા સી.સી.ટીવી ચેક કરતા આ શંકાસ્પદ અજાણ્યો ઇસમ સેક્ટર-25 જી.આઇ.ડી.સી તરફ જતો હોવાનું જણાઈ આવ્યું હતું.આરોપીનો ચેહરો સી.સી.ટીવીમાં સ્પષ્ટ દેખાતો ન હતો. એટલે પોલીસે અંદાજીત 3000 જેટલા મજૂરો તથા  100થી વધુ જી.આઇ.ડી.સીના અલગ અલગ સી.સી.ટીવી કેમેરા ચેક કર્યા હતા. બાદમાં શંકાસ્પદ ઇસમ ક-5 સર્કલ નજીક આવેલ અમુલના પેકેજીંગ પ્લાન્ટમાં જતો હોવાનું ખૂલ્યું હતું. પોલીસને માહિતી મળી હતી કે અમુલના પેકેજીંગ પ્લાન્ટ ખાતે છેલ્લા એક વર્ષથી કંટ્રકશનની સાઇટ ચાલુ છે,  જેમાં શંકાસ્પદ ઇસમ જે મૂળ કૈડી મિલ્કી ગામ, નાલંદા, બિહારનો છે તે લેબર કોન્ટ્રાકટરની અંડરમાં મજૂરી કામ કરતો હતો. જ્યાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી. 

દુષ્કર્મી આરોપીએ શું કબૂલાત કરી?

આ કામનો આરોપી રામ ગનીત દેવનંદન રામરૂપ યાદવ છેલ્લા સાતેક માસથી અમુલ પેકેજીંગ પ્લાન્ટ ખાતે ચાલતા બાંધકામ સાઇડ ઉપર મજૂરીનુ કામકાજ કરતો હતો અને પ્લાન્ટમાં આવેલ લેબર કોલોનીમાં અન્ય મજુરો સાથે રહેતો હતો જે દરમ્યાન આરોપી અવાર નવાર સેક્ટર-24 ખાતે ખરીદી કરવા જતો હતો તે દરમિયાન  ભોગ બનાર બાળકી(વીરાંગના)ને તેના ઘર નજીક અવાર નવાર જોતો હતો અને ગત તા.15/12/2025ના રોજ રાત્રે બાર વાગ્યાના સુમારે સેક્ટર-24 શોપિંગની પાછળ આવેલ ભોગ બનનાર બાળકી(વીરાંગના)ના રહેણાક છાપરા ખાતે ગયો હતો અને છાપરામાં અંદર પ્રવેશ કરી ભોગ બનનાર બાળકી(વીરાંગના) તેની માતા સાથે ખાટલામાં સુતી હતી, તેની માતા ગાઢ નિંદ્રામાં હતી, જેનો લાભ લઇ ભોગ બનનાર બાળકી(વીરાંગના)ને ખાટલામાંથી ઉપાડી લઇ હાથથી મોઢુ દબાવી ચાલતો ચાલતો એલ.ડી.આર.પી. કોલેજની સામે મેટ્રો બ્રિજ પાસે આવેલ અવાવરૂ જંગલની ઝાડીઓમાં લઇ ગયો હતો અને ભોગ બનનારનું મોઢુ દબાવી તેની ઉપર ક્રુરતાપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. ભોગ બનનાર બાળકી(વીરાંગના) બેભાન થઇ જતા તેને ઝાડીઓમાં બિનવારસી હાલતમાં મુકી ત્યાંથી જતો રહ્યો હતો જેની આરોપીએ કબૂલાત કરી છે. સમગ્ર કેસમાં 100 વધુ પોલીસ કર્મચારીઓએ 200 જેટલા ઝુંપડાઓ, 200થી વધુ CCTV, 300 મજૂરોની પૂછપરછ કરી જઘન્ય કૃત્ય આચનાર પકડી પાડ્યો હતો. આજે (20 ડિસેમ્બર) ભાગવાની કોશિશ કરતાં પોલીસે બરાબરનો પાઠ ભણાવ્યો હતો. એક ગોળી પગમાં વાગતા હાલ આરોપીને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં ઈંધણ અને ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ, સરકાર દ્વારા કોમર્શિયલ LPGના ક્વોટામાં કરાયો વધારો | No…
GUJARAT

