gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ અને LPG પુરવઠાની હાલની સ્થિતિ શું છે? રાજ્ય સરકારે આપી તમામ માહિતી | importan…

G METRO NEWS by G METRO NEWS
April 6, 2026
in GUJARAT
0 0
0
ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ અને LPG પુરવઠાની હાલની સ્થિતિ શું છે? રાજ્ય સરકારે આપી તમામ માહિતી | importan…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Fuel and LPG Supply: અમેરિકા-ઈઝરાયલ અને ઈરાનના યુદ્ધના કારણે મિડલ ઈસ્ટમાં ભયંકર સ્થિતિ સર્જાઈ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કેન્દ્ર અને રાજ્ય સરકાર પેટ્રોલિયમ અને અન્ય જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પર સતત નજર રાખી રહી છે અને તેને સામાન્ય લોકો સુધી પહોંચતી કરવા જરૂરી પગલાં લઈ રહી છે. ત્યારે ઈંધણ અને LPG સહિતના પુરવઠા અંગે ગુજરાત સરકારે મહત્ત્વની માહિતી આપી છે. આથી નાગરિકોને ગભરાટમાં ન આવવા અપીલ કરવામાં આવી છે.  આ બાબતે આજે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો, અમદાવાદ ખાતે પ્રેસ બ્રિફિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઈંધણ અને LPG સહિતના પુરવઠા અંગે ગુજરાત સરકારે આપી માહિતી

જેમાં આઈઓસીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને નોડલ અધિકારી સંજીબ બેહરા, ગુજરાત રાજ્યના ખાદ્ય અને પુરવઠા વિભાગના જોઇન્ટ ડાયરેક્ટર ચેતન ગાંધી અને કૃષિ વિભાગમાંથી જમીન સંરક્ષણ એડિશનલ ડાયરેક્ટર નીતિન શુક્લ અને પીઆઇબીનાં ડાયરેક્ટર જનરલ પ્રશાંત પાઠરાબે ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ વિભાગોના અધિકારીઓએ રાજ્યમાં પેટ્રોલિયમ, એલપીજી અને ખાતરની સ્થિતિ નિયંત્રણ હેઠળ હોવાનું જણાવ્યું હતું. તેમજ લોકોને ખોટી અફવાઓ પર ધ્યાન ન આપવા અને ગભરાટમાં ખરીદી ન કરવાની અપીલ કરી હતી.

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ અને LPG પુરવઠાની હાલની સ્થિતિ શું છે? રાજ્ય સરકારે આપી તમામ માહિતી 2 - image

ગુજરાતમાં ઈંધણ અને LPG પુરવઠાની હાલની સ્થિતિ શું છે?

રાજ્યમાં ઈંધણ પુરવઠાની સ્થિતિની માહિતી આપતા આઈઓસીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને નોડલ અધિકારી સંજીબ બેહરાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજી (LPG) નો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. કોઈ પણ પ્રકારની અછત નથી, તેથી ગભરાવાની જરૂર નથી. રાજ્યમાં 6688 પેટ્રોલ પંપો કાર્યરત છે, જ્યારે LPG ક્ષેત્રે માર્ચ મહિનામાં થયેલા અસાધારણ બુકિંગને કારણે સર્જાયેલ થોડો વિલંબ હવે ઝડપથી સુધારી લેવામાં આવ્યો છે. ખાસ કરીને વહીવટી તંત્ર દ્વારા હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓને પ્રાથમિકતા આપી 100% ગેસ પુરવઠો સુનિશ્ચિત કરાયો છે, જ્યારે બિન-જરૂરી ઉદ્યોગોને વૈકલ્પિક ઉર્જા સ્ત્રોત તરીકે PNG અપનાવવા પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. મજબૂત ડિજિટલ ઇકોસિસ્ટમને કારણે ગુજરાતમાં 88% ગેસ બુકિંગ ઓનલાઇન થઈ રહ્યા છે, જે વ્યવસ્થાને વધુ પારદર્શક બનાવી રહ્યા છે.

1. ઇંધણની ઉપલબ્ધતા (પેટ્રોલ અને ડીઝલ)

સમગ્ર ગુજરાતમાં ઈંધણનો પુરવઠો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે અને ક્યાંય પણ વિક્ષેપના સમાચાર નથી. ત્રણ જાહેર ક્ષેત્રની (PSU) ઓઈલ કંપનીઓના કુલ 5,133 આઉટલેટ્સ હાલમાં કાર્યરત છે. જ્યારે 1555 ખાનગી કંપનીઓના પેટ્રોલ પંપ કાર્યરત છે.રાજ્યના 17 સપ્લાય પોઈન્ટ્સ પર ઈન્વેન્ટરીનું સ્તર જળવાઈ રહ્યું છે. અધિકારીઓએ પુનરોચ્ચાર કર્યો છે કે જનતાએ ગભરાવાની કે ચિંતા કરવાની કોઈ જરૂર નથી.

