gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી, દ્વારકા-ડાકોર અને શામળાજી મંદિરોમાં ભક્તોનો મહાસાગર | ja…

G METRO NEWS by G METRO NEWS
August 16, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી, દ્વારકા-ડાકોર અને શામળાજી મંદિરોમાં ભક્તોનો મહાસાગર | ja…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Janmashtami Celebration 2025 : આજે ભાદરવા મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ ભગવાન શ્રીકૃષ્ણના 5252મા જન્મોત્સવની રાજ્યભરમાં ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે. ખાસ કરીને ગુજરાતના મુખ્ય કૃષ્ણ મંદિરો જેવા કે દ્વારકા, ડાકોર અને શામળાજીમાં લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે. ‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી’ અને ‘હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી’ના ગગનભેદી નાદથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું છે.

દ્વારકામાં ભક્તિનો મહાસાગર

દ્વારકામાં જન્માષ્ટમીના પાવન અવસરે ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળ્યો. ભક્તોએ દ્વારકાધીશજીના ખુલ્લા મંચ પર સ્નાન અભિષેકના દર્શનનો લ્હાવો લીધો હતો. મંદિરમાં હૈયે હૈયું દળાય તેટલી ભીડ જામી હતી. ભક્તિમય માહોલમાં ગરબાની રમઝટ પણ જોવા મળી હતી. મંદિર ટ્રસ્ટ અને પોલીસ વિભાગ દ્વારા સુરક્ષા અને દર્શન માટેની વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

દ્વારકામાં દર્શનનો સમય

મંગળા આરતી: સવારે 6 વાગ્યે

મંગળા દર્શન: સવારે 6 થી 8 વાગ્યે

ખુલ્લા પડદે સ્નાન અભિષેક: સવારે 8 વાગ્યે

રાજભોગ (દર્શન બંધ): બપોરે 12 વાગ્યે

અનોસર (મંદિર બંધ): બપોરે 1 થી 5 વાગ્યે

ઉત્થાપન દર્શન: સાંજે 5 વાગ્યે

સંધ્યા ભોગ (દર્શન બંધ): સાંજે 7:15 થી 7:30
ગુજરાતમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી, દ્વારકા-ડાકોર અને શામળાજી મંદિરોમાં ભક્તોનો મહાસાગર 2 - image

ડાકોરમાં મોગલ સામ્રાજ્યનો મુગટ અને કેવડાનો શણગાર

ડાકોરમાં ઠાકોરજીને જન્મ સમયે મોગલ સામ્રાજ્યનો કરોડોનો હીરાજડિત મુગટ પહેરાવવામાં આવશે. આ ઉપરાંત, ભગવાન શ્રી રણછોડરાયજી માટે વડોદરાથી મંગાવેલા તાજા કેવડાના ફૂલનો ખાસ મુગટ પણ તૈયાર કરવામાં આવ્યો છે. અહીં વરસાદી માહોલ વચ્ચે પણ ભક્તો ભાવવિભોર બની ‘જય રણછોડ’ના જયઘોષ કરી રહ્યા છે. મંદિરને 2500થી વધુ રંગબેરંગી ફુગ્ગાઓથી શણગારવામાં આવ્યું છે.

ડાકોરમાં દર્શન અને કાર્યક્રમ

મંદિર ખુલ્લું રહેશે: બપોરે 1 વાગ્યા સુધી. સાંજે 5 વાગ્યા બાદ દર્શન ફરીથી ખુલશે.

શ્રીકૃષ્ણ જન્મોત્સવ: મધ્યરાત્રિએ 12 વાગ્યે.

નંદ મહોત્સવ: જન્માષ્ટમીના બીજા દિવસે.
ગુજરાતમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી, દ્વારકા-ડાકોર અને શામળાજી મંદિરોમાં ભક્તોનો મહાસાગર 3 - image

શામળાજીમાં 15 કિલો સોનાના આભૂષણોનો શણગાર

અરવલ્લીના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં કાળિયા ઠાકરને વિશેષ અને ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે. ભગવાનને 4 કરોડના મુગટ સહિત 15 કિલો સોનાના આભૂષણો અર્પણ કરવામાં આવ્યા છે. મંદિર પરિસરમાં યુવાનોએ મટકીફોડનો કાર્યક્રમ યોજી ઉત્સાહભેર ઉજવણી કરી હતી.

શામળાજીમાં દર્શન અને કાર્યક્રમ

મંગળા આરતી: સવારે 6:45 કલાકે.

