gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં ધોધમાર વરસાદથી જનજીવન ઠપ, ઠેર ઠેર પાણી ભરાયા, ટ્રાફિક જામથી લોકો પરેશાન | gujarat rain cha…

G METRO NEWS by G METRO NEWS
July 28, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતમાં ધોધમાર વરસાદથી જનજીવન ઠપ, ઠેર ઠેર પાણી ભરાયા, ટ્રાફિક જામથી લોકો પરેશાન | gujarat rain cha…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Rain Update: રાજ્યમાં આજે સતત બીજા દિવસે પણ મેઘરાજાએ મધ્યમથી ભારે હાજરી પુરાવી છે, જેના કારણે અનેક શહેરોમાં જનજીવન પ્રભાવિત થયું છે. ખાસ કરીને અમદાવાદ, વડોદરા, બનાસકાંઠા, ભરૂચ અને ગાંધીનગરમાં વરસાદની સાથે સ્થાનિક પ્રશાસનની અણઆવડતને કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે ઠેર ઠેર ભરાયેલા પાણી અને બિસ્માર રસ્તાઓએ વિકાસના દાવાઓની પોલ ખોલી નાખી છે.

ગુજરાતમાં ધોધમાર વરસાદથી જનજીવન ઠપ, ઠેર ઠેર પાણી ભરાયા, ટ્રાફિક જામથી લોકો પરેશાન 2 - image

અમદાવાદ: વરસાદ બંધ છતાં જળબંબાકાર, વાહનચાલકો પરેશાન

અમદાવાદ શહેરમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ યથાવત રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો, જ્યારે વટવા જેવા વિસ્તારોમાં વરસાદ બંધ થયાના કલાકો બાદ પણ રસ્તાઓ જળમગ્ન રહ્યા હતા. સોલા બ્રિજ પાસે SG હાઈવે પર ઝીરો વિઝિબિલિટીના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી હતી. નોકરી-ધંધા અર્થે જતા લોકોને ભરાયેલા પાણી અને ખોટકાયેલા વાહનોને કારણે પારાવાર હાલાકી ભોગવવી પડી, જેમાં ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકોની હાલત કફોડી બની હતી. પ્રશાસનની નબળી કામગીરીને કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે જે હજુ પણ ઉતર્યા નથી, જે દર્શાવે છે કે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા અપૂરતી છે.

આ પણ વાંચોઃ વડોદરામાં દર ચોમાસામાં બાજવા રેલવે ગરનાળુ વરસાદમાં ભરાતા લોકો માટે માથાના દુખાવા સમાન

ગુજરાતમાં ધોધમાર વરસાદથી જનજીવન ઠપ, ઠેર ઠેર પાણી ભરાયા, ટ્રાફિક જામથી લોકો પરેશાન 3 - image

વડોદરા: ગરનાળાની સમસ્યા યથાવત, રહીશો હેરાન

વડોદરામાં પણ વરસાદે હાલાકી સર્જી છે. અટલાદરાના મુખ્ય માર્ગો સામાન્ય વરસાદમાં પણ પાણીથી ભરાઈ ગયા હતા. સૌથી ગંભીર સમસ્યા વોર્ડ નંબર એકના છાણી-બાજવા રોડ પરના બાજવા રેલવે ગરનાળાની છે. દર ચોમાસામાં આ ગરનાળું વરસાદી પાણીથી ભરાઈ જતાં છાણીથી બાજવા, ઉંડેરા, કરોડીયા અને જીએસએફસી જેવા વિસ્તારોનો વ્યવહાર બંધ થઈ જાય છે. લોકો જીવના જોખમે ઊંચા રસ્તાઓ પરથી ટુ-વ્હીલર લઈને પસાર થવા મજબૂર બન્યા છે. સ્થાનિક કોર્પોરેટરના જણાવ્યા મુજબ, પાંચ વર્ષથી રજૂઆતો છતાં કાયમી ઉકેલ નથી. હાલ પંપ દ્વારા પાણી ઉલેચવામાં આવે છે, પરંતુ બ્રિજ બનાવવાની યોજના પર રેલવે અને કોર્પોરેશન વચ્ચે ખર્ચના મુદ્દે નિર્ણય ન લેવાતા સમસ્યા વણઉકેલી રહી છે.