2. LPG સપ્લાય અને ડિલિવરીનો ટ્રેન્ડ

માર્ચ 2026 દરમિયાન રાજ્યમાં LPGના વપરાશ અને વિતરણમાં વધારો જોવા મળ્યો છે:

• ગઈકાલે: 4 એપ્રિલના રોજ 1,76,983 બુકિંગ સામે 2,43,088 સિલિન્ડરની ડિલિવરી કરવામાં આવી હતી, જે દર્શાવે છે કે જૂનો સ્ટોક ઝડપથી ક્લિયર થઈ રહ્યો છે.

• ગત મહિને: માર્ચમાં 75.68 લાખ રિફિલ બુકિંગ થયા હતા, જેમાંથી 68.03 લાખની ડિલિવરી પૂર્ણ થઈ છે. (સામાન્ય રીતે આ આંકડો 65-70 લાખ હોય છે).

• ડિલિવરી સમય: અગાઉ ડિલિવરી એક દિવસમાં થતી હતી, જે હાલમાં અંદાજે 4 દિવસ જેટલી છે. જોકે, બેકલોગ (બાકી ડિલિવરી) ઘટાડવા માટે કામગીરી તેજ કરવામાં આવી છે.

• ડિજિટલ ટ્રેન્ડ: ગુજરાતમાં 88% બુકિંગ ડિજિટલ માધ્યમથી થાય છે (રાષ્ટ્રીય સરેરાશ 80-85% છે). 85% ડિલિવરી OTP (DAC) આધારિત વેરિફિકેશનથી સુરક્ષિત કરવામાં આવે છે.

• ઉજ્જવલા (PMUY): માર્ચ 2026 માં 16,11,771 રીફિલ્સ આપવામાં આવ્યા.

• ઓઈલ માર્કેટિંગ કંપનીઓનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર: રાજ્યમાં 16 ડેપો/ટર્મિનલ, 11 એલપીજી બોટલિંગ પ્લાન્ટ અને 1042 એલપીજી વિતરકો કાર્યરત છે.

3. નાના સિલિન્ડર (5 કિગ્રા) ની માંગ

5 કિગ્રા એફટીએલ (FTL) સિલિન્ડરની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં આવી છે. ગુજરાતમાં સરેરાશ 2,00,000 આવા સિલિન્ડર વેચાય છે, જે દેશમાં સૌથી વધુ છે. 23 માર્ચ થી 4 એપ્રિલ વચ્ચે 13 દિવસમાં 74,622 નંગનું વેચાણ થયું છે, જે માંગ સ્થિર હોવાનું સૂચવે છે.

4. કોમર્શિયલ LPG પુરવઠાનું વર્ગીકરણ

વર્તમાન સ્થિતિને જોતા કોમર્શિયલ LPGના પુરવઠામાં 70% સુધીનો કેપ (મર્યાદા) મૂકવામાં આવ્યો છે. વિવિધ ક્ષેત્રો માટે પુરવઠાની પ્રાથમિકતા નીચે મુજબ નક્કી કરાઈ છે:

પ્રાથમિકતા (સપ્લાય %) ક્ષેત્ર / ઇન્ડસ્ટ્રી
100% પુરવઠો હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ
70% પુરવઠો ફાર્મા (દવા), ડેરી, સીડ પ્રોસેસિંગ, એરલાઇન્સ, રેલવે કેન્ટીન
25% પુરવઠો રેસ્ટોરન્ટ, ઢાબા, કોર્પોરેટ કેન્ટીન, ફૂડ પ્રોસેસિંગ યુનિટ્સ
20% પુરવઠો સ્ટીલ, ઓટોમોબાઈલ, ટેક્સટાઈલ, કેમિકલ્સ, પ્લાસ્ટિક, ઇલેક્ટ્રોનિક્સ