ગુજરાતમાં ઈંધણ અને ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ, સરકાર દ્વારા કોમર્શિયલ LPGના ક્વોટામાં કરાયો વધારો | No…

March 24, 2026
પંચમહાલ: ગોધરા APMCમાં માલવદીપસિંહ રાઉલજી ચેરમેન અને શામાતસિંહ સોલંકી વાઈસ ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટ…
GUJARAT

પંચમહાલ: ગોધરા APMCમાં માલવદીપસિંહ રાઉલજી ચેરમેન અને શામાતસિંહ સોલંકી વાઈસ ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટ…

March 24, 2026
વડોદરા: પાદરાના રહેણાંક વિસ્તારમાં 9 ફૂટનો વિશાળ મગર ઘૂસી આવતા ફફડાટ, ભારે જહેમત બાદ રેસ્ક્યુ કર્યું…
GUJARAT

વડોદરા: પાદરાના રહેણાંક વિસ્તારમાં 9 ફૂટનો વિશાળ મગર ઘૂસી આવતા ફફડાટ, ભારે જહેમત બાદ રેસ્ક્યુ કર્યું…

March 24, 2026
Next Post
યુવતીને પજવતા યુવકને યુવતીના સંબંધીઓએ પીધેલી હાલતમાં પકડી પોલીસને સોંપ્યો

યુવતીને પજવતા યુવકને યુવતીના સંબંધીઓએ પીધેલી હાલતમાં પકડી પોલીસને સોંપ્યો

શહેરના 147 કેન્દ્રો પર 30475 ઉમેદવારો આજે ટેટ પરીક્ષા આપશે | 30000 candidates will appear in tet exa…

શહેરના 147 કેન્દ્રો પર 30475 ઉમેદવારો આજે ટેટ પરીક્ષા આપશે | 30000 candidates will appear in tet exa...

માંજલપુરમાં દારૃની મહેફિલ માણતા ત્રણ ઝડપાયા | Three arrested while enjoying a liquor party in Manjal…

માંજલપુરમાં દારૃની મહેફિલ માણતા ત્રણ ઝડપાયા | Three arrested while enjoying a liquor party in Manjal...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોર્પો.માં સારવારના મેડિકલ બિલો માટે જૂની પ્રથા પુનઃ શરૃ કરાશે | Old practice to be reinstated for m…

કોર્પો.માં સારવારના મેડિકલ બિલો માટે જૂની પ્રથા પુનઃ શરૃ કરાશે | Old practice to be reinstated for m…

12 months ago
કેન્દ્રની નીતિઓ વિરુદ્ધ આજે ટ્રેડ યુનિયનોની આજે દેશવ્યાપી હડતાળ, 30 કરોડ કર્મચારી જોડાશે | Nationwid…

કેન્દ્રની નીતિઓ વિરુદ્ધ આજે ટ્રેડ યુનિયનોની આજે દેશવ્યાપી હડતાળ, 30 કરોડ કર્મચારી જોડાશે | Nationwid…

1 month ago
સ્નેહાંજલિ સોસાયટીમાં ડિમોલીશન કરવા ગયેલી મ્યુનિ.ટીમને પરત ફરવુ પડયું | In the Snehanjali Society

સ્નેહાંજલિ સોસાયટીમાં ડિમોલીશન કરવા ગયેલી મ્યુનિ.ટીમને પરત ફરવુ પડયું | In the Snehanjali Society

3 months ago
અમદાવાદ શહેર ભાજપ સંગઠનની જાહેરાત, કોને કઈ જવાબદારી સોંપાઈ, જુઓ લિસ્ટ | Ahmedabad city BJP organizat…

અમદાવાદ શહેર ભાજપ સંગઠનની જાહેરાત, કોને કઈ જવાબદારી સોંપાઈ, જુઓ લિસ્ટ | Ahmedabad city BJP organizat…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News