ગુજરાતમાં ધોધમાર વરસાદથી જનજીવન ઠપ, ઠેર ઠેર પાણી ભરાયા, ટ્રાફિક જામથી લોકો પરેશાન 4 - image

વડોદરામાં તોતિંગ વૃક્ષ ધરાશાયી થતા વાહનો દબાયા, એકને ઈજા

વડોદરાના રાવપુરા વિસ્તારમાં ગઈકાળ રાતથી વરસી રહેલા વરસાદને કારણે આજે સવારે એક મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ હતી. રાવપુરા મુખ્ય પોસ્ટ ઓફિસ (GPO) સામે એક તોતિંગ વૃક્ષ ધરાશાયી થયું હતું. સદનસીબે, વૃક્ષ પડતાં પહેલા ઇલેક્ટ્રિકના તારમાં સ્પાર્ક થતાં ચાની લારીવાળા સુનિલભાઈ અને અન્ય લોકો સમયસૂચકતા વાપરી સલામત સ્થળે ખસી ગયા હતા. જોકે, ગણતરીની સેકન્ડોમાં જ વૃક્ષ બે લારી, બરોડા ડેરીના પાર્લર, અને નીચે પાર્ક કરેલી કાર, રીક્ષા, સ્કૂટર અને સાયકલ પર પડ્યું હતું, જેના કારણે વાહનોને નુકસાન થયું હતું. આ દુર્ઘટનામાં સાયકલ પર પસાર થઈ રહેલા એક રાહદારીને પીઠના ભાગે ઈજા થઈ હતી. થોડી સેકન્ડોનો સમય મળતા અનેક લોકોનો આબાદ બચાવ થયો હતો, પરંતુ રસ્તો બંધ થતાં અવરજવરને અસર થઈ હતી.

ગુજરાતમાં ધોધમાર વરસાદથી જનજીવન ઠપ, ઠેર ઠેર પાણી ભરાયા, ટ્રાફિક જામથી લોકો પરેશાન 5 - image

અન્ય વિસ્તારોની સ્થિતિ: તંત્રની કામગીરી સામે સવાલ

  • બનાસકાંઠા: થરાદના મેઘાપુરા નજીક સુજલામ સુફલામ્ કાચી કેનાલ પરના બ્રિજનો સાઈડનો ભાગ ધોવાઈ ગયો છે. કેનાલનું પાણી પહોંચે તે પહેલાં જ પુલ ધોવાઈ જતાં સ્થાનિક લોકો અટવાયા છે અને તંત્રની કામગીરી પર સવાલો ઉભા થયા છે.
  • ભરૂચ: નેશનલ હાઈવે 48 પર ઝાડેશ્વર ચોકડી નજીક ભારે ટ્રાફિકજામ જોવા મળ્યો હતો. બિસ્માર માર્ગોના કારણે ટ્રાફિકની સમસ્યા રોજિંદી બની ગઈ છે.
  • ગાંધીનગર (કલોલ): કલોલમાં સતત ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોના રસ્તાઓ પર પાણી ભરાયા છે. રસ્તા પર ખોદેલા ખાડાઓ અને તૂટેલા રોડને કારણે નાગરિકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે, જે તંત્રની નબળી કામગીરીનો આયનો છે.

ગુજરાતમાં ધોધમાર વરસાદથી જનજીવન ઠપ, ઠેર ઠેર પાણી ભરાયા, ટ્રાફિક જામથી લોકો પરેશાન 6 - image

આ પણ વાંચોઃ જામનગરમાં રણમલ તળાવના કામના સ્થળે મનપા દ્વારા મુકાયેલા પતરા જોખમી બન્યા : ગંભીર અકસ્માતની ભીતિ

દક્ષિણ ગુજરાતમાં કેવી છે સ્થિતિ?

તાપીઃ તાપીના વ્યારા અને સોનગઢ તાલુકામાં વરસાદના કારણે નદીમાં પાણીની સારી આવક થઈ છે. પરંતુ, તાપી અને ડાંગમાં વરસાદના કારણે નદીમાં પાણી આવતા લો લેવલ પુલ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. લખાલીથી ચીજબરડી તરફ જતા લો લેવલ પુલ પાણીમાં ગરકાવ થઈ જવાના કારણે લોકોને અવર-જવર કરવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 

ડાંગઃ વળી, ગુજરાતના ચેરાપૂંજી ગણાતા ડાંગમાં પણ છેલ્લાં બે દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. સતત વરસાદથી ડાંગની અંબિકા, પૂર્ણા, ખાપરી અને ગિરા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે. આ સિવાય જિલ્લાના 6 જેટલા માર્ગને ઓવર ટોપિંગના કારણે બંધ કરવામાં આવ્યા છે. 