નાગરિકો માટે એડવાઇઝરી

  • ગભરાટમાં આવીને ઈંધણની ખરીદી (Panic Buying) કરશો નહીં.
  • માત્ર સત્તાવાર સ્ત્રોતો અને સરકારી યાદીઓ પર જ વિશ્વાસ કરો.
  • એલપીજી બુકિંગ માટે ડિજિટલ મોડનો ઉપયોગ કરો.
  • શક્ય હોય ત્યાં વૈકલ્પિક ઈંધણ (PNG/ઈલેક્ટ્રિક રસોઈ) નો ઉપયોગ કરો.
  • બિનજરૂરી ભીડ ટાળો અને ઊર્જાની બચત કરો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તાપીમાં ઉચ્છલ-નિઝર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બે બાઈક વચ્ચે સામ-સામે ટક્કરમાં 3ના મોત, 1 ગંભીર | Tapi…
GUJARAT

તાપીમાં ઉચ્છલ-નિઝર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બે બાઈક વચ્ચે સામ-સામે ટક્કરમાં 3ના મોત, 1 ગંભીર | Tapi…

April 12, 2026
નંદેશરી જીઆઈડીસીમાં વરસાદી નાળામાં જોખમી કેમિકલનો નિકાલ, બે ટેન્કર ઝડપાયા, GPCBએ સેમ્પલ લઈ તપાસ હાથ …
GUJARAT

નંદેશરી જીઆઈડીસીમાં વરસાદી નાળામાં જોખમી કેમિકલનો નિકાલ, બે ટેન્કર ઝડપાયા, GPCBએ સેમ્પલ લઈ તપાસ હાથ …

April 12, 2026
અમદાવાદમાં બેફામ રફ્તારનો કહેર: શાહપુરમાં કારચાલકે ડીવાઈડર કૂદાવ્યું, અકસ્માત બાદ ઉશ્કેરાયેલા ટોળાએ …
GUJARAT

અમદાવાદમાં બેફામ રફ્તારનો કહેર: શાહપુરમાં કારચાલકે ડીવાઈડર કૂદાવ્યું, અકસ્માત બાદ ઉશ્કેરાયેલા ટોળાએ …

April 12, 2026
Next Post
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે AAP ઉમેદવારોની વધુ એક યાદી જાહેર, જુઓ કોને કોને મળી ટિકિટ | aap gujar…

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે AAP ઉમેદવારોની વધુ એક યાદી જાહેર, જુઓ કોને કોને મળી ટિકિટ | aap gujar...

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને રાહત, વિપક્ષનો મહાભિયોગ પ્રસ્તાવ રાજ્યસભામાં નામંજૂર | Rajya Sab…

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને રાહત, વિપક્ષનો મહાભિયોગ પ્રસ્તાવ રાજ્યસભામાં નામંજૂર | Rajya Sab...

ભારત-બાંગ્લાદેશ બોર્ડર પર BSFનો નવો માસ્ટર પ્લાન! હવે ઝેરી સાપ અને મગરમચ્છ પણ કરશે સુરક્ષા | BSF Mas…

ભારત-બાંગ્લાદેશ બોર્ડર પર BSFનો નવો માસ્ટર પ્લાન! હવે ઝેરી સાપ અને મગરમચ્છ પણ કરશે સુરક્ષા | BSF Mas...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કંપનીના ડાયરેક્ટર પાસે રૂ.15 કરોડની ખંડણીના કેસમાં બે ઝડપાયા | Two arrested in Rs 15 crore extortion…

કંપનીના ડાયરેક્ટર પાસે રૂ.15 કરોડની ખંડણીના કેસમાં બે ઝડપાયા | Two arrested in Rs 15 crore extortion…

5 months ago
નડિયાદના મિલ રોડ પર નજીવી બાબતે દુકાનદાર ઉપર હુમલો | Shopkeeper attacked over trivial matter on Nadi…

નડિયાદના મિલ રોડ પર નજીવી બાબતે દુકાનદાર ઉપર હુમલો | Shopkeeper attacked over trivial matter on Nadi…

5 months ago
જામનગર શહેરમાં બે સ્થળેથી મોટરસાયકલની ચોરી કરનાર તસ્કર પકડાયો : અન્ય ચાર બાઈક પણ જપ્ત | A thief who …

જામનગર શહેરમાં બે સ્થળેથી મોટરસાયકલની ચોરી કરનાર તસ્કર પકડાયો : અન્ય ચાર બાઈક પણ જપ્ત | A thief who …

8 months ago
ગુજરાતનો સરકાર વિરોધી માહોલ ઠારવા મંત્રીમંડળની ‘સર્જરી’ કરાઈ, સમજો ભાજપનું ગણિત! | gujarat Political…

ગુજરાતનો સરકાર વિરોધી માહોલ ઠારવા મંત્રીમંડળની ‘સર્જરી’ કરાઈ, સમજો ભાજપનું ગણિત! | gujarat Political…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News