રાજભોગ આરતી: બપોરે 12:15 કલાકે.

શ્રીકૃષ્ણ જન્મોત્સવ: રાત્રે 12:00 કલાકે.

શોભાયાત્રા: બપોરે 1 વાગ્યે.

મટકીફોડ: શોભાયાત્રા દરમિયાન 108 મટકીઓ ફોડવામાં આવશે.

ભજન સંધ્યા: રાત્રે 8:30 કલાકે.
ગુજરાતમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી, દ્વારકા-ડાકોર અને શામળાજી મંદિરોમાં ભક્તોનો મહાસાગર 4 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરેન્દ્રનગરમાં 24 હજારથી વધુ ખોટા નામે ફોર્મ નં.7 ભરાયાનો કોંગ્રેસનો આક્ષેપ | Congress alleges that…
GUJARAT

સુરેન્દ્રનગરમાં 24 હજારથી વધુ ખોટા નામે ફોર્મ નં.7 ભરાયાનો કોંગ્રેસનો આક્ષેપ | Congress alleges that…

February 10, 2026
હળવદમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં, સ્ટેશન રોડ પર મેડિકલ વેસ્ટના ઢગલા | People’s health is being compr…
GUJARAT

હળવદમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં, સ્ટેશન રોડ પર મેડિકલ વેસ્ટના ઢગલા | People’s health is being compr…

February 10, 2026
ચરાડવા-દેવળિયા રોડ પર કારમાંથી રૃ 3.98 લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 3 98 lakh seized from car…
GUJARAT

ચરાડવા-દેવળિયા રોડ પર કારમાંથી રૃ 3.98 લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 3 98 lakh seized from car…

February 10, 2026
Next Post
અમદાવાદમાં વરસાદ: તંત્રના પાપે સર્જાયેલી હાલાકીની તસવીરો, પાલિકા સામે લોકોમાં ભારે રોષ | Ahmedabad M…

અમદાવાદમાં વરસાદ: તંત્રના પાપે સર્જાયેલી હાલાકીની તસવીરો, પાલિકા સામે લોકોમાં ભારે રોષ | Ahmedabad M...

દાદરા નગર હવેલીમાં સામૂહિક આપઘાતની આશંકા, પિતા અને બે બાળકોના મૃતદેહ મળ્યા | dadra nagar haveli fami…

દાદરા નગર હવેલીમાં સામૂહિક આપઘાતની આશંકા, પિતા અને બે બાળકોના મૃતદેહ મળ્યા | dadra nagar haveli fami...

શ્રાવણ માસમાં શહેરા નજીક જમીનમાંથી મળી આવ્યું શિવલિંગ, વાયુવેગે વાત ફેલાતા શ્રદ્ધાળુઓ ઉમટ્યા | Panma…

શ્રાવણ માસમાં શહેરા નજીક જમીનમાંથી મળી આવ્યું શિવલિંગ, વાયુવેગે વાત ફેલાતા શ્રદ્ધાળુઓ ઉમટ્યા | Panma...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના લક્ષ્મીપુરા રોડ પર રહેણાંક મકાનમાં એસઓજીની રેડ, બે કિલોના ગાંજા સાથે કેરિયર ઝડપાયો | Vadoda…

વડોદરાના લક્ષ્મીપુરા રોડ પર રહેણાંક મકાનમાં એસઓજીની રેડ, બે કિલોના ગાંજા સાથે કેરિયર ઝડપાયો | Vadoda…

5 months ago

આમળા ખાવાના 5 ફાયદા: હાર્ટથી લઈને ત્વચા અને વાળ માટે છે ઉપયોગી | 5 benefits of eating amla From heart to skin and hair it is beneficial

3 months ago
ત્રિપુરામાં 4.0ની તીવ્રતાનો ભૂકંપ, કેન્દ્ર બિન્દુ બાંગ્લાદેશ, દિલ્હીમાં પણ એલર્ટ

ત્રિપુરામાં 4.0ની તીવ્રતાનો ભૂકંપ, કેન્દ્ર બિન્દુ બાંગ્લાદેશ, દિલ્હીમાં પણ એલર્ટ

10 months ago
‘હવે હું ચૂંટણી નહીં લડું…’, દેવભૂમિ દ્વારકાના દિગ્ગજ નેતા વિક્રમ માડમનું મોટું નિવેદન | big state…

‘હવે હું ચૂંટણી નહીં લડું…’, દેવભૂમિ દ્વારકાના દિગ્ગજ નેતા વિક્રમ માડમનું મોટું નિવેદન | big state…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News