આજે પણ રાજ્યના અનેક શહેરોમાં વરસાદી માહોલ યથાવત રહેતા, વિકસિત ગુજરાતના દાવાઓ પોકળ સાબિત થયા છે. પ્રશાસનની અપૂરતી તૈયારી અને માળખાકીય સુવિધાઓની ખામીઓએ ચોમાસાની શરૂઆતમાં જ નાગરિકોને મુશ્કેલીમાં મૂક્યા છે. શું આ વર્ષે પણ ચોમાસું પ્રશાસનની બેદરકારીનો ભોગ લેશે?

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પેટ્રોલ વાહનોના વેચાણમાં ઘટાડો, ઈલેક્ટ્રિક વાહનોમાં વધારો | Sales of petrol vehicles decline electri…
GUJARAT

પેટ્રોલ વાહનોના વેચાણમાં ઘટાડો, ઈલેક્ટ્રિક વાહનોમાં વધારો | Sales of petrol vehicles decline electri…

March 27, 2026
વડોદરા ગ્રામ્ય પોલીસના ૮૩ પોલીસ જવાનોની બદલી | 83 police personnel transferred from Vadodara Rural P…
GUJARAT

વડોદરા ગ્રામ્ય પોલીસના ૮૩ પોલીસ જવાનોની બદલી | 83 police personnel transferred from Vadodara Rural P…

March 27, 2026
સયાજીગંજ પરશુરામ ભઠ્ઠાની જમીનમાં ઝાડીઓમાં આગ | fire breaks out in the bushes of a plot in sayajigunj
GUJARAT

સયાજીગંજ પરશુરામ ભઠ્ઠાની જમીનમાં ઝાડીઓમાં આગ | fire breaks out in the bushes of a plot in sayajigunj

March 27, 2026
Next Post
VIDEO : યુપીમાં ‘છોટી કાશી’ કહેવાતા ગોલા ગોકર્ણનાથ મંદિરમાં પણ નાસભાગ, અનેક લોકો ઘાયલ | /huge crowd …

VIDEO : યુપીમાં 'છોટી કાશી' કહેવાતા ગોલા ગોકર્ણનાથ મંદિરમાં પણ નાસભાગ, અનેક લોકો ઘાયલ | /huge crowd ...

સુરત પાલિકાની ડ્રેનેજનું કલર-કેમિકલવાળું પાણી લિંબાયત કબ્રસ્તાનમાં પહોંચ્યું, વૃક્ષ સાથે કબરને પણ નુ…

સુરત પાલિકાની ડ્રેનેજનું કલર-કેમિકલવાળું પાણી લિંબાયત કબ્રસ્તાનમાં પહોંચ્યું, વૃક્ષ સાથે કબરને પણ નુ...

સુરતીઓ રાંધણ છઠની પરંપરાગત વાનગીઓ માટે હવે ઘરના બદલે કેટરીંગવાળા પર નિર્ભર | Surtis now rely on cate…

સુરતીઓ રાંધણ છઠની પરંપરાગત વાનગીઓ માટે હવે ઘરના બદલે કેટરીંગવાળા પર નિર્ભર | Surtis now rely on cate...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હાઈ-પ્રોફાઈલ રેવ પાર્ટીમાં પોલીસની રેડ: પૂર્વ મંત્રીના જમાઈ અને બે મહિલાઓ સહિત 7ની ધરપકડ | pune drug…

હાઈ-પ્રોફાઈલ રેવ પાર્ટીમાં પોલીસની રેડ: પૂર્વ મંત્રીના જમાઈ અને બે મહિલાઓ સહિત 7ની ધરપકડ | pune drug…

8 months ago
ગુજરાત હાઈકોર્ટના એક ચુકાદાથી 32 હજાર નિવૃત્ત કર્મચારીઓને મોટો ફાયદો, જાણો મામલો | A verdict of Guja…

ગુજરાત હાઈકોર્ટના એક ચુકાદાથી 32 હજાર નિવૃત્ત કર્મચારીઓને મોટો ફાયદો, જાણો મામલો | A verdict of Guja…

12 months ago
લાયસન્સ વગર વાહન ચલાવતા પિતા સામે ફરિયાદ | Emon sarafo a turufi an wawa pasiken nge ese wor an licen…

લાયસન્સ વગર વાહન ચલાવતા પિતા સામે ફરિયાદ | Emon sarafo a turufi an wawa pasiken nge ese wor an licen…

5 months ago
મહંમદપુરા પાસે વિદેશી દારૂની 1470 બોટલ ઝડપાઈ | 1470 bottles of foreign liquor seized near Muhammadpu…

મહંમદપુરા પાસે વિદેશી દારૂની 1470 બોટલ ઝડપાઈ | 1470 bottles of foreign liquor seized near Muhammadpu…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News